રાજેન્દ્ર કોલોની પાસે આવેલી ફુલેશ્વરી કિરાણા અને જય જલારામ ફ્લોર ફેક્ટરીમાંથી જથ્થો ઝડપાયો
- રેશનકાર્ડ ધારકો પાસેથી સરકારી અનાજ લઇ ઊંચા ભાવે થતું વેચાણ ઝડપાયું
- કુલ કિંમત 2,68,592 નો જથ્થો જપ્ત કરી ગોડાઉન ખાતે મોકલી કાર્યવાહી હાથ ધરી
મહેસાણાના વિસનગરથી સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો હતો. રાજેન્દ્ર કોલોની પાસે આવેલી ફુલેશ્વરી કિરાણા અને જય જલારામ ફ્લોર ફેક્ટરી થી જથ્થો ઝડપાયો હતો. ત્યારે રેશનકાર્ડ ધારકો પાસેથી સરકારી અનાજ લઇ ઊંચા ભાવે બજારમાં વેચાણનો ગોરખ ધંધો થતો હોવાનું ખુલ્યું હતું. તેમજ નાયબ પુરવઠા મામલતદારે સ્ટાફ સાથે ચેકિંગ કરી ઘઉંનાં 154 કટ્ટા અને 35 કટ્ટા ચોખા નો જથ્થો સીઝ કર્યો હતો. આ સાથે કુલ કિંમત 2,68,592 નો જથ્થો ચીઝ કરી પુરવઠા ગોડાઉન ખાતે મોકલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મક્તી માહિતી અનુસાર, વિસનગર મહેસાણા રોડ ઉપર આવેલી રાજેન્દ્ર કોલોની પાસે આવેલી ફુલેશ્વરી કિરાણા સ્ટોર અને જયજલારામ ફ્લોર ફેકટરીવાળા રેશનકાર્ડ ધારકો પાસેથી સરકારી અનાજનો જથ્થો વેચાણ લઈ ઉંચા ભાવે ગંજબજારમાં વેચાણ કરે છેતેવી હકીકત આધારે નાયબ પુરવઠા મામલતદારે સ્ટાફ સાથે ચેકિંગ કરી ઘઉં 154 કટ્ટા અને 35 કટ્ટા ચોખા કિં.રૂ.2,68,512નો જથ્થો મળી આવતાં જથ્થો સીઝ કરી અનાજ પુરવઠા ગોડાઉન ખાતે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વિસનગર મામલતદાર ઓફિસમાં પુરવઠા નાયબ મામલતદારને ફોન પર હકીકત મહેશભાઈ પી રાઠોડએ આપી હતી કે જેમાં વિસનગર મહેસાણા રોડ ઉપર આવેલી રાજેન્દ્ર કોલોનીની બાજુમાં આવેલી ફુલેશ્વરી કિરાણા સ્ટોર અને જય જલારામ ફેકટરી(અનાજ દરવાની ઘંટી)વાળા પટેલ બિપીનભાઈ ફુલચંદભાઈ રેશનકાર્ડ ધારકો પાસેથી પોતાને ત્યા સરકારી અનાજ વેચાણ લઈ જે જથ્થો એકત્ર કરી ઉંચા ભાવે ગંજ બજારમાં વેચાણ કરે છે. જે આધારે નાયબ મામલતદાર પુરવઠા યોગેશ શર્મા અને તેમની ટીમ દ્વારા ઉપરોક્ત જગ્યાએ અચાનક ચેકિંગ હાથધરતાં ઘઉંના 154 પ્લાસ્ટિકના કટ્ટા 7,329 કિલો કિં.રૂ.1,97,883 અને ચોખાના 35 કટ્ટા 1,811 કિલો કિં.રૂ.70,629નો કુલ 2,68,512નો જથ્થો મળી આવતાં સીઝ કરી ઘઉં અને ચોખાનો જથ્થો નાગરિક પુરવઠાના ગોડાઉન ખાતે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જે અહેવાલ મહેસાણા જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીએ મોકલી આપ્યો હોવાનું જણાવ્યું હતુ.
અહેવાલ: કિશોર ગુપ્તા