- પદવીદાન સમારંભમાં રાજયપાલ- સૌ.યુનિ.ના કુલધિપતિ આચાર્ય દેવ્રવ્રતજી તેમજ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ સહિતના ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવાશે
13 વિદ્યાશાખાનાં 123 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ 138 વિદ્યાર્થીઓને 218 પ્રાઈઝ અર્પણ કરાશે: એમ.પી.શાહ મેડીકલ કોલેજ, જામનગરની વિદ્યાર્થીની રામચંદાણી તારીકાને એમબીબીએસમાં સૌથી વધુ 4 ગોલ્ડ મેડલ અને 7 પ્રાઈઝ મળશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59 મો પદવીદાન સમારંભ આગામી તા. 29/12/2024 ને રવિવારના રોજ સવારે 11:00 કલાકે ગુજરાત રાજયના મહામહિમ રાજ્યપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને, ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 40015 દિક્ષાર્થીઓને પદવીઓ તથા 123 ગોલ્ડમેડલ તથા 218 પ્રાઈઝ એનાયત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
59 મા પદવીદાન સમારોહમાં કુલ 13 વિદ્યાશાખાના 109 વિદ્યાર્થીઓને કુલ 123 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે જેમાં દાતાઓ તરફથી કુલ 53 ગોલ્ડમેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 70 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે.
દાતાઓ તરફથી કુલ 108 પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 110 પ્રાઈઝ મળીને 218 પ્રાઈઝ આ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવશે.
આ પદવીદાન સમારોહમાં ગોલ્ડમેડલ મેળવનાર કુલ 123 દિક્ષાર્થીઓમાં 39 વિદ્યાર્થીઓ તથા 84 વિદ્યાર્થીનીઓ મળીને કુલ 123 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે.
જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થીની રામચંદાણી તારીકાને એમ.બી.બી.એસ. માં સૌથી વધુ 04 (ચાર) ગોલ્ડમેડલ અને 03 (ત્રણ) પ્રાઈઝ, જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થી ગાંધી ઝોહરને એમ.બી.બી.એસ. માં 03 (ત્રણ) ગોલ્ડમેડલ અને 07 (સાત) પ્રાઈઝ, શ્રીમતી પ્રભાબેન પટેલ કોલેજ, મોરબીની વિદ્યાર્થીની વ્યાસ દેવાંગીનેને એલ.એલ.બી. માં 03 (ત્રણ) ગોલ્ડમેડલ અને 06 (છ) પ્રાઈઝ, મોથીબા મહિલા આર્ટસ કોલેજ, અમરેલીની વિદ્યાર્થીની ડાભી ભૂમિકાબેનને બી.એ. ગુજરાતીમાં 03 (ત્રણ) ગોલ્ડમેડલ તથા 0ર (બે) પ્રાઈઝ એનાયત થશે.
પદવીદાન સમારોહના ગરીમાપૂર્ણ આયોજન માટે કુલપતિ
પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયાના અધ્યક્ષસ્થાને કોલેજોના આચાર્યઓ, ભવનોના અધ્યક્ષઓ તથા યુનિવર્સિટીના અધિકારીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવશે અને પદવીદાન સમારોહના સુંદર આયોજન સંદર્ભે કુલપતિ સૌને માર્ગદર્શિત કરશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 59 મા પદવીદાન સમારોહની ભવ્ય સફળતા માટે જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવેલ છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 59 મા પદવીદાન સમારંભનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ તથા સોશીયલ મિડિયા પ્લેટફોર્મ પરથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 59 મા ગરીમાપૂર્ણ પદવીદાન સમારંભમાં પદવી મેળવનાર તથા તમામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા સંબંધકર્તાઓએ પદવીદાન સમારંભના લાઈવ પ્રસારણનો લાભ લેવા અનુરોધ છે.
ગરીમાપુર્ણ 59 મા પદવીદાન સમારોહને સફળ બનાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. (ડી.) કમલસિંહ ડોડીયા તથા કુલસચિવ ડો. રમેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ પરીક્ષા નિયામકણી ડો. મનીપભાઈ શાહ, ઓ.એસ.ડી. નીલેષભાઈ સૌની પરીક્ષા ડીગ્રી વિભાગ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પરિવારના સૌ કાર્યરત છે.