- વડોદરામાંથી 22 લાખ રુપિયાનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો
- આરોપી પાસેથી 734 ગ્રામ હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો
- આ દરમિયાન આરોપીની ધરપકડ કરી
ગુજરાતમાંથી નશાનો કારોબાર મળવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદબાદ વડોદરામાંથી પણ હાઈબ્રીડ ગાંજો ઝડપાયો છે. તેમજ લાખો રૂપિયાના હાઇબ્રીડ ગાંજા સાથે 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જે પહેલા પણ નશાના વેપારમાં ઝડપાઇ ચુક્યો હતો.
મળતી માહિતી મુજબ, વડોદરામાંથી પહેલી વાર હાઈબ્રીડ ગાંજાની હેરાફેરી થતી જોવા મળી હતી. તેમજ 22 લાખના હાઈબ્રીડ ગાંજા સાથે 20 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસે આરોપી પાસેથી 734 ગ્રામ હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો. ગાંજાના સપ્લાયના વિદેશ કનેક્શનની આશંકા છે.
આરોપીના પિતા પણ આ જ ગુનાખોરીના નેટવર્કમાં સંડોવાયેલા છે. પોલીસે આરોપીના ફરાર પિતાને પકડવા ચક્રો કર્યા ગતિમાન કર્યા છે. પહેલા પણ ફરાર પિતા 5 કિલો ગાંજા સાથે પકડાયા હતા. તો વર્ષ 2020 માં પણ આરોપી ગાંજા સાથે પકડાયો હતો. જેમાં પણ આદીબની અટકાયત કરવામાં આવી હતી.
બે વખત માદક પાદર્થનું વેચાણ કરાવાના ગુનામાં પકડાયેલા શખ્સનો પુત્ર વેચતો હતો
તપાસમાં એ સામે આવ્યું છે કે અગાઉ બે વખત માદક પાદર્થનું વેચાણ કરાવાના ગુનામાં પકડાયેલા શખ્સનો પુત્ર આ હાઇબ્રીડ ગાંજાનું વેચાણ કરતો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે ડાર્કવેબથી મગાવાતો ગાંજો સુરતથી લાવ્યા હોવાની આરોપીએ કબૂલાત કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 2020માં આરોપીના પિતાના ઘરે રેઇડ કરતા ગાંજા સાથે તેની ધરપકડ કરી તેને જેલ ભેગો કરાયો હતો. તેમજ છુટીને તે ફરી ગાંજો વેચતો હતો. ફેબ્રુઆરી 2024માં ફરી તેની ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હાલમાં તેનો પુત્ર પિતાની જેમ સાદો ગાંજો નહીં પણ વિદેશી હાઇબ્રીડ ગાંજાનું વેચાણ કરવાનું શરૂ કર્યું હતુ અને ઝડપાયો હતો.