- સુરતવાસીઓનો બહોળો પ્રતિસાદ
સુરત: નર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન: સુરતવાસીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. 60 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના 17000 વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી. DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન)નો સ્ટોલ શ્રેષ્ઠ પ્રદર્શન અંતર્ગત વિજેતા બન્યો: જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સ્ટોલને બીજું અને ઈસરોના સ્ટોલને ત્રીજું સ્થાન મળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુસરી સરકારના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિ વિષે સુરતવાસીઓ જાણકારી મેળવી શકે એ માટે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.19 થી 21 દરમિયાન આયોજિત ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન થયું છે. જેને સુરતવાસીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. 60 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના 17000 વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
ખાસ કરીને સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય મનુભાઈ પટેલ, મેયર દક્ષેશ માવાણી, યુનિ.ના કુલપતિ કે.એન.ચાવડાએ એક્ષ્પોની મુલાકાત લઈ આયોજક પરિચિત ફાઉન્ડેશનના પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કર્યા હતા. ત્રણ દિવસમાં શાળાકોલેજોના વિદ્યાર્થીઓ, બાળકોએ સ્ટોલ્સને રસપૂર્વક નિહાળી વિવિધ જાણકારી મેળવી હતી. ભારત સરકારની DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન)નો સ્ટોલ શ્રેષ્ઠ પ્રદર્શન અંતર્ગત વિજેતા બન્યો હતો. જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સ્ટોલને બીજું સ્થાન અને ઈસરોના સ્ટોલને ત્રીજું સ્થાન મળ્યું હતું. પ્રદર્શનનું આયોજન પરિચિત ફાઉન્ડેશન- દિલ્હી દ્વારા સંસ્થાના પ્રમુખ તરૂણ જૈન અને મહેક જૈનના માર્ગદર્શનમાં કરાયું હતું. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની 100 જેટલી સરકારી સંસ્થાઓએ ભાગ લીધો હતો.