- 30 થી વધુ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ 1550 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી
- રિપોર્ટર: જીજ્ઞેશ ખોખર
- કેમેરામેન: જયદીપ ત્રિવેદી
સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ એવા ગોવિંદભાઈ ધોળકિયા અને હરીશ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટની આરકે યુનિવર્સીટી દ્વારા 21 ડિસેમ્બર 2024નાંદિવસે બારમા પદવીદાન સમારંભ (કોન્વોકેશન સેરેમની)નું આયોજન થયું હતું.
બાર વર્ષથી આયોજિત થતું આરકે યુનિવર્સિટીનું કોન્વોકેશન આપણી મૂળ ભારતીય પરંપરાને ધ્યાનમાં રાખીને ઉજવવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ પારંપરિક ભારતીય ડ્રેસ કોડમાં જ તેમના માતા-પિતાનાં હસ્તે જ ડિગ્રી મેળવે છે. આ વર્ષે 1550થી વધુ વિદ્યાર્થીઓએ ડીગ્રી મેળવી હતી.
30થી વધુવિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા 50 જેટલી પીએચ.ડી. ડિગ્રી પણ એનાયત કરવામાં આવી હતી. આ સમારંભમાં હાજર ખોડિદાસ પટેલ (પ્રેસિડેંટ, આર.કે. યુનિવર્સિટી), ગોવિંદભાઈ ધોળકિયા, હરીશ મહેતા, ડેનિશ પટેલ, મોહિત પટેલ અને ડો. અમિત લાઠીગરા એ એમનો ઉત્સાહ વધારી આશીર્વાદ પાઠવ્યા હતા.
કોન્વોકેશનમાં હાજર એક વાલીએ જણાવ્યુ હતું કે ‘અમે આ પારંપરિક પદ્ધતિ કે જ્યાં અમે અમારા બાળકોને ડિગ્રી આપીએ છીએ, તેના દ્વારા ખૂબ પ્રભાવિત અને ખુશ છીએ. અમે માતાપિતા તરીકે અમારા સંતાનના જન્મથી જ આ ક્ષણને જોવાની રાહ જોતાં હોઈએ છીએ અને આ આયોજન અમારા હૃદયને સ્પર્શી ગયું.’
આ ઉપરાંત કોનવોકેશન દરમ્યાન ભારતી દીદીને તેમનાં કાર્યો દ્વારા સમાજમાં હકારાત્મક પરિવર્તન લઈ આવવા માટે તેમને ‘કે.એસ. પટેલ સોશિયલ ઇમપેક્ટ એવોર્ડ 2024’ થી બિરદાવવામાં આવ્યાં હતાં.
જે વિદ્યાર્થીનું વ્યક્તિત્વ સારું હશે તે ડોક્ટર -એન્જિનિયરની ભૂમિકા સારી રીતે ભજવી શકશે: ડો. પ્રિયાંશુ રાઠોડ
અબતક સાથેની ની વાતચીત સાથે ડો. પ્રિયાંશુ રાઠોડ એ જણાવ્યું હતું કે, આર કે યુનિવર્સિટી નો એક પર્વ છે કે એટલે કે 12 માં કોનવોકેસેન છે કે જે પ્રકારનો ઉત્સવ છે અને સ્ટુડન્ટમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે વિદ્યાર્થીઓની મહેનત જે છે તે આખરે રંગ લાવી છે કે જેવો ગ્રેજ્યુએટ પ્રોગ્રામ કે માસ્ટર કરે છે તેમાં કે ગોલ્ડ મેડલ હોઈ કે પછી પીએચડી લેવલની હોય કે તેમને એક યોગ્ય સ્થાન મળે અને તેમને તેમની મહેનતનું પરિણામ તેમને મળ્યું છે, તે માટે સ્ટેજ ઉપર આવીને માતા-પિતાના હાથે તેમને એવોર્ડ આપવામાં આવશે અને આ અવોર્ડ તેમને તેમના માતા-પિતાના હાથે મળે તેનાથી ઉત્તમ શું હોઈ શકે, આશરે 10,000 થી વધુ વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે આ કોલેજની અંદર 35 થી વધુ દેશોના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને ભારતના અલગ અલગ 25 થી વધુ અલગ અલગ રાજ્યના વિદ્યાર્થીઓ પણ આર કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે આ કાર્યક્રમ માં 1300 થી વધુ વિદ્યાર્થીઓને પદવી આપવા મા આવી છે.
આ કાર્યક્રમની રચના છેલ્લા 15 થી 20 દિવસથી કરવામાં આવી રહી છે અને ડિગ્રી છે તે માતા-પિતાના હાથે આપવામા આવ્યા હતા, આર કે યુનિવર્સિટી ની એક વિઝન છે કે વિદ્યાર્થી ડોક્ટર બને કે એન્જિનિયર પણ સૌ પ્રથમ તેનું વ્યક્તિત્વ બહુ સારું હોવું જોઈએ એનું કારણ છે કે સારો વ્યક્તિ ડોક્ટર હશે એન્જિનિયર હશે કે કોઈપણ ફિલ્ડમાં જશે પણ તેનો સ્વભાવ સારો હશે તો એ સફળ થઈ હવે ટેકનોલોજી પ્રમાણે ભણતર હવે થોડું સરળ બન્યું છે ત્યારે અત્યારે વર્ગખંડમાં તો ભણતર મળી જ રહે છે પરંતુ વર્ગખંડ ની બહાર પણ ભણતર મળી રહે છે તેનાથી વિદ્યાર્થીઓને સરળતાથી સમજી શકે છે.