- બજારમાં હર્બલ-આયુર્વેદિકનો હિસ્સો છેલ્લા ચાર વર્ષમાં 32 ટકાથી વધી 36 ટકા થયો
કુદરતી અને આયુર્વેદિક ઘટકો આધારિત પર્સનલ કેર પ્રોડક્ટ્સ માટે ગ્રાહકની પસંદગી વધી રહી છે, જે ટૂથપેસ્ટ, સાબુ અને હેરકેર સહિતની તમામ વસ્તુઓની ખરીદીમાં જોવા મળી રહ્યુ છે. 70 ટકાથી વધુ ટૂથપેસ્ટ હવે કુદરતી છે, જે હર્બલ અને આયુર્વેદિક ઘટકો વસ્તુઓ તરફ લોકોની પસંદગી વધી રહી હોવાનું દર્શાવે છે. પરંપરાગત રીતે કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરતી ટૂથપેસ્ટ અને સોપ્સ હવે તેમાં વપરાતા ઘટકો બદલીને નેચરલ પદાર્થો તરફ આગળ રહ્યા છે, જે કુદરતી અને છોડ આધારિત ઘટકો માટે વ્યાપક ગ્રાહક પસંદગીને પ્રતિબિંબિત કરે છે. એફએમસીજી ખેલાડીઓ અને સંશોધન એજન્સીઓ નિર્દેશ કરે છે કે આ વલણ વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે.
તાજેતરમાં જે પ્રોડક્ટ લોન્ચ કરે છે તે આ પરિવર્તનને અપનાવે કરે છે, કારણ કે ગ્રાહકો વધુને વધુ વૈજ્ઞાનિક રીતે સમર્થિત અને સલામત ઘટકો અંગે જાગૃત બન્યા છે અને કુદરતી વસ્તુઓની તરફેણ કરે છે. ટૂથપેસ્ટમાં 70 ટકાથી વધુ નવી લોન્ચ થયેલ પેસ્ટ કુદરતી છે, જે 2018-19માં 60 ટકાથી વધુ હતી, જ્યારે સૌથી મોટો ઉછાળો વાળ ધોવાના ઉત્પાદનોમાં 10 ટકાથી વધીને 70 ટકા થયો છે, જે અંગે તાજેતરના કાંતાર ડેટામાં જણાવાયું છે.
ટૂથપેસ્ટમાં હર્બલ અને આયુર્વેદિક ઘટકો તરફના વલણ સાથે છેલ્લા ત્રણથી ચાર વર્ષોમાં નોંધપાત્ર વેગ મેળવીને ઘરગથ્થુ, કુદરતી અથવા હર્બલ વસ્તુઓ તરફનું વલણ વધ્યું છે. એકંદર બજારમાં હર્બલ/આયુર્વેદિકનો હિસ્સો હવે 36 ટકા છે, જે ચાર વર્ષ પહેલાં 32 ટકા હતો, કંતાર હાઉસહોલ્ડ પેનલના જણાવ્યા અનુસાર. નેચરલની પસંદગીને ધ્યાને રાખીને ટૂથપેસ્ટમાં માર્કેટ લીડર એવી કોલગેટે તેની પ્રોડકસમાં ’વેદશક્તિ’ની શ્રેણી ઉપરાંત મીઠું, લીમડો અને લવિંગ જેવા હર્બલ વેરિઅન્ટ્સ પણ ઉમેર્યા છે. અગાઉ એચયુએલએ તેની આયુર્વેદ રેન્જ આયુષ પણ લોન્ચ કરી હતી. જ્યારે, તેની નેચરલ બ્રાન્ડ, ઈન્દુલેખા હેઠળ, તેણે તેના પોર્ટફોલિયોને એન્ટી-ડેન્ડ્રફ હેર ક્લીન્સર અને તેલ ઉમેર્યા છે.
રાગિણી હરિહરન, માર્કેટિંગ ડિરેક્ટર – બ્યુટી એન્ડ પર્સનલ કેર, હિમાલયા વેલનેસે જણાવ્યુ હતુ કે “અમે એવા ઉત્પાદનો તરફ ગ્રાહકોની પસંદગીઓમાં નોંધપાત્ર ફેરફાર જોયો છે જે વૈજ્ઞાનિક રીતે સમર્થિત, સલામત અને અસરકારક ઘટકો પર ભાર મૂકે છે. આ વલણ ખાસ ફેસ ક્રીમ, સ્ક્રબ, સીરમ, ફેસ પેક સહિતની તમામ વસ્તુઓમાં જોવા મળે છે.