- જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાને 7 વર્ષના બાળકને ગળાના ભાગે બચકા ભરી લેતા માસુમનું ઘટના સ્થળે જ મો*ત
- 7 વર્ષના બાળકના મો*તથી પરિવારમાં ગમગીની
- શ્વાનના હુ-મલાના પગલે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે પણ રોષ જોવા મળ્યો
જામ કંડોરણામાં 7 વર્ષના બાળકને શ્વાને ગળા અને માથાના ભાગે બચકા ભર્યા હતા. તેમજ ગંભીર હાલતમાં હોસ્પિટલ લઇ જવાયો હતો. પરંતુ સારવાર પહેલા બાળકનું મો*ત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં રખડતાં શ્વાનનો આતંક ઓછો થવાનું નામ લેતું નથી. ત્યારે ડભોઇમાં 2 દિવસમાં 10 જેટલા લોકોને શ્વાને બચકા ભર્યાની ઘટના બની છે. ત્યારે જામકંડોરણમાં એક શ્વાને 7 વર્ષના બાળકને ગળાના ભાગે બચકા ભર્યા હતા. ગંભીર ઇજાઓ પહોંચતા બાળકનું મો*ત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, જામ કંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં 3 બાળકો સાંજના સમયે કુદરતી હાજતે ગયા હતા. તે દરમિયાન અચાનક રખડતા શ્વાન આવી પહોંચ્યા હતા. તેમજ શ્વાને 7 વર્ષના બાળક પર જીવલેણ હુ-મલો કર્યો હતો. જેમાં શ્વાને બાળકના ગળાના ભાગે, માથાના ભાગે બચકા ભર્યા હતા. ત્યારે ગંભીર હાલતમાં બાળકને સારવાર અર્થે જામકંડોરણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જો કે હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ બાળકનું મો*ત નીપજ્યું હતું. તેમજ 7 વર્ષીય માસૂમનું મો*ત નીપજતાં પરિવારના આક્રંદથી હોસ્પિટલનો માહોલ ગમગીન બની ગયો હતો. આ દરમિયાન શ્વાનના હુ-મલાના પગલે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે પણ રોષ જોવા મળ્યો હતો.