- 65 ટકા નમૂનાઓ પરિક્ષામાં ફેલ
- 7 નમૂનામાં પીએચ મૂલ્ય 6.5 કરતા ઓછું
સુરત શહેરમાં છેલ્લા 11 મહિનામાં 14 મિનરલ વોટર પેકેજ્ડ બોટલ અને જારના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી 9 નમૂનાઓ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. આ રીતે 65 ટકા નમૂનાઓ પરિક્ષામાં અયોગ્ય ઠર્યા છે. જેમાં 7 નમૂનામાં પીએચ મૂલ્ય 6.5 કરતા ઓછું હતું, જ્યારે આ મૂલ્ય 6.5થી 8.5 વચ્ચે હોવું જરૂરી છે. તેમજ એક નમૂનામાં ક્લોરાઇડ અને હાર્ડનેસ 500થી વધુ સ્તરે જોવા મળ્યું હોવાની માહિતી આપવામાં આવી છે. પાણીમાં ભેળસેળના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે છો, પાણી તમે મિનરલ વોટર તરીકે પી રહ્યા છો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. કારણ કે સુરત શહેરમાં છેલ્લા 11 મહિનામાં 14 મિનરલ વોટર પેકેજ્ડ બોટલ અને જારના નમૂનાઓ લેવામાં આવ્યા હતા જેમાંથી 9 નમૂનાઓ ફેલ થઈ ગયા હતા. ભેળસેળ કરનારા લોકો કઈ રીતે લોકોના આરોગ્ય સાથે રમી રહ્યા છે. ત્યારે 14 નમૂનાઓ લીધા હતા, જેમાંથી 9 નમૂના લેબોરેટરી તપાસમાં નિષ્ફળ જાહેર થયા
પરંતુ તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો કે જે પાણી તમે મિનરલ વોટર તરીકે પી રહ્યા છો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. સુરત શહેરમાં છેલ્લા 11 મહિનામાં 14 મિનરલ વોટર પેકેજ્ડ બોટલ અને જારના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી 9 નમૂનાઓ ફેલ થઈ ગયા છે.
14માંથી 9 નમૂના લેબોરેટરી તપાસમાં નાપાસ ભેળસેળ કરનારા લોકો કઈ રીતે લોકોના આરોગ્ય સાથે રમી રહ્યા છે તેનું એક ઉદાહરણ બઝારમાં વેચાતું બોટલબંધ પાણી અને જાર છે, જે પણ શુદ્ધ નથી. બહારના ખાવા-પીવામાં તેમજ ઘરમાં વપરાતી ઘણી વસ્તુઓમાં ભેળસેળ જોવા મળે છે. શહેરના મનપાના ખાદ્ય વિભાગે આ વર્ષે નવેમ્બર સુધીમાં બોટલબંધ મિનરલ વોટર અને પાણી જારના 14 નમૂનાઓ લીધા હતા, જેમાંથી 9 નમૂના લેબોરેટરી તપાસમાં નિષ્ફળ જાહેર થયા. આ રીતે 65% નમૂનાઓ પરિક્ષામાં અયોગ્ય ઠર્યા.
પાણીમાં ક્લોરાઇડ અને હાર્ડનેસનું સ્તર વધુ લેબોરેટરી તપાસમાં જાણવા મળ્યું કે, આ નમૂનાઓમાં મિનરલ્સનો અભાવ હતો. પાણીનું પીએચ મૂલ્ય સામાન્ય કરતાં ઓછું હતું, જ્યારે ક્લોરાઇડ અને હાર્ડનેસ સ્તર સામાન્ય કરતાં વધુ હતું. આ પાણી એસિડિક હોવાથી તે આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવા પાણીના સેવનથી એસિડિટી, ગેસ્ટ્રાઇટિસ, અલ્સર, દાંતની કેવિટી, ઓસ્ટિયોપોરોસિસ, મેટાબોલિક અસંતુલન, મસલ્સ નબળાઇ, થાક અને અન્ય આરોગ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
65% નમૂનાઓ પરીક્ષણમાં અયોગ્ય:
7 નમૂનામાં પીએચ મૂલ્ય 6.5 કરતા ઓછું હતું, જ્યારે આ મૂલ્ય 6.5થી 8.5 વચ્ચે હોવું જરૂરી છે
એક નમૂનામાં ક્લોરાઇડ અને હાર્ડનેસ 500થી વધુ સ્તરે જોવા મળ્યું
લેવાયેલ નમૂનાઓની એજન્સીઓમાં નામ:
કષ્ટભંજન એન્ટરપ્રાઇઝિસ
એચ. એન. ટ્રેડર્સ
વરૂણ એન્ટરપ્રાઇઝિસ
ફ્રેશ સ્ટ્રીમ બેવરેજેસ
રાઠોડ બ્રધર્સ
બ્રીથ બેવરેજેસ
પી.એમ. માર્કેટિંગ
નિરાલી બેવરેજેસ એન્ડ ફૂડ
ગજાનંદ ફૂડ એન્ડ બેવરેજેસ
ચિંતાનું કારણ શું ?
વર્ષ 2021થી અત્યાર સુધીમાં ખાદ્યપદાર્થોના 8,407 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 478 નમૂનાઓ નિષ્ફળ જાહેર થયા. ખાદ્ય સુરક્ષા અધિકારીઓને તપાસ કરવા, દોષીઓને પકડીને કોર્ટમાં કેસ ચલાવવાનો અધિકાર છે, પરંતુ આ સ્થિતિ પર કાબૂ મેળવવામાં હજુ સફળતા મળી નથી. ભેળસેળ કરનારા લોકો જનતાએ સાવચેત રહેવું જરૂરી છે. મિલાવટી ખાદ્યપદાર્થો આરોગ્યને ગંભીર અસર પહોંચાડી શકે છે, તેથી ખાવા-પીવાની વસ્તુઓ ખરીદવામાં વિશેષ સાવધાની રાખવી જોઈએ.
સંસ્થાઓ સામે કેસ દાખલ કરાશેઃ અધિકારી આરોગ્ય અધિકારી ડી. કે. પટેલે જણાવ્યું હતું કે, હવે આ તમામ સંસ્થાઓ સામે કેસ દાખલ કરવામાં આવશે. કેલ્શિયમની માત્રા ઓછી હોવાથી હાડકાની સમસ્યા, લુઝ મોશન સહિત અન્ય આરોગ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે. દંડની કાર્યવાહી બાદ કોર્ટમાં કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તંદુરસ્ત ખાદ્ય પદાર્થોની ખાતરી માટે અમે માર્કેટ એરિયા, કોર્પોરેટ ઓફિસો સહિત અન્ય જગ્યાઓ પર પણ તપાસ હાથ ધરી રહ્યા છીએ.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય