- પોલીસ મથકના PSI વિ.એ.ઝા તથા શી ટીમ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું
- કાર્યક્રમનું સંચાલન રાજલ ગઢવી દ્વારા કરાયું
- આયોજનમાં DYSP,PI,PSI સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
અંજાર શહેર તથા તાલુકામાં રહેતા પોલીસ બેડામાંથી નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓ, અધિકારીઓ માટે અંજાર પોલીસ મથકના PSI વિ.એ.ઝા તથા શી ટીમ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જ્યાં તમામ નિવૃત્ત કર્મીઓનું સન્માન કરી તેમને પ્રેમથી ભોજન પીરસવામાં આવ્યું હતું. પોલીસવડા સાગર બાગમારે આ વેળાએ સંબોધન કરતાં તમે અમારા પથદર્શક હોવાનું નિવૃત્ત પોલીસ કર્મીઓને જણાવ્યું હતું. તેમજ ગમે ત્યારે જરૂર પડે ત્યારે સ્થાનિક પોલીસ તથા SP કચેરીનો સંપર્ક કરવા તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે અંજાર DYSP મુકેશ ચૌધરી, અજમાયશી DYSP પરેશ રેણુકા, PI એ.આર.ગોહિલ, PSI વિ.એ.ઝા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમનું સંચાલન રાજલ ગઢવીએ કર્યું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર, અંજાર શહેર તથા તાલુકામાં રહેતા અને પોલીસ બેડામાંથી નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓ, અધિકારીઓ માટે અંજાર પોલીસ મથકના પી.એસ.આઇ. વિ. એ. ઝા તથા શી ટીમ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સંભવત: સમગ્ર રાજ્યમાં નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓ માટે આવો પ્રથમ કાર્યક્રમ રહ્યો છે. અંજાર પોલીસ મથકે ફરજ બજાવતા PSI વિકાસ ઝાને નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓ, અધિકારીઓ માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવાનો વિચાર આવ્યો હતો. તેમણે પોતાના મિત્રોને તેની જાણ કરી હતી અને આ કાર્યમાં શી ટીમ પણ જોડાઇ હતી. અંજાર શહેર અને તાલુકામાં રહેતા તેમજ પોલીસ બેડામાંથી નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓ, અધિકારીઓ માટે અંજાર ક્ષત્રિય સમાજવાડી ખાતે પોલીસવડા સાગર બાગમારની અધ્યક્ષતા હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું
જ્યાં તમામ નિવૃત્ત કર્મીઓનું સન્માન કરી તેમને પ્રેમથી ભોજન પીરસવામાં આવ્યું હતું. કાર્યક્રમ પહેલાં આયોજકોએ નિવૃત્ત કર્મીઓના ઘરે જઇ, ફોન કરી તેમના નિવૃત્તિ જીવન અંગે જાણકારી મેળવી હતી. પોલીસવડા સાગર બાગમારે આ વેળાએ સંબોધન કરતાં તમે અમારા પથદર્શક હોવાનું નિવૃત્ત પોલીસ કર્મીઓને જણાવ્યું હતું તેમજ ગમે ત્યારે જરૂર પડે ત્યારે સ્થાનિક પોલીસ તથા એસ.પી. કચેરીનો સંપર્ક કરવા તેમણે જણાવ્યું હતું. આ વેળાએ નિવૃત્ત કર્મીઓએ ફરજ દરમ્યાનની યાદો તાજી કરી હતી. આ પ્રસંગે અંજાર ડીવાય.એસ.પી. મુકેશ ચૌધરી, અજમાયશી ડીવાય.એસ.પી. પરેશ રેણુકા, અંજાર પી.આઇ. એ. આર. ગોહિલ, પી.એસ.આઇ. વિ. એ. ઝા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રાજલબેન ગઢવીએ કર્યું હતું.
અહેવાલ: ભારતી માખીજાણી