- સાસણગીર ખાતે સંગીત ઉત્સવ 2024 નો બેદિવસીય ભવ્ય કાર્યક્રમ નુ આયોજન
- ગુજરાતના નામાંકિત કલાકાકારો અને લોકસાહિત્યકારોની ઉપસ્થીતી
- કડકડતી ઠંડીમા પણ ટુરીસ્ટો અને સ્થાનિકોએ કાયઁક્રમ માણ્યો
- આજનુ યુવાધન વ્યસનો છોડી સાસંકૃતિક વારસા તરફ વળે તેવા પ્રયાસો
ગુજરાત સરકારના રમતગમત અને સાસંકૃતિક વિભાગ દ્રારા સંગીત નાટક અકાદમીના સહયોગથી બે દિવસીય સાસણ ગીર ખાતે “સાસણ ગીર સંગીત ઉત્સવ-2024 નું આયોજન કરાયુ હતું. તેમજ યુવાપેઢી નાતાલ અને 31 ડીસેમ્બરના તહેવારોમા વ્યસનોથી દુર રહે તે માટે રાજ્ય સરકાર દ્રારા ભારતીય સાંસ્કૃતિક જળવાઇ અને આપણી સંસ્કૃતિ સહીત યુવા પેઢીમા જળવાઇ રહે તે માટે ટુરીસ્ટો માટે સાસણગીર ખાતે સંગીત મહોત્સવનો ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ. જેમા ગુજરાતના નામાંકિત કલાકારો અને લોકસાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. કડકડતી ઠંડીમા પણ પ્રવાસીઓ અને સ્થાનીકો મોડીરાત્રી સુધી ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, એશિયાટિક સિંહ ના રાષ્ટ્રીય અભ્યારણ અને કુદરતી સૌંદર્ય ખાતે ગુજરાતી લોકસંગીત અને લોક સાહિત્યના દ્વિ દિવસીય કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકાર ના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. સાસણ ગીરમાં આવેલ સિંહ સદન થી માત્ર ૧ કિમી દૂર આવેલ ભાલછેલ ગામના હોટલ ગ્રીન પાર્ક ખાતે આ જાહેર કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવેલ છે .જેમા ગુજરાત ના નામાંકિત કલાકારો અને લોકસાહિત્યકારોની ઉપસ્થિતી રહી હતી .કડકડતી ઠંડી મા પણ પ્રવાસીઓ અને સ્થાનીકો મોડીરાત્રી સુધી ઉપસ્થિત રહ્યા હતા . . રજા ના દિવસોમાં પ્રવાસીઓ સાસણ ગીર ના પ્રવાસે આવતા હોય છે તે જ સમય માં આ કાર્યક્રમ હોવાથી પ્રવાસીઓ માટે અને સાસણ ગીરના ગ્રામ્ય જનતા માટે પણ આ કાર્યક્રમ આકર્ષણ રૂપ બન્યો હતો.
આજની યુવાપેઢી નાતાલ અને 31 ડીસેમ્બરના તહેવારોમા વ્યસનો તરફ ખૂબજ વધી રહી છે જે દેશ માટે ખૂબજ ચિંતાનો વિષય છે ત્યારે રાજ્ય સરકાર દ્રારા ભારતીય સાસંકૃતિક વારસો જળવાઇ અને આપણી સંસ્કૃતિ , આપણુ કલ્ચર , આપણા ગીતો , સંભારણા , ભજન , રાસગરબા , દુહા – છંદ આ સહીત યુવાપેઢીમા જળવાઇ રહે તે માટે ટુરીસ્ટોની આ સમયમા અવરજવર એવા એશીયાન્ટીક સિહોની ભૂમી સાસણગીર ખાતે સંગીત મહોત્સવ નો ભવ્ય કાયઁક્રમ નુ આયોજન કરાયુ હતુ .