- બીન અધિકૃત લાકડાઓની હેરાફેરી ઝડપાઈ
- ફોરેસ્ટ વિભાગે શંકાસ્પદ લાકડાનો જથ્થો ભરેલા બે ટ્રકની અટક કરી તપાસ હાથ ધરી
- તપાસનો ધમધમાટ શરુ
જુનાગઢ ના માંગરોળમાં શંકાસ્પદ લાકડા ભરેલા બે ટ્રકો ને માંગરોળ ફોરેસ્ટ વિભાગદ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. માંગરોળ ફોરેસ્ટ વિભાગે પકડેલા બંને ટ્રકોમાં બાવળ સહિત અલગ અલગ ઝાડના મશીનરી કટીંગ કરેલા લાકડા ભરેલા તેમજ ભરેલ ટ્રક ઉપર તાલપત્રી નાખી અંદર છુપાવી લયાવામાં આવતા હતા નું પણ જાણવા મળે છે. હાલ તો બંને ટ્રકોને ફોરેસ્ટ કચેરીએ રાખી તપાસનો ધમધમાટ શરૂ કરીયો છે.
માંગરોળ નજીકથી શંકાસ્પદ લાકડાંના ટ્રકો પસાર થતા હોવાની બાતમીના આધારે માંગરોળ ફોરેસ્ટ વિભાગ દ્વારા વોચ રાખતા લાકડાં ભરેલાં બે ટ્રકોને રોકતા તે ટ્રકોમાં શંકાસ્પદ લાકડાં ભરેલા હોય જેથી આ બન્ને ટ્રકોને માંગરોળ ફોરેસ્ટ વિભાગ દ્વારા કબ્જો લયને વધુ તપાસ હાથ ધરી છે
ત્યારે અહી ઉલ્લેખનીય છે કે આ લાકડાં કેશોદ એરપોર્ટ પાસેથી ભરાયા હોવાનું કહેવાય રહ્યું છે અને માંગરોળ લાવવાની પરમીશન છે કે કેમ? તેની ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી છે અને આ લાકડાં કાયદેસર છે કે બીનકાયદેશર તેનીપણ તપાસ ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી છે..
અહેવાલ: નીતિન પરમાર