- વર્ષ ર0ર5નું સ્વાગત આકાશમાં ઉલ્કા વર્ષાથી થશે
- ખગોળીય આનંદ લૂંટવા વિજ્ઞાન જાથાની ખગોળપ્રેમી નાગરિકોને અપીલ
દુનિયાભરમાં ખગોળ રસિકોએ તા. 7 મી 14 મી સુધીમાં જેમીનીડસ ઉલ્કા વર્ષાનો સ્પષ્ટ નજારો આહલાદક જોઈ શક્યા હતા. નવા વર્ષ ર0રપ ના પ્રારંભે તા. ર અને 3 જાન્યુઆરીએ આકાશમાં ક્વોડરેન્ટીડસ ઉલ્કા વર્ષાનો અદભુત નજારો જોવા મળશે. ઉલ્કા વર્ષા તા. ર8 મી ડિસેમ્બરથી
પ્રારંભ કરી 1ર મી જાન્યુઆરી સુધી સ્વચ્છ આકાશમાં ઉલ્કાવર્ષા જોઈ શક્વાના છે. પ્રતિ કલાકના 110 ઉલ્કા વર્ષા આકાશમાં જોવા મળશે.
રાજયમાં ખગોળીય આનંદ લૂંટવા ભારત જન વિજ્ઞાન જાથાની કચેરીએ લોકોને અપીલ કરી છે.
જાથાના જયંત પંડયા જણાવે છે કે, ઉત્તર ગોળાર્ધમાં નક્ષ્ાત્ર બૂટ્સ ચંની રોશની 11 ટકા પ્રકાશિતમાં ઉલ્કાવર્ષા જોઈ શકાશે. રાતની શરૂઆતથી ઉલ્કાવર્ષા ઉપર નજર રાખવી જરૂરી છે.
પ્રતિ કલાક 110 ની ર00 સુધી પડતી જોઈ શકાય છે. સરેરાશ કલાક દીઠ રપ ઉલ્કાઓથી વધુ નથી. આ ઉલ્કા તેની તેજસ્વીતા, રંગબેરંગી અગનગોળા માટે જાણીતી છે. જાન્યુઆરી તા. ર અને 3 ના રોજ આકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોઈ શકાશે. આ અવસર ચુક્વા જેવો નથી. જાથાએ આ માટે બે દિવસ ખાસ આયોજનો ગોઠવ્યા છે. જાન્યુઆરીમાં બે ઉલ્કાવર્ષામાં માઈનોિરડસ પણ જોવા મળશે. દેશભરમાં જાથા લોકોને ખગોળીય માહિતી આપી ધ્યાનાકર્ષણ કરે છે.
જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે.
પૃથ્વી ઉપર રોજની લગભગ 40 ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસ-સૂર્યપ્રકાશ દરમ્યાન પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી.
અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે. તેની રજને, ધૂળને ઓળખવા માટે લોહચુંબકનું પરીક્ષ્ાણ જરૂરી છે. જાથા ઉલ્કાવર્ષાની ફોટોગ્રાફી લોકો સમક્ષ્ા મુકશે.
તા. ર જાન્યુઆરીએ ખામટા ગામમાં ગ્રામજનો અને એન.એસ.એસ. કેમ્પની છાત્રાઓને ઉલ્કા વર્ષા અંગે વિગતે માહિતગાર કરી નિદર્શન કરવામાં આવશે.
ક્વોડરેન્ટીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો નિહાળવાની તૈયારીમાં જાથાના નિર્ભય જોશી, રાજુ યાદવ, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, પ્રકાશ મનસુખભાઈ, ભાનુબેન ગોહિલ વિગેરે અને એન.એસ.એસ. કેમ્પના છાત્ર-છાત્રાઓ સાથે અનેક સદસ્યો જોડાવાના છે. રાજયમાં ઉલ્કાવર્ષા સંબંધી વિશેષ માહિતી મોબાઈલ : 98રપર 16689 ત્થા 94ર69 809પપ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.