- “સફેદ રણ” ભ્રમણનું આયોજન કરવામાં આવશે
- સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
- 28 ડિસે.એ “કમાના હે ગવાના નહીં” વિષય પર સેમિનાર યોજાશે
- 29 ડિસે.એ રાષ્ટ્રીય એકતા રેલી, પુરસ્કાર વિતરણ અને શપથ વિધિનું આયોજન
ગાંધીધામમાં યોજાનારા અખિલ ભારતીય મારવાડી યુવા મંચનાં પંદરમાં દ્વિવાર્ષિક રાષ્ટ્રીય અધિવેશનની ઊજવણી અંગે માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દિલ્લી સલગ્ન હર દ્રિવાર્ષિક રાષ્ટ્રીય અધિવેશન “અનંતમ્” નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ ચાર દિવસનો છે જેમાં 25 ડિસેમ્બરના રોજ અખિલ ભારતીય મારવાડી યુવા મંચ કાર્યકારિણી સભા યોજાશે. ત્યારબાદ કાર્યકારિણી સમિતિના “સફેદ રણ” ભ્રમણનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૭ ડિસેમ્બર ના રોજ રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન, તેમજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ૨૮ ડિસેમ્બરના રોજ “કમાના હે ગવાના નહીં” વિષય પર સેમિનાર યોજાશે. આ ઉપરાંત 29 ડિસેમ્બરના રોજ સવારે રાષ્ટ્રીય એકતા રેલી, પુરસ્કાર વિતરણ અને શપથ વિધિનું આયોજન કરવામાં આવશે.
આ અંગે મળતી વિગતો અનુસાર, આજની પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે,અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દિલ્લી સલગ્ન હર દ્રિવાર્ષિક રાષ્ટ્રીય અધિવેશન “અનંતમ્” નું આયોજન કરવામાં આવી રહ્યું છે. 10 ઓક્ટોબર 1977 એ ગુવાહટી (આસામ) માં સ્થાનીય સ્તર પર સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી ભારતભરમાં સતત શાબાઓનું વિસ્તાર થતો ગયો અને અત્યારે અખિલ ભારતીય મારવાડી યુવા મંચ ની પુરા ભારતભર માં કુલ 15 પ્રાંત. 833 શાખાઓ કાર્યરત છે અને વિદેશમાં પણ 9 શાખા અખિલ ભારતીય મારવાડી યુવા મંચ ની શાખા કાર્યરત છે. ગુજરાત પ્રાંતમાં ગાંધીધામ મારવાડી યુવા મંચ ની સ્થાપના 20 મે ૨૦૦૧ના રોજ કરવામાં આવી હતી.
ત્યારબાદ મારવાડી યુવા મંચ ગાંધીધામ જાગૃતિ શાખા, મારવાડી યુવા મંચ ઉદય શાખા કાર્યરત છે. રાષ્ટ્રીય અધિવેશન “અનંતમ”નું આતિથ્ય આ વર્ષે ગાંધીધામ મારવાડી યુવા મંચ પરિવારને શોભાગ્ય પ્રાપ્ત થયેલ છે. આ અધિવેશનની ઊજવણીમાં અનેક મહાનુભાવો તેમજ મહેમાનો આવવાના છે જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા, રાષ્ટ્રીય કાનુન અને ન્યાય મંત્રી અર્જુનરામ મેધવાલ, ગુજરાતના રાજ્યપાલ દેવવત આચાર્ય, કચ્છ-મોરબી જિલ્લાના સાસંદ વિનોદ ચાવડા, ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અખિલ ભારતીય મારવાડી યુવા મંચ અધ્યક્ષ સુરેન્દ્ર ભટ્ટડ, મંત્રી સુંદર પ્રકાશ તેમજ સમસ્ત રાષ્ટ્રીય કાર્યકારી ટીમ તેમજ ભારતભરની વિભિન્ન શાખાઓ માંથી 1500 જેવા સભ્યો અને અનેક નામી વ્યક્તિઓ હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવશે.
આ કાર્યક્રમ ચાર દિવસ નું છે જેમાં 25 ડિસેમ્બર ના રોજ અખિલ ભારતીય મારવાડી યુવા મંચ કાર્યકારિણી સભા યોજાશે. ત્યારબાદ કાર્યકારિણી સમિતિનું “સફેદ રણ” ભ્રમણનું આયોજન કરવામાં આવ્યું છે. 27 ડિસેમ્બર ના રોજ રાષ્ટ્રીય અધિવેશન નો ઉદ્ઘાટન, ચૂંટણી જો જરૂરત પડશે તો, અલંકરણ, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. 28 ડિસેમ્બર ના રોજ “ક માના હે ગવાના નહીં” વિષય પર સેમિનાર ચંદન તાપડિયા દ્વારા રહેશે. ફોટો પ્રદર્શની, ગાંધીધામમાં રહેતા તમામ મારવાડી સમાજનું સમેલ્લન રાખવામાં આવ્યું છે. ત્યારબાદ નારી સશક્તિકરણ સેમીનાર કાજલ હિન્દુસ્તાની દ્વારા, અને મોટીવેશનલ સેમીનાર થોજાશે સાંજે યુવા રત્ન સમારોહ પછી રાતના રાસ ગરબા જેવા અનેક કાર્યક્રમ યોજાશે. 29 ડિસેમ્બરના રોજ સવારે રાષ્ટ્રીય એકતા રેલી, પુરસ્કાર વિતરણ અને શપથ વિધિનું આયોજન કરવામાં આવશે.
અહેવાલ: ભારતી માખીજાણી