7 આરોપીઓની ધરપકડ
વાયર, કાર, મીની ટ્રક, મોબાઈલ સહિત રૂપિયા સાડા આઠ લાખનો મુદ્દામાલ કબ્જે
જામનગર જિલ્લાના ધ્રોલ નજીક હરીપર ગામ પાસે આવેલા સોલાર પ્લાન્ટમાંથી રૂપિયા બે લાખની કિંમતના વાયરની ચોરી થઈ ગઈ હતી, જે ચોરીનો ભેદ ધ્રોલ પોલીસે ઉકેલી નાખ્યો છે. મળતી માહિતી મુજબ સોલાર પ્લાન્ટમાંથી રૂપિયા બે લાખની કિંમતના વાયરની ચોરી થવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ચોરાઉ વાયર, કાર, મીની ટ્રક, મોબાઈલ ફોન સહિત રૂપિયા સાડા આઠ લાખના મુદ્દામાલ સાથે તસ્કર ગેંગના સાત સભ્યોની અટકાયત કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, ધ્રોલ નજીક હરીપર ગામ પાસે એક સોલાર નો પ્લાન્ટ આવેલો છે, જે પ્લાન્ટ માંથી આજથી બે દિવસ પહેલા રૂપિયા બે લાખની કિંમતના વાયરની ચોરી થઈ ગયા ની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી, જે ફરિયાદના અનુસંધાને ધ્રોલ ની પોલીસ ટુકડી હરકતમાં આવી હતી, અને જુદા જુદા સીસીટીવી કેમેરાઓ વગેરે ચકાસ્યા હતા, અને આખરે તસ્કરો સુધી પહોંચવામાં પોલીસને સફળતા સાંપડી છે.ઊંડાણપૂર્વકની તપાસના આધારે તસ્કર ગેંગ ને ઝડપી લીધી હતી અને કુલ ૭ શખ્સો પોલીસના હાથમાં આવ્યા હતા. તેઓ પાસેથી ચોરાઉ વાયરનો જથ્થો, કે જે સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
ઉપરાંત એક કાર, એક ટાટા 407 મીની ટ્રક ઉપરાંત ચાર નંગ મોબાઈલ ફોન વગેરે સહિત રૂપિયા શાળા સાડા લાખની માલ મતા કબજે કરવી લીધી છે. જયારે તસ્કર ગેંગ ના સાત સભ્યો ધ્રોલ નજીક માવપરગામના પાટીયા પાસેથી આરોપીઓ ભચાઉ કચ્છના વતની મામદભાઈ સીદીકભાઈ ભાયા, અંજારના વતની બીલાલ ઉર્ફે મોસીન જુસબ હીંગોરજા સંધી (ઉ.વ.૨૧), અઝરૂદીન ગુલમામદ હીંગોરજા, નાની ચિરાઈ ગામના ઇમરાન ભચુભાઈ નાગડા, ભચાઉ કચ્છના હાજી ભચુભાઇ નાગડા, અંજાર કચ્છના રફીકશા અલીશા શેખ., મોહસીનઅલી મહમદયુસુફ ગરાસીયા કરી લીધી છે અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. તેઓ દ્વારા અન્ય કેટલાક ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે.
અહેવાલ: સાગર સંઘાણી