- 352 જેટલા સ્પર્ધકોએ લીધો ભાગ
- 650 પગથીયા ચડવા અને ઉતરવાની સ્પર્ધા યોજાઈ
- વિજેતાઓને તંત્ર દ્વારા સિલ્ડ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરાયા
- સમગ્ર કાર્યક્રમનું લાઇવ ટેલીકાસ્ટ કરાયું
ધોરાજી તાલુકા ના પાટણવાવ ઓષમ ડુંગર ખાતે રાજ્ય કક્ષાની આરોહણ –અવરોહણની સ્પર્ધા યોજાઈ હતી. રાજ્ય સરકારની રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 થી 18 વર્ષની ઉમરના ભાઇઓ અને બહેનો માટે 650 પગથીયા ચડવા અને ઉતરવાની સ્પર્ધા યોજાઈ હતી. છેલ્લા પાંચ વરસથી યોજાતી આ સ્પર્ધામાં આ વર્ષે 352 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમજ વિજેતાઓને તંત્ર દ્વારા સિલ્ડ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા તેમજ સરકારી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા વાઇ-ફાઇ સીસ્ટમથી આ કાર્યક્રમને લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર, ધોરાજી તાલુકા ના પાટણવાવ ઓષમ ડુંગર ખાતે રાજ્ય કક્ષાની આરોહણ -અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. રાજ્ય સરકાર ની રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવુતિ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે સ્પર્ધા યોજાઈ. જેમાં છેલ્લાપાંચ વરસ થી યોજાઈ છે સ્પર્ધા આજે 352 જેટલા સ્પર્ધકો એ ભાગ લીધો હતો, તેમજ સ્પર્ધામાં વિજેતાઓને સિલ્ડ તેમજ રોકડ પુરસ્કાર તંત્ર દ્વારા એનાયત કરવામાં આવ્યા હતી.
રાજ્યકક્ષાની ઓષમ ડુંગર ઉપર આરોહણ -અવરોહણ સ્પર્ધામાં ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા તેમજ સરકારી તંત્ર ના અધિકારીઓ હાજર રહ્યા હતા. અત્યાધુનિક ટેકનોલોજી વાઇ-ફાઇ સીસ્ટમથી આ કાર્યક્રમને લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવે છે ઓસમ તળેટીથી માત્રી માતા મંદિર અને ટપકેશ્વર મહાદેવ મંદિર સુધી 6 કેમેરા લગાવી જીવંત પ્રસારણ કરી સીડીઓ ઉપર ચડતા – ઉતરતા ખેલાડીઓ જોઈ શકાય છે.
ગુજરાત રાજયના વિવિધ જિલ્લાના 14 થી 18 વર્ષની વય મર્યાદા ધરાવતા ખેલાડીઓની સાહસિકતાને આહવાન આપવા આ સ્પર્ધાનું આયોજન હાથ ધરાય છે. જેમા ભાઇઓ અને બહેનો માટે ૬૫૦ પગથીયા ચડવા અને ઉતરવાની આ સ્પર્ધા યોજાય છે.
રાજય સરકારશ્રી દ્વારા આ સ્પર્ધામાં પ્રથમને રૂા.25,000 /-, દ્રિતિયને રૂા.20,000/-, તુતિયને રૂા.15,000/- ચતુર્થને રૂા.12,000/-, પાંચમાંને રૂા. 10,000/-, છઠ્ઠાને રૂા. 9,000/-, સાતમાને રૂા. 8,000/-, આઠમાને રૂા. 7,000/-, નવમાને રૂા. 6,000/- અને દસમા ક્રમને રૂા. 5,000/- લેખે રોકડ પૂરસ્કાર આપવામાં આવ્યું હતું. જે ભાઈઓ-બહેનો સ્પર્ધકો ને કુલ બન્ને વિભાગના મળીને કુલ રૂપિયા બે લાખ ચોત્રીસ હજાર પૂરાના રોકડ પૂરસ્કાર આપવામાં આવ્યા હતા.
અહેવાલ: કૌશલ સોલંકી