- ભુજમાં શિશુવિહાર નામની એક ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરશે
- ફંડના એકત્રીકરણ માટે કરે છે પ્રવાસ
- ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે શરુ કરાશે શાળા
- ટુક ટુક સફરનામા નામ સાથેની આ યાત્રામાં 35થી વધુ રિક્ષાઓ જોડાઈ
વાપી: કેનેડા ,કેન્યા યુકે ,સિંગાપુર સહિત દુનિયાના અનેક દેશોનો વિદેશીઓનું ગ્રુપ ભારત ભ્રમણ યાત્રાએ નીકળ્યું છે. જેમણે ગુજરાતમાં પ્રવેશતા જ ઔદ્યોગિક નગરી વાપીના જાણીતા મુક્તિધામની મુલાકાત લીધી હતી. અને અહીં ભારતીયની અંતિમ સંસ્કારની પરંપરાગત વિધિને જાણી હતી. ત્યારે સુંદર અને સ્વચ્છ મુક્તિધામને જોઈ વિદેશીઓનું આ પ્રતિનિધિ મંડળ પણ પ્રભાવિત થયું હતું. મૂળ ભારતીય પરંતુ વર્ષોથી વિદેશોમાં સ્થાયી થયેલા વિદેશી ભારતીય ભુજમાં ભારતીય સંસ્કૃતિને પ્રચાર પ્રસાર અને તેના સંસ્કારો ભાવિ પેઢીમાં પણ જળવાઈ રહે તેવા હેતુ સાથે શિશુવિહાર નામની એક ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરવા જઈ રહ્યું છે. જેના ફંડનું એકત્રીકરણ કરવા માટે આ ગ્રુપ સફર કરી રહ્યું છે. ટુક ટુક સફરનામા નામ સાથેની આ યાત્રા માં 35થી વધુ રિક્ષાઓ જોડાઈ છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, કેનેડા ,કેન્યા યુકે ,સિંગાપુર સહિત દુનિયાના અનેક દેશોનો દેશોના વિદેશીઓનું એક ગ્રુપ રામેશ્વરમ થી ભુજ સુધીની ભારત ભ્રમણ યાત્રાએ નીકળ્યું છે .કચ્છના ભુજમાં શિશુ વિહાર ઇન્ટરનેશનલ સ્કૂલ ના નિર્માણના લાભાર્થે ફંડ એકત્રિત કરવા નીકળેલા આ વિદેશીઓનું ગ્રુપ આજથી ગુજરાતમાં પ્રવેશ્યું છે. ગુજરાતમાં પ્રવેશતા જ તેઓએ ઔદ્યોગિક નગરી વાપીના જાણીતા મુક્તિધામની મુલાકાત લીધી હતી. અને અહીં ભારતીયની અંતિમ સંસ્કારની પરંપરાગત વિધિ ને જાણી હતી. ત્યારે સુંદર અને સ્વચ્છ મુક્તિધામ ને જોઈ વિદેશીઓનું આ પ્રતિનિધિ મંડળ પણ પ્રભાવિત થયું હતું. મૂળ ભારતીય પરંતુ વર્ષોથી વિદેશોમાં સ્થાયી થયેલા વિદેશી ભારતીય ભુજમાં ભારતીય સંસ્કૃતિને પ્રચાર પ્રસાર અને તેના સંસ્કારો ભાવિ પેઢીમાં પણ જળવાઈ રહે તેવા હેતુ સાથે શિશુવિહાર નામની એક ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરવા જઈ રહ્યું છે. તેમાં કરોડો રૂપિયાનો ખર્ચો આવવાનો હોવાથી પોતાના વતનનું ઋણ અદા કરવા રૂપિયા 40 કરોડથી વધુના ખર્ચે ભુજમાં ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરવા જઈ રહ્યા છે .
જેના ફંડનું એકત્રીકરણ કરવા માટે આ ગ્રુપ દ્વારા રામેશ્વરમ થી ભુજ સુધી 3,000 km ની એક યાત્રા શરૂ કરી છે . ટુક ટુક સફરનામા નામ સાથેની આ યાત્રા માં 35 થી વધુ રિક્ષાઓ જોડાઈ છે .જેમાં એક રીક્ષામાં ત્રણ વિદેશીઓ પ્રવાસ કરે છે . અને 3000 કિલોમીટરની યાત્રા કરી તેઓ ભુજ પહોંચશે. અને ભુજમાં ભવ્ય સ્કૂલ નું નિર્માણ કરવા જઈ રહ્યા છે .આ સ્કૂલના નિર્માણ માટે કરોડો રૂપિયાનું ફંડ વિદેશમાંથી જ મળી રહ્યું છે પરંતુ ભારતની સંસ્કૃતિના દર્શન કરવા અને ભારતીય પરંપરા ના પરિચય માટે નીકળેલું આ ગ્રુપ વિવિધ શહેરોની મુલાકાત લે છે. તેના જોવાલાયક સ્થળો નિહાળે છે. આ યાત્રામાં જોડાયેલા તમામ મૂળ ભારતીય છે પરંતુ વર્ષોથી વિદેશોમાં સ્થાયી થયા છે. અને ત્યાંના જ નાગરિક બની ગયા હોવા છતાં હજુ પણ પોતાna વતનની પરંપરા અને સંસ્કૃતિ થી અલગ નથી થયા. વિદેશોમાં વસતા મુળ ભારતીયો હવે પોતાનું વતનનું ઋણ અદા કરવા અનેક રીતે પ્રયાસ કરે છે. ત્યારે આજે તેઓ ગુજરાત અને વાપીમાં પહોંચી ખુશી વ્યક્ત કરી હતી
અહેવાલ: રામ સોનગઢવાલા