- 2025 સુધીમાં ભારતમાં મોન્જારો બ્રાન્ડ નામ હેઠળ ઇન્જેક્ટેબલ દવા લોન્ચ કરાશે
ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા (ઓએસએ) એ એક ક્રોનિક સ્લીપ ડિસઓર્ડર છે જે ઊંઘ દરમિયાન વાયુમાર્ગના આંશિક અથવા સંપૂર્ણ અવરોધમાં વર્ગીકૃત થયેલ છે. જેમ જેમ નિંદ્રા સમયે ગળાના સ્નાયુઓ આરામ કરે છે તેમ, વાયુમાર્ગો સાંકડી થઈ જાય છે, જે શ્વાસ અને ઓક્સિજનના પ્રવાહમાં વિક્ષેપ પડે છે,જેના કારણે વારંવાર ઊંઘ ઉડી જાવી, સવારમાં માથાનો દુખાવો થવો તેમજ દિવસ દરમિયાન અતિશય થાક લાગે છે. ત્યારે ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાની સમયસર યોગ્ય સારવાર ન કરવામાં આવે તો, ઓએસએ હૃદય રોગ, ડાયાબિટીસ અને જ્ઞાનાત્મક ક્ષતિના જોખમને તે વધારી શકે છે. તેમજ તેની સારવાર કરવા માટે આરોગ્યની સંભાળ લઈ જીવનશૈલીમાં ફેરફાર કરવો અથવા સીપીએપી મશીનનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવતી હોય છે.
ત્યારે ઓબ્સ્ટ્રકટીવ સ્લીપ એપનિયા (ઓએસએ) થી પીડિત લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે, જે લોકો ઊંઘ દરમિયાન શ્વાસની અવ્યવસ્થા દ્વારા વર્ગીકૃત થયેલ છે તેમના માટે યુએસ એફડીએએ, પ્રથમ વખત, વજન ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતી એન્ટિ-ડાયાબિટીક દવા ણયાબજ્ઞીક્ષમ (શિંફિુયાશિંમય)ને મંજૂરી આપી છે, એલી લિલી 2025 સુધીમાં ભારતમાં આ દવાને લોન્ચ કરવાની યોજના ધરાવે છે, પરંતુ હજુ તેની મંજૂરી બાકી છે. આ સારવારથી વજન ઘટાડવામાં મદદ મળવાની અપેક્ષા છે, જે ઊંઘ દરમિયાન શ્વાસમાં સુધારો કરશે.
હાલમાં મધ્યમથી ગંભીર ઓએસએની સારવારમાં સીપીએપી અને ઇશ-ઙફા જેવા સહાયક શ્વાસોચ્છવાસના ઉપકરણોનો ઉપયોગ સામેલ છે. આ અંગે ઝેપબાઉન્ડ ઉત્પાદક એલી લિલીએ જણાવ્યું હતું કે તેઓ તમામ મંજૂરીઓ મેળવ્યા પછી 2025 સુધીમાં ભારતમાં મોન્જારો બ્રાન્ડ નામ હેઠળ ઇન્જેક્ટેબલ દવા લોન્ચ કરશે આ સાથે જ તેની કિંમત નક્કી કરવાની બાકી છે. તેણીએ વધુમાં જણાવ્યું હતું કે “ભારતમાં અમારી કિંમત નિર્ધારણ વ્યૂહરચના દવાની અસરકારકતાને પ્રતિબિંબિત કરશે અને તે પ્રકાર 2 ડાયાબિટીસ અને સ્થૂળતાના એકંદર આરોગ્ય અને આર્થિક બોજને ઘટાડવામાં નોંધપાત્ર મૂલ્ય લાવે છે.” સ્લીપ મેડિસિન રિવ્યુઝમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ અંદાજે, 104 મિલિયન ભારતીયો ઓએસએ ધરાવે છે તેમજ 47 મિલિયન લોકોમાં મધ્યમ અથવા ગંભીર ઓએસએ છે.”ઓએસએની એક સારવાર વજન ઘટાડવામાં તેમજ ઊંઘ દરમિયાન શ્વાસને સુધારવામાં મદદ કરે છે. તેથી, તે ચોક્કસપણે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. પરંતુ આપણે લાંબા ગાળાના પરિણામોની રાહ જોવી પડશે. સંભવિત આડ અસરો અને ઓએસએ દર્દીઓ માટે તે લાગુ પડે છે, “એક વરિષ્ઠ ડોક્ટરે જણાવ્યું હતું. ઓએસએ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિની ઉપરની વાયુમાર્ગ અવરોધિત થઈ જાય છે, જેના કારણે ઊંઘ દરમિયાન શ્વાસ લેવામાં વિક્ષેપ પડે છે. મેદસ્વી પુખ્ત વયના લોકોમાં મધ્યમથી ગંભીર ઓએસએ માટે ઝેપબાઉન્ડની મંજૂરી ટાઇપ 2 ડાયાબિટીસ વિનાના 469 પુખ્ત વયના બે રેન્ડમાઇઝ્ડ, ડબલ-બ્લાઇન્ડ, પ્લેસબો-નિયંત્રિત અભ્યાસ પર આધારિત હતી.