- 23 દીકરીઓને પોતીકી બનાવી 250 જેટલી વસ્તુઓ આણુ સ્વરૂપે સોંયથી માંડી સોનાના દાગીના સહિતની ભેટ અપાશે
દેશ-વિદેશમાં જાણીતું દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ અને સંજયભાઈ ધમસાણીયા પરિવાર દ્વારા માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ એક દિવ્યાંગ સહિત 23 દીકરીઓ વહાલુડીઓનો ઐતિહાસિક – જાજરમાન શાહી લગ્નોત્સવ વહાલુડીના વિવાહ 7 આગામી તારીખ 29 ડીસેમ્બર 2024 રવિવરના રોજ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને આંગણે યોજાનાર છે.
વહાલુડીના વિવાહ 7 ની તૈયારીઓ છેલ્લા બે માસથી ચાલી રહેલ છે અને આયોજનમાં કોઈ કચાશ ન રહે, પ્રસંગ ઐતિહાસિક બની રહે, તમામ વહાલુડીઓ રાજી થઇને જાય તે માટે 171 થી વધુ કાર્યકર્તા ભાઈઓ-બહેનોની દેવદુર્લભ ટીમ પોતાની બહેન, દીકરીને, નણંદને સાસરે વળાવતા હોય તેવા પવિત્ર ભાવથી ઉત્સાહથી કાર્યરત છે.
વહાલુડીના વિવાહમાં પ્રભુતામાં પગલા પાડનાર તમામ દીકરીઓને સોઇથી માંડીને સોનાની વસ્તુ તેમજ જીવન જરૂરીયાતની રરપ જેટલી વસ્તુઓનો સમૃધ્ધ કરીયાવર આપવામાં આવનાર છે તે આણુ દર્શન કાર્યક્રમ, દીકરીઓનો ડાંડીયા રાસ કાર્યક્રમ, પહેલા થેલેસેમીયા ટેસ્ટ પછી જ સગાઈ કે લગ્નના સુત્રને સાકાર કરવા તમામ 23 દીકરી-જમાઇના થેલેસેમીયા ટેસ્ટ પણ કરવામાં આવ્યા તેમજ દીકરીનું સાંસારીક જીવન સુખમય બની રહે તે માટેની શીખ આપતો જાણીતા મોટીવેશનલ સ્પીકર ડો. પ્રદીપભાઈ જોબનપુત્રાનો ‘સંબંધોની સાચવણી’ વિષય પર પ્રેરણાદાયી કાર્યક્રમ રાખવામાં આવેલ તેમજ આવનાર દિવસોમાં મહેંદી રસમ, કંકુ પગલા, દીકરીઓની થીમ પરનો સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રવિવાર તારીખ 29-12 ના રોજ સમાજના પાંચ હજારથી વધુ સાધુ-સંતો, ધર્માચાર્યો, જાહેર જીવનના અગ્રણીઓ, રાજકીય મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ટીઓ અને મોંઘેરા મહેમાનોની હાજરીમાં લગ્નોત્સવ યોજાશે.
વહાલુડીના વિવાહ-7 નું આયોજન યાદગાર-દિવ્ય-ભવ્ય રીતે સંપન્ન થાય કોઈ પણ બાબત ચૂકી ન જવાઈ તે માટે માઇક્રોપ્લાનીંગ કરી કાર્યાલય સમિતી, વાહનવ્યવહાર સમિતી, સ્વાગત સમિતી, રજીસ્ટ્રેશન સમિતી, બ્યુટી પાર્લર સમિતી, ભોજન સમિતી, સ્ટેજ સમિતી,, કરીયાવર સમિતી સહિતની 2પ જેટલી કમિટીઓ બનાવી જવાબદારી સોંપવામાં આવેલ છે તમામ કમીટીમાં શહેરના ઉદ્યોગપતિઓથી લઈને સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, તમામ સ્તરના લોકો જોડાયા છે.
તમામ કમીટીમાં કમીટી મેમ્બર તરીકે જીજ્ઞેશ આદ્રોજા, બાબુભાઈ માંગરોલીયા, નીતીનભાઈ ખુંટ, ગીરીશભાઈ પાંભર, જયેન્દ્રભાઈ મહેતા, પરિમલભાઈ પંડયા, હસુભાઈ શાહ, નૈષધ વોરા, જીતુભાઈ ગાંધી, વિપુલભાઈ ભટ્ટ, દિનેશભાઈ ગોવાણી, હર્ષદ મહેતા, વીરેન્દ્ર સંઘવી, આર. ડી. જાડેજા, જયપાલસિંહ ઝાલા, અતુલ વોરા, પ્રવિણભાઈ નિમાવત, અરૂણ નિર્મળ, શૈલેષ દવે, સુકેતુ વજરીયા, આશિષ વ્યાસ, ચેતન વોરા, દક્ષિણભાઈ જોષી, શરદ દવે, ડો. ચીરાગ ગાંધી, ડો. દીપક પારેખ, પારસ મોદી, જીજ્ઞેશ પુરોહીત, હરેશ ચૌહાણ, નરેન્દ્રસિંહ ચૌહાણ, રાજદીપ શાહ, પ્રતિક મહેતા, ચેતન મહેતા, સાવન ભાડલીયા, વિમલ પાણખણીયા, કેતન પારેખ, કેતન મેસવાણી, જયેશ તન્ના, વિજય બાબરીયા, ધર્મેશ તન્ના, પ્રનંદ કલ્યાણી, મનિષ પટેલ, પ્રકાશ ગાંગડીયા, દિપક કલ્યાણી, સાગર પટેલ, ધર્મેશ કલ્યાણી, અમરીશ ગાદેશા, હિતેષ બગડાઈ, હેમિર પરમાર, હેમાંગ કલ્યાણી, હરેશ દોશી, યોગેશ પારેખ, યતિન ધ્રાફાણી, સાવન વાજા, મનોજ અંબાણી, ઉપીન ભીમાણી, ચેતન વ્યાસ, પ્રશાંત ગાંગડીયા, રમેશ ઢોલરીયા, મીહીર ગોંડલીયા, કામેબ માજી, હરેશ દવે, મોન્ટુ પાલીવાલ, સહિતના ઉત્સાહી સમર્પિત, નિષ્ઠાવાન, દેવદુર્લભ કાર્યકર્તાઓ જવાબદારી સુપેરે નીભાવી રહયા છે.
વહાલુડીના વિવાહના આયોજનમાં દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના ટ્રસ્ટીઓ, સલાહકાર સમિતિના સભ્યો, કોર કમીટીના સભ્યો, શુભેચ્છકો, સ્વજનો, કારોબારી સભ્યો, અને મહિલા કમીટીના તમામ 171 સભ્યોનો સમગ્ર પરિવાર કાર્યરત છે.
વહાલુડીના વિવાહના સમગ્ર આયોજનને આખરી ઓપ મુકેશભાઈ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, કિરીટભાઈ આદ્રોજા આપી રહયા છે. વિશેષ માહીતી, પૂછપરછ માટે અનુપમ દોશી 9428233796, સુનિલ વોરા 98રપર17320, નલિન તન્ના 98રપ76પ0પપ નો સંપર્ક સાધવો.
અબતકની શુભેચ્છા મુલાકાતે ડો. ફાલ્ગુની બી. કલ્યાણી, ગીતાબેન એ. પટેલ, અલ્કાબેન ડી. પારેખ, ગાર્ગીબેન જી. ઠકકર, કૌશીકાબેન એમ જીવરાજાની, ગીતાબેન વોરા, મોસમીબેન એચ. કલ્યાણી, વર્ષાબેન આસોદરીયા, વર્ષાબેન પોપટ, રૂપાબેન એ વોરા મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા હતા.
વહાલુડીના વિવાહનો સેવાયજ્ઞ સમાજ માટે આશિર્વાદરૂપ :ફાલ્ગુની કલ્યાણી
અબ તકની શુભેચ્છા મુલાકાતે આવેલા ડો ફાલ્ગુની કલ્યાણીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દરેક વર્ગના પરિવાર માટે સંતાનોના લગ્ન સમયસર અને યોગ્ય રીતે થાય તે માટે ચિંતા રહેતી હોય છે, દીકરીને સ્વમાન ભેર સાસરે વળાવવું એ દરેક પરિવારનું સપનું હોય છે ત્યારે દીકરીના ઘર વૃદ્ધાશ્રમ દ્વારા દર વર્ષે વ્હાલુડીના વિવાહ ના સેવાના મહાયજ્ઞમાં જરૂરિયાતમંદ ગરીબ પરિવારની દીકરીઓ ને માનભેર સાસરે વળાવવાનું એક અભિયાન ચલાવવામાં આવે છે વાલુડીના વિવાહ અભિયાન માત્ર દીકરીઓના વાલીઓ જ નહીં પરંતુ સમાજ માટે પણ આશીર્વાદરૂપ બની રહ્યું છે દીકરા નું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા વાહલુડી વિવાહનું ઐતિહાસિક જાજરમાન શાહી લગ્ન ઉત્સવ તારીખ 29 ને રવિવારે રાજકોટ ખાતે યોજવા જઈ રહ્યા છે ત્યારે વાહલુડી વિવાહ 7ની તૈયારીઓ છેલ્લા બે માસથી ચાલી રહી છેવાહલુડી ના વિવાહમાં જેના જીવનમાંથી પિતા સમાન મેઘધનુષરૂપી રંગો ઈશ્વરે છીનવી લીધા છે એવી દીકરીઓના લગ્નના ઓરતા માં કોઈ ખોટ ન રહી જાય તે માટે દીકરાના ઘરનાના સભ્યો દ્વારા રાત દિવસ એક કરીને દીકરીઓને સમૃદ્ધ કરિયાવર આપીને ભારે હૈયે સાસરે વળાવવામાં આવશે
દીકરીઓના જીવનમાંથી પિતા નો પ્રેમ છીનવાઈ ગયો છે તેવી દીકરીઓના માતા-પિતા બનીને દીકરીઓને લગ્ન માટેની તમામ ઈચ્છાઓ પૂરી કરવામાં આવે છે સર્વ પ્રથમ વિચાર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી આવ્યો હતો ત્યારથી જ આ વિચારને બીડું ઝડપી લીધું છે અમારા કમિટીના મેમ્બરોને પોતાની એ જ દીકરી છે તેવો ભાવ રાખીને કાર્ય કરે છે વાલુડીના વિવાહમાં દર વર્ષે યોજાવવા માટે ની દીકરીઓને સગાઈ થઈ ગયેલી હોય એ આ જાજરમાનમાં લગ્ન ઉત્સવ માં ભાગ લેવા માટે એક એક વર્ષ રાહ જોવે છે વિવાહ માં આણુ દર્શન મહેંદી રસમ તેમજ દીકરી વહાલનો દરિયો દાંડીયારાસ માંડવાની વિધિ થેલેસેમિયા ચેકઅપ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે