- દર્દીઓને ઓપરેશન કરી ડિલિવરી કરવા ફરજ પાડી હોવાના આક્ષેપો
- PMJAYમાં ઓપરેશન કરવા છતાં બિલો આપી પૈસા પડાવ્યાના આક્ષેપો
- ચેકઅપ કરાવા આવેલ દર્દીને કોઈ દુખાવો ન હોવા છતાં દાખલ કર્યાના આક્ષેપો
- દર્દીના પતિએ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
અમરેલીમાં આવેલ નેત્ર ચિકિત્સા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પીટલ વિવાદમાં આવી છે. અહી માત્ર ચેકઅપ કરવા આવેલ સગર્ભા મહિલાને દાખલ કરી ઓપરેશન કરવા ફરજ પાડીને ઓપરેશન કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં બાબરાના વતની ભાવેશ રાઠોડ અને તેમના પત્નીને ચેકઅપ કરાવા આવ્યા હતા ત્યારે કોઈપણ દુખાવો ન હોવા છતાં દર્દીને દાખલ કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયા છે. ભાવેશ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે દુખાવો ન થતા ટુલની મદદથી ગર્ભની અંદર પટલ હોય એ તોડી નાખીને તેમની પત્નીને દાખલ કરી દીધા હતા. અને તેમની પત્નીનું સીઝર ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમજ PMJAY યોજના અંદર સારવાર કરવામાં આવી હોય તેમ છતાં હોસ્પિટલ દ્વારા રૂમ ચાર્જ તેમજ દવાના બિલો લેવામાં આવ્યા હોવાના પરીવારજનોએ આક્ષેપ કર્યા છે. જેને લઈને દર્દીના પતિએ પોલીસમાં અરજી કરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, અમરેલીની નામાંકિત હોસ્પિટલ નેત્ર ચિકિત્સા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જેમાં દર્દીઓને ઓપરેશન કરી ડિલિવરી કરવા ફરજ પાડી હોવાના આક્ષેપ દર્દીઓ દ્વારા કરવામાં આવ્યા છે. PMJAY માં ઓપરેશન કરવા છતાં બિલો આપી પૈસા પડાવ્યાના દર્દી ભાવેશભાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. થોડા મહિના પહેલા ઓપરેશનને લઇને હોસ્પિટલ વિવાદમાં આવી હતી, ત્યારે બાબરાના વતની ભાવેશભાઈ રાઠોડ એ પોતાના ધર્મ પત્નીનું નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે દર્દી હોસ્પિટલમાં ચેકઅપ કરાવા આવેલ હોય કોઈપણ દુખાવો ન હોવા છતાં દર્દીને દાખલ કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા છે.
ભાવેશભાઈ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ જાતનો દુખાવો ન હોય તે લોકોએ ટુલની મદદથી ગર્ભની અંદર પટલ હોય એ તોડી નાખેલ હોય અને ત્યાર બાદ અમને દાખલ કર્યા. તેમજ હોસ્પિટલના લોકોએ કોઈ વ્યવસ્થિત સારવાર કરેલ નહીં અને સીઝર ઓપરેશન કરવામાં આવ્યું અને જે PMJAY યોજના અંદર જે સારવાર કરવામાં આવી હોય તેમ છતાં હોસ્પિટલ દ્વારા અમારી પાસે રૂમ ચાર્જ તેમજ દવાના બિલો અમારી પાસે લેવામાં આવ્યા છે તેવા હોસ્પિટલ પર દર્દીના પરીવાર જનોએ આક્ષેપ કર્યા છે.
દર્દીના પરિવારોએ જણાવ્યું હતું કે હોસ્પિટલના લોકો કોઈ દેખરેખ રાખતા નથી બેદરકારી થીજ તંત્ર ચલાવતા હોય છે અને કાર્ડમાંથી ઓપરેશન કરીને કોઈ કાળજી ન રાખવા હોવાના આક્ષેપ કર્યા પરિવારજનોએ કર્યા દર્દીના પતિએ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં બે ડોકટરો અને હોસ્પિટલ જવાબદાર લોકો સામે લેખિતમાં અરજી કરી છે.
પોલીસ તપાસ અને આરોગ્ય વિભાગની તપાસ બાદ જ સમગ્ર હકીકત સામે આવી છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ હોસ્પિટલના બંને ડોક્ટરોને 15 દિવસમાં જવાબ આપવા જણાવાયું છે. નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ફરી વિવાદમાં આવતા માહોલ ગરમાયો છે. આ સાથે જ ફરી વખત તે હોસ્પિટલ વિભાગમાં આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ પર સવાલો ઉઠ્યા છે.
અહેવાલ: પ્રદિપ ઠાકર