- શ્રીજી બાવાની ઝાંખીથી મહાજન વાડી ભક્તિમય વાતાવરણથી ગુજી ઉઠ્યું
- લોહાણા મહાજનના સુપ્રીમો, સહિતના સમાજના અગ્રણીય મહાનુભવો રહ્યા ઉપસ્થિત
વેરાવળ લોહાણા મહાજનના કારોબારી સભ્ય અને રેયોન ફેક્ટરીના કર્મચારી મહેશ દતાણી છેલ્લા ઘણા વર્ષથી સ્નેહીજનો મિત્રો સાથે જલારામ બાપાના દર્શન સાથે પ્રસાદી રૂપે ખીચડીનું આયોજન કરે છે. તેમાં આ વર્ષે તેજસ વ્યાસ, હિના વ્યાસના મધુર કંઠે શ્રીજી બાવાની ઝાંખી થી મહાજન વાડી ભક્તિમય વાતાવરણથી ગુજી ઉઠ્યું હતું. . આ આયોજનમાં લોહાણા મહાજનના સુપ્રીમો, બાર એસોસિયેશનના પ્રમુખ, એડવોકેટ, સહિતના સમાજના અગ્રણીય મહાનુભવો તેમજ પત્રકાર મિત્રો, સ્નેહીજનો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધાર્મિક ઉત્સવની ઉજવણી કરી હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર, વેરાવળ લોહાણા મહાજન ના કારોબારી સભ્ય અને રેયોન ફેક્ટરી ના કર્મચારી એવા મહેશભાઈ દતાણી છેલ્લા ઘણા વર્ષથી સ્નેહીજનો મિત્રો સાથે જલારામ બાપાના દર્શન સાથે પ્રસાદી રૂપે ખીચડીનું આયોજન કરે તેમાં આ વર્ષે તેજસ વ્યાસ, હિના વ્યાસ ના મધુર કંઠે શ્રીજી બાવાની ઝાંખી થી મહાજન વાડી ભક્તિમય વાતાવરણ થી ગુજી ઊઠી હતી.
આ તકે વેરાવળ લોહાણા મહાજનના સુપ્રીમો વિક્રમ તન્ના, વેરાવળ બાર એસોસિયેશનના પ્રમુખ એસ એન સવાણી, એડવોકેટ ઉપેન્દ્ર તન્ના, બિપીન અઢિયા, ભાવિં કારિયા, એડવોકેટ ગણત્રા, એડવોકેટ ભાવિન, ભરત ચોલેરા, મુકેશ ચોલેરા, ધીરુ ચંદે, ભરત સોમૈયા સહિતના સમાજના અગ્રણીય મહાનુભવો તેમજ પત્રકાર મિત્રો, સ્નેહીજનો પરિવાર સાથે ઉપસ્થિત રહી ધાર્મિક ઉત્સવની ઉજવણી કરેલ ત્યારે ઈવાયન્ટ મેનેજમેન્ટ ચિંતન દતાણી, રક્ષા મહેશ દંતાણીએ સર્વે મહેમાનોનું સ્વાગત કરી આભાર માનેલ હોવાનું અનિષ રાચ્છની યાદીમાં જણાવાયું છે.
અહેવાલ: અતુલ કોટેચા