- ઘનશ્યામ હોટલ પંચેલા રિસોર્ટ ખાતે “મિલ્ક ડે “ની ઉજવણી કરાઈ
- ગુજરાત સરકારના ઉપાધ્યક્ષ ધારાસભ્યની અધ્યક્ષતામાં “મિલ્ક ડે”ની ઉજવણી કરાઈ
- કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉપાધ્યક્ષ, ધારાસભ્ય સહિત પશુપાલકો રહ્યા ઉપસ્થિત
- દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી
- દેવગઢ બારીયા, ધાનપુર, લીમખેડા, સિંગવડ તાલુકાનો સંયુક્ત” મિલ્ક ડે” ઉજવાયો
દાહોદના દેવગઢબારિયા તાલુકાના ઘનશ્યામ હોટલ પંચેલા રિસોર્ટ ખાતે ગુજરાત સરકારના ઉપાધ્યક્ષ શહેરાના ધારાસભ્યની અધ્યક્ષતામાં પંચમહાલ ડેરી અને ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે દીપ પ્રાગટ્ય કરીને “મિલ્ક ડે “ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પંચેલાના સરપંચ, હોટલના માલિક દ્વારા ગુજરાત સરકારના ઉપાધ્યક્ષ શહેરના ધારાસભ્ય સહિત અનેક અગ્રણીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉપાધ્યક્ષ શહેરના ધારાસભ્ય, ચેરમેનો સહિત પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર, દેવગઢબારિયા તાલુકાના ઘનશ્યામ હોટલ પંચેલા રિસોર્ટ ખાતે ગુજરાત સરકારના ઉપાધ્યક્ષ શહેરા ના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ની અધ્યક્ષતામાં પંચમહાલ ડેરી અને ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના સંયુક્ત ઉપક્રમે “મિલ્ક ડે “ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંચેલા ના સરપંચ ઘનશ્યામ હોટલના માલિક ભરતભાઈ ભરવાડ દ્વારા ગુજરાત સરકારના ઉપાધ્યક્ષ શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ, દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજ્ય સરકારના મંત્રી દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ,, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર ફુલહાર, પાઘડી, સાલ,કોટી, ભોરિયું પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ દૂધ મંડળીના ચેરમેનો સભાસદો,દ્વારા જેઠાભાઇ ભરવાડ નું સ્વાગત કરવામાં આવ્યું હતું
ગુજરાત સરકારના ઉપાધ્યક્ષ , શહેરા ના ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડ જણાવ્યું હતું કે મિલ્ક ડે ની ઉજવણી નો ધ્યેય લોકોને તેના ફાયદાઓ અને મહત્વ વિશે તેમ જ દૂધ સ્થાનિક અર્થતંત્ર અને સમુદાયોને કેવી રીતે લાભ કરે છે તે વિશેષ શિક્ષિત કરવાનો હતો આ દિવસ દર વર્ષે ફક્ત તેના વિશે જનજાગૃતિ વધારવા માટે ઉજવવામાં આવે છે ભારત દેશમાં પશુપાલન એક વ્યવસાય બન્યો છે ખેડૂતો પશુપાલકો તેના થકી એક સારો આવકનો સ્ત્રોત તેના થકી ઉભો કરી શક્યા છે દૂધ ડેરી ના કારણે પશુપાલકો સુખી બન્યા છે પશુપાલકો આર્થિક રીતે પગભર થાય અને તેમના બાળકોને યોગ્ય શિક્ષણ સહિત પરિવારનું યોગ્ય રીતે પાલનપોષણ થાય
નવી દૂધ મંડળીનું રજીસ્ટ્રેશન કરી દૂધ ઉત્પાદન વધારો કરી ગાય ભેંસનો ઉછેર કરવા જણાવ્યું હતું તેમજ સરકારની વિવિધ લક્ષી યોજનાઓ લાભ મળે તે માટે ગામડે ગામડે ફરીને ઘરે ઘરે જઈ ને ઓછા વ્યાજે ભેસ લોન તેમજ અન્ય ધંધા માટેની માહિતી આપવા માટે પંચમહાલ ડિસ્ટ્રીક બેંકના કર્મચારીઓને ટકોર કરી હતી આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી દાહોદ સાંસદ યશવંતસિંહ ભાભોર દેવગઢબારિયા ધારાસભ્ય પંચાયત મંત્રી બચુભાઈ ખાબડે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
આ મિલ્ક ડે ની ઉજવણી કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉપાધ્યક્ષ શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ, પૂર્વ કેન્દ્રીય મંત્રી દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, ગુજરાત સરકારના પંચાયત મંત્રી દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુ ખાબડ, લીમખેડા ધારાસભ્ય શૈલેશ ભાભોર, પંચેલા સરપંચ ઘનશ્યામ હોટલના માલિક ભરતભાઈ ભરવાડ પંચમહાલ ડિસ્ટ્રીક બેંકના કર્મચારીઓ દૂધ મંડળીના સભાસદો, ચેરમેનો સહિત પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ: અભેસિંહ રાવલ