- ક્રિશ્ચન સમાજ દ્વારા ચર્ચમાં ખાસ પ્રાર્થના, લાઇટિંગ શેરીમની અને સમાજ સેવાના અનેકવિધ કાર્યક્રમનું આયોજન, 31 ડિસેમ્બર 1 જાન્યુઆરીની કરાશે શાનદાર ઉજવણી
પ્રેમ પરોપકાર એકતા બંધુત્વ અને માનવતાના સંદેશને ઉજાગર કરતા પિસ્ટન સમાજના નાતાલ ના તહેવારો ની ઉજવણીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે પ્રકાશમય માહોલ ઊભો થયો છે. આજે 25ડિસેમ્બર થી મેરી ક્રિસમસ નાતાલ અને નવા વર્ષના વધામણાના મહોત્સવ નો શાનદાર અનેક કાર્યક્રમો સાથે આયોજન થયું છે. ક્રિસમસનો તહેવાર નજીક આવી રહ્યો છે. જેથી ખ્રિસ્તી ધર્મના લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ક્રિસમસનો તહેવાર ખ્રિસ્તી ધર્મના લોકો માટે સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ક્રિસમસનો પર્વ દર વર્ષે 25 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. આ સમય દરમિયાન ક્રિસમસ ખ્રિસ્તી ધર્મના સૌથી મુખ્ય તહેવારો પૈકીનો એક છે. આ દિવસને પ્રભુ ઈસુના જન્મ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. ત્યારે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ચર્ચ લવ ટેમ્પલના નામથી ફેમસ છે. જ્યાં ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. નાતાલ ના તહેવારો સૌરાષ્ટ્રના ગામે ગામને રાજ્યભરમાં આસ્થા પૂર્વક ઉજવવામાં આવે છે તેમાં ક્રિશ્ચન સમાજની વધુ વસ્તી ધરાવતા ગામોમાં દીવ દમણ ગોવા અમદાવાદ જુનાગઢ રાજકોટ જામનગર અને કચ્છ ભુજ સહિત નાના-મોટા શહેરોમાં ખિસ્તી સમાજની જન સંખ્યા અને દેવળો ની સ્થિતિ મુજબ તહેવારોના કાર્યક્રમો યોજાય છે રાજકોટમાં રાજાશાહી વખતથી નાતાલના તહેવારોની વિશિષ્ટ ઉજવણી ની પરંપરા છે
મોચી બજાર માં આવેલા ચર્ચ કાલાવડ રોડ પરના જાણીતા લવ ટેમ્પલ નેરંગબેરંગી રોશની થી શણગારવામાં આવ્યા છે, અને ખ્રિસ્તી સંપ્રદાયના લોકો ચર્ચમાં ભગવાનની ઇસુની પ્રાર્થના કરવા માટે ઉંમટી રહ્યા છે.ડિસેમ્બર મહિનાની શરૂઆત થી જ નાતાલની ઉજવણી ભાગરૂપે ચર્ચ તેમજ ખ્રિસ્તી સમાજના લોકો પોતાના ઘરમાં તૈયારીઓ શરૂ કરી દે છે રાજકોટ સહિત નાના-મોટા શહેરો ની બજારમાં ઇલેક્ટ્રોનિક લાઈટ ડેકોરેશન ક્રિસમસ ટ્રી અને સાન્તાક્લોઝ ના ગિફ્ટ આર્ટીકલ ની વ્યાપક ખરીદી થઈ રહી છે 25ડિસેમ્બર થી 1 જાન્યુઆરી સુધીના નાતાલ અને નવા વર્ષના તહેવારો ને લઇ ખ્રિસ્તી સમાજને તમામ વર્ગના લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે ભાઈચારા,માનવતાના સંદેશમાં આ તહેવારો સાથે ખ્રિસ્તી સમાજ દ્વારા સામાજિક સેવાના કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે.