- 8 વર્ષની દીકરી સાથે દુ-ષ્કર્મનો પ્રયાસ કર્યો
- પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે
- પોલીસે નરાધમની કરી ધરપકડ
સુરત શહેરને ફરી શરમ શાર કરતી ઘટના સામે આવી છે. ત્યારે ફરીએકવાર સુરતમાં નરાધમ ચોકલેટની લાલચ આપી 8 વર્ષની બાળકીને અવાવરું જગ્યાએ લઇ જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પાડોશ મહિલાની નજર પડતા મહિલાની સતર્કતાથી બાળકી બચી ગઈ હતી. આ દરમિયાન માતા પિતાએ વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે નરાધમની ધરપકડ કરી હતી.
અનુસાર માહિતી મુજબ, સુરતમાં 8 વર્ષીય બાળકીને ચોકલેટ આપવાના બહાને એક ઇસમે શારીરિક અડપલા કર્યા હતા. જો કે પાડોશમાં રહેતી મહિલા જોઈ જતા તેની સતર્કતાથી આ મામલો સામે આવ્યો હતો. તેમજ હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી પાડી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરતના વેસુ વિસ્તારમાં 8 વર્ષીય બાળકી તેના પરિવાર સાથે રહે છે. બાળકી ઘર પાસે ઉભી હતી ત્યારે ઘર નજીક રહેતો આરોપી બાળકીને ચોકલેટ આપવાના બહાને પોતાની પાસે બોલાવીને અવાવરું જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરતો હતો. આ દરમ્યાન પડોશમાં રહેતી મહિલા જોઈ જતા તેણે બુમો પાડી હતી. તેમજ આ મહિલાની સતર્કતાના કારણે બાળકી સાથે અઘટિત ઘટના બનતા રહી ગઈ હતી. આ સમગ્ર મામલે વેસુ પોલીસ મથકે પહોંચતાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. હાલ આરોપીને પકડીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ આ મામલે આરોપી વિરુદ્ધમાં FIR દાખલ કરવામાં આવી છે. પડોશમાં રહેતી મહિલાની સતર્કતા અને હિમ્મતના કારણે ગંભીર અપરાધ થતો હોવાથી રહી ગયો છે. હાલ આરોપીને પકડીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.