તા ૨૪.૧૨.૨૦૨૪ , મંગળવાર ,સંવંત ૨૦૮૧, માગશર વદ નોમ , હસ્ત નક્ષત્ર , શોભન યોગ , વણિજ કરણ , આજે જન્મેલાંની કન્યા (પ ,ઠ ,ણ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.
વૃષભ (બ,વ,ઉ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.
કર્ક (ડ,હ) : આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.
સિંહ (મ,ટ) : માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મૂડ વારંવાર બદલાતો જોવા મળે, મધ્યમ દિવસ.
કન્યા (પ,ઠ,ણ) : મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.
તુલા (ર,ત) : ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.
વૃશ્ચિક (ન,ય) : વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો .
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો .
મકર (ખ,જ) : તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,ખુદ માટે સમય પણ ફાળવી શકો,કાર્યમાં સફળતા મળે.
કુંભ (ગ,સ,શ ) : પરિવાર માં સુખ શાંતિ રહે,વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય ,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.
મીન (દ,ચ,ઝ,થ): ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને,સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન .
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–વર્ષ ૨૦૨૫ પર મંગળ અને કેતુના પ્રભાવ વચ્ચે જાસૂસી કાંડ ચર્ચામાં છે
અગાઉ અત્રે લખ્યા મુજબ અકસ્માત અને આગજનીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે તો વર્ષ ૨૦૨૫ પર મંગળ અને કેતુના પ્રભાવ વચ્ચે જાસૂસી કાંડ ચર્ચામાં છે અને હજુ આગામી દિવસોમાં વ્યક્તિગત ડેટા અને જાસૂસી બાબતે વધુ સાવચેતી જરૂરી બનશે. વર્ષ ૨૦૨૫માં બે દેશ વચ્ચેની લડાઈમાં પણ જાસૂસી મહત્વની ભૂમિકા અદા કરશે વળી આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સના પરિણામો પણ આ સમયમાં આવતા જોવા મળશે વળી બેરોજગારી આ સમયમાં મોટો મુદ્દો બની રહેશે લાંબા સમયથી સેનાપતિ મંગળ કર્કમાં નીચસસ્થ ચાલી રહ્યા છે જે યોગ્ય સમય યોગ્ય નિર્ણય કરવામાં મુશ્કેલી આપે છે અને ખાસ કરીને વિદ્યાર્થીવર્ગ આ સમયમાં અસમંજસમાં જોવા મળશે તો ઘણા પ્રદેશોમાં અતરવિગ્રહ અને આંદોલનો પણ જોવા મળશે. આ સમયમાં પ્રજાને એકસૂત્રે બાંધવી મુશ્કેલ બને છે અને અનેક વિવાદો સામે આવતા જોવા મળે ગુરુ મહારાજ રોહિણીમાં થી પસાર થઇ રહ્યા છે જે અગાઉ લખ્યા મુજબ ધર્મ અને ધાર્મિક બાબતોમાં વિવાદ ખડા કરે છે તો બુધ મહારાજ જે વ્યાપાર વાણિજ્ય આયાત નિકાસ અને શેરબજાર દર્શાવે છે તેમાં પણ ઘણી ઉઠાપટક જોવા મળશે અને વિશ્વમાં એક પ્રવાહી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળશે વળી મોટી કંપનીઓ અંગે પણ ઘણા ખુલાસાઓ સામે આવશે જો કે મેડિકલ અને અવકાશીય સંશોધનો માટે સમય ઘણો સારો રહેશે પરંતુ મોટી વૈજ્ઞાનિક સંસ્થાઓ આ સમયમાં તેના મિશન અંગે ખુલાસા કરવામાં ગડમથલ અનુભવશે અને કેટલાક સંશોધનની મોટી કિંમત ચુકવવાની આવી શકે છે તેવો સંકેત ગ્રહમાન આપી રહ્યા છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯ ૦૫૦૦ ૨૮૨