- બાળકોને અભ્યાસમાં મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો હોવાના સ્થાનિકોનો આક્ષેપ
- ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે તેવી તંત્રને સ્થાનિક લોકોએ કરી માંગ
રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 8 અને પીપર વાડી વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં સાર્વજનિક પ્લોટમાં અસામાજિક તત્વોએ ઝૂંપડાઓ બાંધી અને અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવામાં આવી રહી હોય તેવું સ્થાનિકોનો આક્ષેપ છે. આંગણવાડીના 40 થી 50 નાના બાળકોને અભ્યાસમાં અને રમતગમતમાં ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તેમજ છેલ્લા ઘણા વર્ષોથી આ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી અને રહેવાસીઓને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે, ત્યારે આ ગેરકાયદેસર જે દબાણ કરેલ છે. તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરી અને ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે તેવી તંત્રને સ્થાનિક લોકોની માંગ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 8 અને પીપર વાડી વિસ્તારમાં આવેલ આંગણવાડી આંગણવાડી આવેલ સાર્વજનિક પ્લોટ માં અ સામાજિક તત્વોએ ઝૂંપડાઓ બાંધી અને અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવામાં આવી રહી હોય તેવું સ્થાનિકોનો આક્ષેપ આ સાર્વજનિક પ્લોટ માં ગેરકાયદેસર ઝૂંપડાઓ બાંધી અને ઘણા સમયથી સ્થાનિક લોકોને બાન માં લીધા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે આંગણવાડી આ વિસ્તારમાં આવેલી હોય ત્યારે 40 થી 50 નાના બાળકોને અભ્યાસમાં અને રમતગમતમાં ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે આંગણવાડી વિસ્તારમાં જે નગરપાલિકા નો સાર્વજનિક પ્લોટ માં ગેરકાયદેસર દબાણ કરી અને સામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવામાં આવે છે તેઓ સ્થાનિક લોકોનો આક્ષેપ છે અને સાર્વજનિક પ્લોટ માં દબાણ કરી અને લોકોને હેરાન કરવામાં આવે છે. તેવા તમામ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા.
આ બાબતે સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકા તંત્ર પ્રાંત કચેરી તંત્ર મામલતદાર તંત્ર અને જવાબદાર કચેરી અનેક વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે પણ આજ દિન સુધી કોઈ પણ નક્કર તંત્ર દ્વારા પગલા લેવામાં આવેલ નથી તેથી આજરોજ વોર્ડ નંબર 8 અને પીપર વાડી વિસ્તારના મહિલાઓ બાળકો અને પુરુષો અને વૃદ્ધોએ થાડી વેલણ વગાડી તંત્રને જગાડવાનો અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ અને આજે સાર્વજનિક પ્લોટ માં જે લોકોએ દબાણ કરેલ છે તે દબાણ તંત્ર દ્વારા તાત્કાલિક હટાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી છેલ્લા ઘણા વર્ષો થયા આ સાર્વજનિક પ્લોટ માં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી હોય અને તેના રહેવાસીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી હોય નાના બાળકોને મહિલાઓને અને વૃદ્ધોને અનેક પ્રકારની યાતનાઓ સહન કરવી પડી રહી છે ત્યારે આ ગેરકાયદેસર જે દબાણ કરેલ હોય તેની સામે કડક માં કડક કાર્યવાહી કરી અને આજે ગેરકાયદેસર દબાણ કરેલ હોય તે દબાણ દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ તંત્રને કરવામાં આવેલ છે. તેમજ ઉપરોક્ત આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા.
અહેવાલ: કૌશલ સોલંકી