- જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ શંખેશ્વરના જીજ્ઞા શેઠનું 2024 અટલ એવોર્ડથી કરાયું સન્માન
- નારી શક્તિને આત્મ નિર્ભર અને શિક્ષિત બનાવવા બદલ અપાયો એવોર્ડ
પાટણ જીલ્લાના વઢિયાર પંથકમાં સેવા રૂપી યજ્ઞને આગળ ધપાવી નારી શક્તિને આત્મ નિર્ભર અને શિક્ષિત બનાવી દીકરા દીકરીઓને નવી દિશા ચીંધનાર જીજ્ઞા શેઠની સેવાકીય કાર્યોની ગુંજ નવી દિલ્હી સુધી નોંધનીય બની હતી. દિલ્હીમાં અટલ ફાઉન્ડેશન સન્માન સમારોહમાં અટલ એવોર્ડ 2024થી જીજ્ઞા શેઠનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં, મંજુ શર્મા, જયપુરના મેયર ડૉ. સૌમ્યા ગુર્જર, શ્યામજી જાજુ, ડૉ. અવિનાશરાય ખન્ના, સત્યનારાયણ જત્યા, lvf ચેરમેન ડૉ. અશોક અગ્રવાલ, પેનાસોનિકના ચેરમેન વગેરે અનેક મહાનુભાવો તેમજ વરિષ્ઠ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, પાટણનાં વઢિયાર પંથકમાં સેવા રૂપી યજ્ઞને આગળ ધપાવી નારી શક્તિને આત્મ નિર્ભર બનાવી વઢિયાર પંથકના અંતરિયાળ વિસ્તારમાં સ્ત્રી શક્તિને શિક્ષિત બનાવી દીકરા દીકરીઓને નવી દિશા ચીંધનાર જીજ્ઞાબેન શેઠની સેવાકીય કાર્યોની ગુંજ નવી દિલ્હી સુધી નોંધનીય બની હતી.
પાટનગર દિલ્હીમાં અટલ ફાઉન્ડેશન સન્માન સમારોહમાં 2024 અટલ એવોર્ડથી જીજ્ઞા શેઠનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં, મંજુબેન શર્મા, (m.p. જયપુર), ડૉ. સૌમ્યા ગુર્જર (મેયર – જયપુર), શ્યામજી જાજુ (એકસ ભારતીય જનતા પાર્ટી, વાઈસ પ્રેસિડેન્ટ), ડૉ. અવિનાશરાય ખન્ના. સત્યનારાયણ જત્યા (પર્લામેન્ટ કોર કમિટી મેમ્બર) ડૉ. અશોક અગ્રવાલ (lvf ચેરમેન), પેનાસોનિકના ચેરમેન વગેરે અનેક મહાનુભાવો તેમજ વરિષ્ઠ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
જન મંગલ સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ જીજ્ઞાબેન શેઠ દ્વારા અટલ ફાઉન્ડેશન – નવી દિલ્હીનાં રાષ્ટ્રિય મહામંત્રી રમેશ ભૂતડાનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ જીવનની વધું એક યશકલગીની સંપ્રાપ્તિ બદલ હું ભગવંત પાર્શ્વનાથનાં ચરણોમાં કોટિ કોટિ વંદન કરી ધન્યતા અનુભવી હતી.
અહેવાલ: દિપક સથવારા