- સુરેન્દ્રનગર જિલ્લો દારૂની હેરાફેરીનું ‘પીઠું’ બન્યું
- સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યાની કલાકો બાદ જ દસાડા પોલિસે રૂ.15.77 લાખની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો ઝડપ્યો
- પુંઠાની આડમાં રાજસ્થાનથી 3036 બોટલ દારૂ અને 432 ટીન બિયર ભરી ગાંધીધામ જતો ટ્રક પકડી લેવાયો
સુરેન્દ્રનગર જિલ્લો દારૂનું પીઠું બનતું જઈ રહ્યું હોય તેવા અહેવાલ છાસવારે સામે આવતા હોય છે. ત્યારે વધુ એકવાર સુરેન્દ્રનગર જિલ્લામાંથી અંદાજિત અડધા કરોડની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ચોટીલાના નવાગામેથી દારૂ ભરેલું ટેન્કર ઝડપી રૂ. 31.02 લાખની કિંમતનો દારૂ ઝડપી લીધા બાદ ગણતરીની કલાકોમાં જ દસાડા પોલીસે જૈનાબાદ રોડ પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપી રૂ. 15.77 લાખની કિંમતની દારૂની 3036 બોટલ અને 432 બિયરના ટીનનો જથ્થો કબ્જે કર્યો છે.
દસાડા પોલીસ ટીમે બાતમીના આધારે દસાડા જૈનાબાદ રોડ પરથી મિનિ ટ્રકમાં પાપડના પુંઠાની આડમાં વિદેશી દારૂની હેરફેરનો પર્દાફાશ કરી વિદેશી દારૂ, બીયર તેમજ ટ્રક સહીત કુલ રૂા.27,05,532ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
દસાડા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનથી વિદેશી દારૂ ભરેલ મીની ટ્રક ગાંધીધામ તરફ જઇ રહ્યો છે. જે બાતમીના આધારે દસાડા પોલીસ ટીમે દસાડા જૈનાબાદ રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળો મીની ટ્રક પસાર થતાં દસાડા પોલીસે ટ્રકને અટકાવી તલાશી લેતા ટ્રકમાં પાપડના પુંઠાની આડમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં વિદેશી દારૂની અલગ અલગ નાની મોટી બોટલો નંગ 3036 તેમજ બીયરના 432 ટીન સહીત કુલ રૂ.15,77,532ની કિંમતનો વિદેશી દારૂ તેમજ બીયરનો જથ્થો તેમજ પાપડના બોક્ષ અને મીની ટ્રક સહીત કુલ રૂ. 27,05,532ના મુદ્દામાલ સાથે અશોકકુમાર શંકરલાલ સોઢા અને તિલોકચંદ પેમારામ બાબુને ઝડપી લીધા હતાં. પોલીસના હાથે ઝડપાયેલા બન્ને શખ્સોની પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનમાંથી સુભાષ બિશ્નોઈએ ભરી આપ્યો હોવાની અને ગાંધીધામ ખાતે ભરત ખોડુભા ગઢવી નામના શખ્સને આપવાનો હોવાની કબુલાત કરતા દસાડા પોલીસ મથકે કુલ 4 શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.
દારૂની 11 ફેક્ટરીઓએ 13 હજાર કરોડના ટેક્સનો ગફલો કર્યો
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં 11 દારૂની ફેક્ટરીઓ દ્વારા આવકવેરા વસૂલાતના અનુપાલન ઓડિટમાં વેચાણની નોંધપાત્ર અન્ડર-રિપોર્ટિંગ બહાર આવી છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે અનુમાન લગાવ્યું છે કે આ 10 વર્ષના સમયગાળામાં લગભગ રૂ. 12,800 કરોડનો ટેક્સનો ગફલો થયો છે.
ગયા અઠવાડિયે સંસદમાં રજૂ કરાયેલ સીએજી રિપોર્ટમાં ડિસેમ્બર 2022 સુધીના 10 વર્ષના સમયગાળા માટે આ 11 ડિસ્ટિલરીઝ અને બ્રુઅરીઝના વેચાણની સમીક્ષા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં એક ડિસ્ટિલરી સામેના કેસમાં, સીએજીએ જણાવ્યું હતું કે તેના ઓડિટમાં રૂ. 1,378 કરોડના વેચાણની કથિત અંડર-રિપોર્ટિંગ મળી છે, જેમાં રૂ. 448 કરોડનો ટેક્સ લાગુ થયો છે. “જ્યારે ડિસ્ટિલરીએ તેના નફા અને નુકસાનના ખાતામાં રૂ. 4,036 કરોડના વેચાણની જાણ કરી હતી, ત્યારે યુપી એક્સાઇઝ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે કરદાતા દ્વારા નોંધાયેલ વેચાણ રૂ. 5,414 કરોડ હતું,” કેગે જણાવ્યું હતું. ઓડિટમાં જણાવ્યું હતું કે આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2011-12 થી 2013-14 દરમિયાન રૂ. 1,378 કરોડના વેચાણને સ્વીકાર્યું હતું, જેના પરિણામે વ્યાજની અસરને બાદ કરતાં રૂ. 448 કરોડના કર સહિતની આવકની ગણતરી કરવામાં આવી હતી. સીએજી ને આવકવેરા આકારણી એકમોની કામગીરીમાં ખામીઓ જોવા મળી છે, જ્યાં તેણે નિરીક્ષણ કર્યું હતું કે “આવકવેરા વિભાગ પાસે ઉપલબ્ધ માહિતીનો આકારણી એકમો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.” તેમાં જણાવ્યું હતું કે કરદાતાઓ પાસેથી આકારણી અધિકારી દ્વારા વિગતો મેળ ખાતી નથી,
જેના પરિણામે રૂ. 12,781 કરોડની કર અસર થઈ છે.
ઓડિટરે સીબીડીટીને ડિસ્ટિલરી અને બ્રૂઅરીઝનું મૂલ્યાંકન કરતી વખતે રાજ્ય આબકારી અધિકારીઓ પાસેથી નાણાકીય વ્યવહારોની માહિતી/વિગતો ફરજિયાતપણે મંગાવવા માટે એસઓપી /એમઓપી જારી કરવાનું વિચારવાનું કહ્યું છે. આવકવેરા વિભાગની પ્રણાલીગત નિષ્ફળતા દર્શાવતા, સીએજીએ શોધી કાઢ્યું હતું કે ડિસ્ટિલરીઝના ખાતામાં ખર્ચ તરીકે મોટી માત્રામાં ડિસ્કાઉન્ટ, રાહતો વગેરેની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે આવા દાવાની વાસ્તવિકતા ચકાસવામાં આવી ન હતી.
એસએમસીએ ચોટીલાના નવાગામની સીમમાં ટેન્કરમાંથી શરાબની 5433 બોટલ ઝડપી
સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન ઝાલાવાડના ચોટીલા તાલુકાના નવાગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ વેળાએ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે દપાડો પાડી રૂપિયા 31 લાખની કિંમતના 54 33 બોટલ વિદેશી દારૂ સાથે નવા ગામના વિજય ચૌહાણની ધરપકડ કરી છે. સ્થળ પરથી દારૂ અને ત્રણ વાહનો મળી રૂપિયા 66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછ માં દારૂનો જથ્થો મંગાવનાર ગુંદા ગામના રાજુ પરાલીયા ને ચતુર પરાલીયા સહિત બંને ભાઈઓ મળી 10 શખ્સોની શોધખોળ હાથ ધરી છે. 31મી ડિસેમ્બર પૂર્વે બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂની ફેરા ફેરી કરતા હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલના વડાને ધ્યાને આવતા સ્ટાફને વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવા આપેલી સૂચનાને પગલે પીએસઆઇ એસ વી ગળચર સહિતના સ્ટાફે ચોટીલા નજીક પેટ્રોલિંગમાં હતા. ત્યારે ચોટીલા તાલુકાના નવાગામ રહેતા કમલેશ
ભીમજી ઢોલાના ફાર્મ હાઉસમાં જીજે-12-બીટી-9829 નંબરના ટેન્કર માંથી વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી રૂપિયા 31 લાખની કિંમતમાં 5433 બોટલ દારૂ સાથે નવા ગામનો વિજય મંગા ચૌહાણની ધરપકડ કરી દારૂ અને પાંચ વાહનો મળી રૂપિયા 66 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. ઝડપાયેલા વિજય ચૌહાણની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો ચોટીલા તાલુકાના ગુંદા ગામનો રાજુ શિવા પરાલીયા અને તેનો ભાઈ ચતુર સેવા પરાલીયાએ દારૂ મંગાવી કટીંગ કરતા હોવાનું જણાવ્યું હતું જ્યારે રાજકોટના નવાગામનો રાહુલ ઉર્ફે ઢબુ બાબરીયા, ચોટીલાના નવા ગામનો મુકેશ ઉર્ફ મૂકો હકાભાઇ કોળી, ટેન્કરના ચાલક ,મહેન્દ્ર પીકપ નો ચાલક અશોક લેલન દોસ્ત નો ચાલક અને માલિક નાસી જતા ગયા છે જ્યારે દારૂનો જથ્થો મોકલનાર સહિત 10 શખ્સો સામે ગુનો નોંધે શોધખોળ હાથ ધરી છે.