- સાપને ઘેર સાપ પરોણા
- મંગળવારે રાત્રે કરાયેલી એર સ્ટ્રાઇકમાં લમન સહિત સાત ગામોને નિશાન બનાવાયા
આતંકવાદને પનાહ આપનારું પાકિસ્તાન હવે પોતે જ આતંકવાદીઓથી પીડાતું હોય ત્યારે નાગના ઘેર નાગ આવ્યો તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન અને અફઘાન વચ્ચે હવે આતંકવાદ મુદ્દે સરહદી વિવાદ વકર્યો છે ત્યારે અફઘાનિસ્તાનમાં ટીટીપી આતંકવાદીઓની હાજરીને કારણે પાકિસ્તાન અને અફઘાન તાલિબાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ વધી રહ્યો છે. જ્યારે પાકિસ્તાન અફઘાન તાલિબાન પર આ આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ મૂકે છે, તાલિબાન ભારપૂર્વક કહે છે કે તે જૂથને સહકાર આપી રહ્યું નથી. આ વિવાદ વચ્ચે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કરતા 15 લોકોના મોત નીપજ્યા છે.
અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં પાકિસ્તાનના હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. મીડિયા અહેવાલો અનુસાર, મંગળવારે રાત્રે કરાયેલા હુમલામાં લમન સહિત સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યાં એક પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતા. સ્થાનિક સૂત્રોએ દાવો કર્યો છે કે, બોમ્બ ધડાકા માટે પાકિસ્તાની જેટ જવાબદાર હતા. અહેવાલો સૂચવે છે કે બરમાલના મુર્ગ બજાર ગામનો નાશ કરવામાં આવ્યો હતો. હવાઈ હુમલાને કારણે ગંભીર પ્રકારે નાગરિક જાનહાનિ થઈ છે અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે, જેના કારણે આ પ્રદેશમાં તણાવ વધ્યો છે.
મીડિયા અહેવાલ મુજબ, મંત્રાલયે કહ્યું કે તે તેમની જમીન અને સાર્વભૌમત્વની રક્ષા કરવાનો તેમનો કાયદેસરનો અધિકાર છે અને વઝિરિસ્તાનના શરણાર્થીઓ લક્ષ્યાંકમાં સામેલ હોવાનો દાવો કરીને હુમલાની નિંદા કરી હતી. જ્યારે પાકિસ્તાની અધિકારીઓએ હવાઈ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી નથી, ત્યારે સૈન્યની નજીકના સુરક્ષા સૂત્રોએ સૂચન કર્યું છે કે આ સ્ટ્રાઈકમાં સરહદ નજીક તાલિબાન સ્થાનોને નિશાન બનાવી હતી.
પાકિસ્તાન તાલિબાન અથવા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) એ તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાની સેના પર તેના હુમલામાં વધારો કર્યો છે, પાકિસ્તાને અફઘાન તાલિબાન પર આ આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખ્વારજામીએ, પાકિસ્તાનના દાવાને રદિયો આપ્યો હતો અને ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે હવાઈ હુમલામાં નાગરિકો, મોટાભાગે વઝીરિસ્તાનના શરણાર્થીઓ માર્યા ગયા હતા.
ખ્વારેઝ્મીએ જણાવ્યું હતું કે હુમલામાં ઘણા બાળકો અને અન્ય નાગરિકો શહીદ થયા હતા અને ઘાયલ થયા હતા, જોકે જાનહાનિની સત્તાવાર સંખ્યા આપવામાં આવી નથી. સૂત્રોએ જણાવ્યું કે મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને સર્ચ ઓપરેશન ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે.
વઝિરિસ્તાનના શરણાર્થીઓ એવા નાગરિકો છે જેઓ પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાં લશ્કરી કાર્યવાહીને કારણે વિસ્થાપિત થયા હતા. જો કે, પાકિસ્તાનનું કહેવું છે કે ટીટીપીના ઘણા કમાન્ડરો અને લડવૈયાઓ અફઘાનિસ્તાન ભાગી ગયા છે, જ્યાં તેમને સરહદી પ્રાંતોમાં અફઘાન તાલિબાન દ્વારા સુરક્ષા આપવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનમાં ટીટીપી આતંકવાદીઓની હાજરીને કારણે પાકિસ્તાન અને અફઘાન તાલિબાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ વધી રહ્યો છે. જ્યારે પાકિસ્તાન અફઘાન તાલિબાન પર આ આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ મૂકે છે, તાલિબાન ભારપૂર્વક કહે છે કે તે જૂથને સહકાર આપી રહ્યું નથી.
ટીટીપીના આતંકીઓને પનાહ આપવાનો પાકિસ્તાનનો અફઘાન પર આરોપ
પાકિસ્તાન તાલિબાન અથવા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) એ તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાની સેના પર તેના હુમલામાં વધારો કર્યો છે, પાકિસ્તાને અફઘાન તાલિબાન પર આ આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખ્વારજામીએ, પાકિસ્તાનના દાવાને રદિયો આપ્યો હતો અને ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે હવાઈ હુમલામાં નાગરિકો, મોટાભાગે વઝીરિસ્તાનના શરણાર્થીઓ માર્યા ગયા હતા.
અફઘાન હવે વળતો હુમલો કરે તો નવાઈ નહિ
સ્થાનિક સૂત્રોનો દાવો છે કે બોમ્બવર્ષા માટે પાકિસ્તાની જેટ જવાબદાર હતા. રિપોર્ટ્સથી સંકેત મળે છે કે બરમાલમાં મુર્ગ બજાર ગામ નષ્ટ થઈ ગયું. જેનાથી માનવીય સંકટ વધી ગયું હતું. હવાઈ હુમલાઓમાં મોટી સંખ્યામાં નાગરિકોને નુકસાન પહોંચ્યું છે અને મોટી તબાહી જોવા મળી છે. જેનાથી વિસ્તારમાં તણાવ વધી ગયો છે. તાલિબાનના રક્ષા મંત્રાલયે બરમાલ, પક્તિકા પર હવાઈ હુમલા બાદ જવાબી કાર્યવાહીની તૈયારી કરી લીધાના અહેવાલ મળી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે પોતાની જમીન અને સંપ્રભુતાની રક્ષા કરવી એ તેમનો હક છે અને હુમલાની નિંદા કરતા દાવો કર્યો કે ટાર્ગટે કરાયેલા લોકોમાં ’વજીરિસ્તાની શરણાર્થી’ સામેલ હતા.