- મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ખેત મજૂરો દ્વારા મધ્યપ્રદેશથી ગુરૂજનો બોલાવાયા
- ખેત મજૂરો પ્રાચીન અને અર્વાચીન રાસ રમ્યા
- ગ્રામજનોને સાથે રાખીને ભવ્ય શોભાયાત્રા યોજી
- ગામના સરપંચ જે.ડી ગુજરીયાએ ખેત મજૂરોને શુભેચ્છા પાઠવી
કુકાવાવ તાલુકાના મેઘા પીપળીયા ગામે શિવપંથી મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ખેતમજૂરો દ્વારા નવા ગુરુધારણ કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ખેત મજૂરો દ્વારા મધ્યપ્રદેશથી ગુરૂજનો બોલાવવામાં આવ્યા હતા. તેમજ ગામના પાદરમાં ડીજેના તાલ પર પ્રાંતિય ખેત મજૂરો જુમ્યા અને પોતાના પ્રાચીન અને અર્વાચીન રાસ લઈ ગ્રામજનોને સાથે રાખીને ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. તેમજ બળવાની જિલ્લાના સંતો અને મહંતોનું ગ્રામજનો દ્વારા આગેવાનો દ્વારા સન્માનિત કર્યા હતા. ગામના સરપંચ જે.ડી ગુજરીયાએ ખેત મજૂરોને કાર્યક્રમ કરવા બદલ શિવપંથીઓને શુભેચ્છા આપી હતી. કિશાન એકતા સમિતિના પ્રમુખને શિવપંથીઓ દ્વારા સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ગામ લોકોએ ભોજન વ્યવસ્થા તેમજ પાણી મંડપ પાર્કિંગ વગેરે કામમાં સહયોગ આપ્યો હતો.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, કુકાવાવ તાલુકાના મેઘા પીપળીયા ગામે શિવપંથી મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ખેત મજૂરો દ્વારા નવા ગુરુ ધારણ કરવાનો એક મોટો કાર્યક્રમ યોજાયો જેમાં મધ્યપ્રદેશના બડ વાની જિલ્લાના ખેત મજૂરો દ્વારા મધ્યપ્રદેશથી ગુરૂજનો બોલાવવામાં આવ્યા હતા ગામના પાદરમાં ડીજેના તાલે પર પ્રાંતિય ખેત મજૂરો જુમ્યા હતા અને પોતાના પ્રાચીન અને અર્વાચીન રાસ લઈ ગ્રામજનોને મનોરંજન પુરુ પાડ્યું હતું. જેમાં મધ્યપ્રદેશથી આવેલા ગુરુ અનસિંઘ બાપા જતન બાપા રોહિલ્ય માતા આ બધા ગુરૂજનો સાતપરી મધ્યપ્રદેશથી આવ્યા હતા તેમના સામૈયા કરવામાં આવ્યા ત્યારબાદ ડીજે અને બગીમાં બેસાડી ગુરૂજનોનું શિવ પંથી દ્વારા આશીર્વાદ લેવામાં આવ્યા હતા. ગુરુજીએ ખેત મજૂરોને જણાવ્યું હતું કે વ્યસનથી હંમેશા દૂર રહેજો અને કેટલાય વ્યસનની હોને વ્યસન છોડાવ્યું હતું.
ત્યારબાદ ગામમાં એક મોટી રેલી કાઢી હતી અને ડીજે ના તાલે ભાઈઓ અને બહેનો જુમ્યા હતા. સેનસિંગ ભાઈ અને સમાંરડિ થી જાડિયા ભાઈ ને ગુરુ ધારણ કર્યાં હતાં. રામસીંગ સીખલિયા અને કાશીરામ બે યુવાનો એ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.જેમાં વિકાસ કલ્સિંગ રાયસિંહ અને તુકારામ એ ભારે જહમ્મત ઊઠાવી હતી. મેઘા પીપળીયા ના સમગ્ર ગ્રામજનો ભજન સાંભળવા માટે ગયા હતા. જેમાં દેવાયત ગુજરીયા. લખુ કાપડિયા અને અનિલ કોઠીયા, નિલેશ ભટ્ટી નિર્મલ બાલસરા, જેથુર બાલાસરા ગામના સંત તરીકે પ્રેમ નારાયણ બાપુ ને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું બાપુનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા બળવાની જિલ્લાના સંતો અને મહંતોનું ગ્રામજનો દ્વારા આગેવાનો દ્વારા સાલ ઓઢાડી અને સન્માનિત કર્યા હતા. ગામના સરપંચ જેડી ગુજરીયા એ ખેત મજૂરોને કાર્યક્રમ કરવા બદલ શિવપંથીઓને શુભેચ્છા આપી હતી કિસાન એકતા સમિતિના પ્રમુખ કનુભાઈ ડાંગર ને શિવ પંથીઓ દ્વારા સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ગામ લોકોએ ભોજન વ્યવસ્થા તેમજ પાણી મંડપ પાર્કિંગ વગેરે કામમાં સહયોગ આપ્યો હતો.
અહેવાલ: કનુ ડાંગર