- ઓખા જેટી ઉપર કોસ્ટ ગાર્ડ જેટીના ચાલુ કામે ક્રેન તૂટી જતા 3 શ્રમિકના મો*ત
- બેના ક્રેનની અંદર દબાઈ જતા અને અન્ય એક પાણીમાં પડી જતા મૃ-ત્યુ પામ્યા
- કોસ્ટગાર્ડની ટીમ, પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી
દ્વારકાના ઓખા ખાતે આવેલી જેટી પર ક્રેન તૂટી પડવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ક્રેન તૂટીને નીચે પડતા તેની નીચે દબાઈ જવાથી બેના મો-ત નિપજયા હતા અને દરિયામાં પડી જવાથી એકનું મો-ત એમ કુલ 3 શ્રમિકોના મો*ત નીપજ્યા છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઓખા જેટી ઉપર 108, ફાયર વિભાગ, પોલીસ તેમજ કોસ્ટગાર્ડની ટીમ દોડી આવી પહોંચી છે. તેમજ 3 લોકોના મૃ*તદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ઓખાની પેસેન્જર જેટી પાસે નવી જેટીનું કામ ચાલી રહ્યું હતું, આ દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડતા અકસ્માત સર્જાયો હતો. તેમજ ઘટનામાં 2 શ્રમિક ક્રેન નીચે દટાઈ ગયા હતાં અને એક શ્રમિક દરિયામાં પડી ગયો હતો. આ ઉપરાંત ક્રેન નીચે દબાયેલા બંને શ્રમિકોનું ઘટનાસ્થળે જ મો*ત નીપજ્યું હતું, તેમજ અન્ય એક શ્રમિકને દરિયામાંથી રેસક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેનું મો*ત નિપજ્યું હતું. હાલ, તંત્ર દ્વારા તમામના મૃ*તદેહને નજીકની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવી છે.
તંત્રએ હાથ ધરી તપાસ
આ ઘટના બાદ તંત્ર દ્વારા અન્ય કોઈ શ્રમિક દટાયા છે કે કોઈ ઈજાગ્રસ્ત થયું છે કેમ કેમ તે અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.