- ” કરમ જ ઉગારે ને કરમ જ ડુબાડે ”
- ફિલ્મમાં દીક્ષા જોશી જયેશ મોરા મુખ્ય રોલમાં સાથે સુહાદ ગોસ્વામી, ભરત ઠક્કર, કલ્પના ગાગડેકર, સહિતના પ્રતિભાવશાળી કલાકાર જોવા મળશે
- આ ફિલ્મમાં કાશી વિશ્ર્વનાથ, કોલકત્તા, ગુજરાત, મુંબઈની પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે: ગુજરાતી બંગાળી અને હિન્દી ભાષાની ત્રિવેણી સંગમ જોવા મળશે
ગુજરાતી ફિલ્મ‘કાશી રાઘવ’ની રિલીઝ ડેટ અને ટીઝર લોન્ચ થયા બાદ હવે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય રોલાં છે. આ ફિલ્મ ધ્રુવ ગોસ્વામી દ્વારા લખવા તથા ડિરેક્ટ કરવામાં આવી છે. તેમજ ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે અલગ અવતારમાં જોવા મળશે. મહત્વની વાત એ પણ છે કે આ ફિલ્મમાં પહેલી વખત પ્રખ્યાત સિંગર જુબિન નૌટિયાલના અવાજમાં ગુજરાતી ગીત સાંભળવા મળશે. ટ્રેલરની સાથે આ ફિલ્મનું ગીત ‘ગંગા’ પણ લોંચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્માં રેખા ભારદ્વાજે પણ એક હાંલરડું ગાયું છે.
આ ફિલ્મ 3 જાન્યુઆરી, 2025ના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. દિક્ષા પહેલી વખત આ ફિલ્મમાં એક સેક્સ વર્કરનો રોલ કરી રહી છે, જે પોતાની ખોવાઈ ગયેલી દિકરીને શોધે છે. તેની એક સંઘર્ષભરી કહાણી છે. આ ફિલ્મમાં દિક્ષા અને જયેશ મોરે ઉપરાંત ભરત ઠક્કર, કલ્પના ગાગડેકર, સૌરભ સારશ્વત, પ્રીતિ દાસ, વિશાલ ઠક્કર, દેવાંશ પટેલ, જીગર બાગરીયા, હિરલ ડાંગર અને ગૌરાંગ જેડી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો પણ જોવા મળશે.
ફિલ્મમાં કાશી વિશ્વનાથ, વારાણસી, કોલકાત્તા, ગુજરાત, મુંબઈ વગેરે પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે. ઉપરાંત, ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો સંગમ પણ આ ફિલ્મમાં જોવા મળશે. આવું કદાચ કોઈ રિજનલ ફિલ્મમાં પ્રથમવાર દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ જતન પંડ્યા, જ્હાન્વી ચોપરા અને ધ્રુવ ગોસ્વામી દ્વારા સહ-લિખિત છે. વત્સલ અને કવને આ ફિલ્મમાં સંગીત આપ્યું છે.
જ્યારથી કાશી રાઘવ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી દર્શકોમાં ફિલ્મ જોવા અંગેની જીજ્ઞાશા વધી છે. દર્શકોની ઉત્સુકતામાં વધારો કરવા માટે મેકર્સ દ્વારા ફિલ્મનું એક લોરી સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. અત્યંત પ્રતિભાશાળી સિંગર રેખા ભારદ્વાજના અવાજમાં સ્વરબદ્ધ આ સોન્ગ મા- દીકરી વચ્ચેનો લાગણીભર્યો સબંધ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ ધ્રુવ ગોસ્વામી દ્વારા લિખિત અને દિર્ગદર્શિત છે. નીંદરું સોન્ગના શબ્દો જતન પંડ્યા દ્વારા લિખિત છે જ્યારે આ સોન્ગનું મ્યુઝિક વત્સલ અને કવન દ્વારા આપવામાં આવ્યું છે. આ પ્રથમવાર છે કે રેખા ભારદ્વાજ દ્વારા કોઈ ગુજરાતી ફિલ્મ માટે ગીત ગાવામાં આવ્યું છે અને રેખા ભારદ્વાજે આ સોન્ગ ગાવા માટે વ્યક્તિગત રીતે રસ દાખવ્યો હતો અને ખૂબ જ ઓછા સમય માં તેમણે આ સોન્ગ માટે હકારાત્મક પ્રતિસાદ આપ્યો.- ડિરેક્ટર- રાઇટર ધ્રુવ ગોસ્વામીએ જણાવ્યું હતું.
આવું કદાચ ગુજરાતી ફિલ્મમાં કર્મનો ધર્મ પ્રથમવાર બતાવવામાં આવ્યું: અભિનેત્રી દીક્ષા જોશી
અબતક સાથેની વાતચીતમાં દીક્ષા જોષી એ જણાવ્યું હતું કે, ફિલ્મની ટેગલાઇન છે -કરમ જ ઉગારે ને કરમ જ ડુબાડે, કરમ જેનો કાઠલો ઝાલે, પછી કોઈ નો આવે એની વારે- જે આપણને ઘણું બધું સમજાઈ જાય છે કે આ ફિલ્મકર્મ પર આધારિત છે ઘણાં સબંધોની મૂંઝવણ અને અને લાગણીઓનો ઉમંગ દર્શાવે છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ એક સિનેમેટિક ફિલ્મ છે જણાવ્યું હતું કે પ્રોસ્ટિટ્યૂટના અલગ જ અવતારમાં જોવા મળશે. આવું કદાચ કોઈપણ ગુજરાતી ફિલ્મમાં પ્રથમવાર બતાવવામાં આવ્યું છે. કાશી (દીક્ષા જોશી) તેની ગુમ થઈ ગયેલ દીકરીને શોધે છે અને પછી શું થાય છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. કાશી રાઘવ હિન્દી ફિલ્મોને પણ ટક્કર આપશે તે તો નક્કી જ છે.
નીંદરું સોન્ગ ર્માં-દીકરી વચ્ચેનો લાગણીભર્યો સબંધ દર્શાવે છે: ડિરેક્ટર-રાઇટર ધ્રુવ ગોસ્વામી
અબતક સાથેની વાતચીતમાં ડિરેક્ટર- રાઇટર ધ્રુવ ગોસ્વામી એ જણાવ્યું હતું.જ્યારથી કાશી રાઘવ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી દર્શકોમાં ફિલ્મ જોવા અંગેની જીજ્ઞાશા વધી છે. દર્શકોની ઉત્સુકતામાં વધારો કરવા માટે મેકર્સ દ્વારા ફિલ્મનું એક લોરી સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. અત્યંત પ્રતિભાશાળી સિંગર રેખા ભારદ્વાજના અવાજમાં સ્વરબદ્ધ આ સોન્ગ મા- દીકરી વચ્ચેનો લાગણીભર્યો સબંધ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ ધ્રુવ ગોસ્વામી દ્વારા લિખિત અને દિર્ગદર્શિત છે. નીંદરું સોન્ગના શબ્દો જતન પંડ્યા દ્વારા લિખિત છે જ્યારે આ સોન્ગનું મ્યુઝિક વત્સલ અને કવન દ્વારા આપવામાં આવ્યું છે. આ પ્રથમવાર છે કે રેખા ભારદ્વાજ દ્વારા કોઈ ગુજરાતી ફિલ્મ માટે ગીત ગાવામાં આવ્યું છે અને રેખા ભારદ્વાજે આ સોન્ગ ગાવા માટે વ્યક્તિગત રીતે રસ દાખવ્યો હતો અને ખૂબ જ ઓછા સમય માં તેમણે આ સોન્ગ માટે હકારાત્મક પ્રતિસાદ આપ્યો.