- કાર્યક્રમમાં મહાનુભવો, શિક્ષકો, વિધાર્થીઓ તથા શહેરીજનો વિશાળ સંખ્યામાં જોડાયા
- કાર્યક્રમમાં ધારાસભ્ય સહીત અનેક અગ્રણીઓ રહ્યાં ઉપસ્થિત
અંજાર નગરપાલિકા દ્વારા અંજાર શહેરના 1480માં સ્થાપના દિવસની વિધિવત રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમજ શોભાયાત્રા નગરપાલિકા કચેરી મધ્યેથી ઢોલ અને શરણાઈ સાથે નિકળી હતી. જેમા કળશધારી બાલિકાઓ તેમજ મહાનુભવો, એન.સી.સી ના કેડેટ, પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ તથા શહેરીજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે વિશેષ કાર્યક્રમ યોજાયા હતા. તેમજ ધારાસભ્ય ત્રિકમ છાંગાએ પોતાના વક્તવ્યમાં શહેરીજનોને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને સન્માનિત થયેલા લોકો અને સંસ્થાઓને શુભકામના પાઠવી હતી. કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર અને શિક્ષકગણ તથા અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીઓએ સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, અંજાર નગરપાલિકા ધ્વારા અંજાર શહેરના 1480માં સ્થાપના દિવસની વિધિવત રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે એક શોભાયાત્રા અંજાર નગરપાલિકા કચેરી મધ્યેથી ઢોલ અને શરણાઈ સાથે નિકળી હતી. જેમા કળશધારી બાલિકાઓ તેમજ મહાનુભવો, એન.સી.સી ના કેડેટ, પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ તથા શહેરીજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રા અજેપાળ મંદિર મધ્યે પહોચી હતી. ત્યાં શાસ્ત્રોકત વિધી સાથે પુજન થયુ હતુ. ત્યાર બાદ આ શોભાયાત્રા ગંગાનાકા પહોચી હતી. ત્યા ખીલીપુજન અને તોરણવિધી થઈ આ તમામ પુજનવિધી અંજાર મતવિસ્તારના માનનીય ધારાસભ્ય ત્રિકમ છાંગા અને અંજાર નગરપાલિકાના પ્રમુખશ્રી વૈભવભાઈ કોડરાણીના વરદ હસ્તે થઈ હતી. દેવેન કનકચંદ્ર વ્યાસ દ્વારા શાસ્ત્રોકત વિધિ થી પૂજનવિધિ સંપન્ન કરવામાં આવી હતી. મંદિરની વ્યવસ્થા પૂજારી ચિરાગપુરી ગણેશપુરી ગોસ્વામીએ સંભાળી હતી.
આ પ્રસંગે વિશેષ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં ટાઉનહોલ મધ્યે અંજાર નગર પાલિકા દ્વારા પ્રથમ વખત અંજાર નગર પાલિકાના પૂર્વ પ્રમુખઓની સેવાને યાદ કરીને અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગાના વરદ હસ્તે એમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વસંત કોડરાણી, માવજી સોરઠીયા, રાજેશ ઠકકર, મૃદુલા પાંડે, હેમલતા ચૌધરી, પુષ્પા ટાંક અને લીલાવંતી પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું હતું. અને અંજારમાં વિશિષ્ટ સેવા આપનાર અંજારના વરિષ્ઠ વડીલોનું તેમજ સંસ્થાઓનું સન્માન કરવામાં આવેલ તેમજ વિવિધ ક્ષેત્રે જિલ્લા, રાજ્ય કે કેન્દ્ર કે આંતરરાષ્ટ્રીય લેવલે પ્રથમ નંબર લાવનાર તથા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર અંજારના નાગરિકોનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ખેલ મહોત્સવમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલ ગ્રાઉન્ડ ખાતે અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનાં વિદ્યાર્થીઓ માટે અલગ અલગ રમતની હરીફાઈ શરૂ કરવામાં આવી હતી.
ધારાસભ્ય ત્રિકમ છાંગાએ પોતાના વક્તવ્યમાં શહેરીજનોને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને સન્માનિત થયેલા લોકો અને સંસ્થાઓને અવિરત આવા જ સેવાના કાર્યો કરતા રહો તેવી શુભકામના પાઠવી હતી. નગરપતિ વૈભવ કોડરાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ખેલ મહોત્સવમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું. ભાગ લેનાર બાકીના વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં આવી જ રમતનું કૌશલ્ય બતાવજો. જે તમને પણ એક દિવસ સફળતા અપાવશે.
કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વસંત કોડરાણીએ શહેરીજનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સુકાન હેઠળ ગુજરાત સફળતાની નવી ક્ષિતિજો સર કરી રહ્યું છે ત્યારે અંજાર ના વિકાસ માટે તેમનું વિશેષ યોગદાન રહ્યું છે. આવનારા દિવસોમાં અંજાર શહેર વિકાસની નવી સફળતાના શિખરો સર કરશે. પૂર્વ પ્રમુખ માવજી સોરઠીયા એ જણાવ્યું હતું કે, પૂર્વ પ્રમુખોની સેવાને ધ્યાને લઈને નગરપાલિકા દ્વારા સન્માન કરવામાં આવ્યું આ એક ઐતિહાસિક ક્ષણ ગણાવી શકાય.
આજના પ્રસંગે સ્વાગત પ્રવચન અંજાર નગરપાલિકા ના કારોબારી સમિતિના ચેરમેન પાર્થ સોરઠીયા, સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંજાર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજસ મહેતાએ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામીએ કરી હતી.
આજના આ કાર્યક્રમમાં ત્રિકમદાસ મહારાજ, કિર્તીદાસ મહારાજ, ખીમજીદાદા ધનજીદાદા માતંગ, ધારાસભ્ય ત્રિકમ છાંગા, અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવ કોડરાણી, કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વસંત કોડરાણી, અંજાર શહેર ભાજપ પ્રમુખ ડેનિ શાહ, ઉપપ્રમુખ શિલ્પા બુધ્ધભટ્ટી , કારોબારી ચેરમેન પાર્થ સોરઠીયા, શાસકપક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, દંડક કલ્પના ગોર, એ.પી.એમ.સી ચેરમેન વેલા જરૂ, અંજાર શહેર ભાજપ મહામંત્રી અશ્વિન સોરઠીયા, કેશવજી સોરઠીયા, બહાદુરસિંહ જાડેજા, મયુરસિંધવ, ડાહ્યાલાલ મઢવી, અમરીશ કંદોઈ, વિજય પલણ, વિનોદ ચોટારા, સુરેશ ઓઝા, મામદહુશેન સૈયદ, હર્ષા ગોહિલ, ઈલા ચાવડા, પ્રીતિ માણેક, જીલ્લા પંચાયતના સભ્ય મ્યાજર છાંગા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખો રાજેશ પલણ , પુષ્પા ટાંક, લીલાવંતી પ્રજાપતિ, શિક્ષણ સમિતિના ચેરમેન બલરામ જેઠવા, વાઈસ ચેરમેન તેજસ મહેતા, હિતેન વ્યાસ, હનીફ કુંભાર, મઝિદ રાયમા, અલ્પેશ દરજી, પાર્થ રાજગોર, અશ્વિન પંડ્યા, શંભુ આહીર, કુલદીપ પંડ્યા, પ્રકાશ લોદરીયા, અમિત સોની, જીતેન્દ્ર ચોટારા, રાજ ગોહિલ, કમલેશ કંદોઈ, નઝમા બાયડ, મોનિકા લોચાણી, મંજુલા ચૌહાણ ,એન. સી. સી. ઓફીસર દિલીપ પરમાર, અંજાર શિક્ષકગણ, તેમજ શહેરીજનો વિગેરે ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર પારસકુમાર મકવાણા અને ઓફિસ સુપરિટેન્ડેન્ટ ખીમજી સિંઘવના માર્ગદર્શન હેઠળ નરસિંહ દાવા, વિદિત ચૌહાણ, મયુર હેરમાં, ભારતી બારોટ, પ્રકાશ રોશિયા, તેજપાલ લોચાણી રશ્મિન ભિંડે, અન્નશ ખત્રી, ગુજન પંડ્યા, ધવલ થરાદરા, ચિરાગ ઠકકર, દેવેન કે. વ્યાસ, વિશાલ આહીર, સત્યપાલસિંહ ઝાલા, પ્રવીણ કેરાઈ જીતુભાઈ જોષી, શંકર સિંધવ, ખેરાજ મહેશ્વરી , હિતેશ ગજ્જર, મયુરધ્વજસિંહ જાડેજા, હરેશ ભાણજી, ચૈતાલી રાઠોડ, કિંજલ શાહ, ખુશી ઠક્કર, નિરૂપા પ્રજાપતિ તથા નગરપાલિકાના કર્મચારી ગણ વિવેકાનંદ વિદ્યાલયના આચાર્ય અને શિક્ષકગણ તથા અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ: ભારતી માખીજાણી