- 2023ની સરખામણીમાં હિન્દી ફિલ્મોનું કુલ ગ્રોસ કલેક્શન 25.1ટકા ઘટીને રૂ.4535.89 કરોડ થયું
બોલીવુડની ફિલ્મો સૌથી લોકપ્રિય ફિલ્મોમાં સ્થાન ધરાવે છે ત્યારે હાલ બોલીવુડની ઝાકમઝોળ ઝાંખી પડી છે. બોલીવુડની 2024ની ફિલ્મો લોક ચાહના મેળવવામાં અસફળ રહી છે. 2025 નજીક આવી રહ્યુ છે ત્યારે નવી ફિલ્મોને સર્જનાત્મક પડકારો અને મૂડી ભંડોળની અછત અસર કરશે. એક ફિલ્મ નિર્માતાએ જણાવ્યું હતું કે વર્ષ પૂરું થવા છતાં, કોઈ નવી ફિલ્મોનું નિર્માણ શરૂ થયું નથી.
2024 માં, મુંજ્યા, સ્ત્રી 2, અને શૈતાન જેવી ઓછાં બજેટવાળી હિન્દી ફિલ્મોએ વેપારની અપેક્ષાઓ કરતાં આગળ વધીને બોક્સ ઓફિસ પર સફળતા મેળવી છે. તેનાથી વિપરિત, બડે મિયાં છોટે મિયાં, મેદાન અને ફાઈટર જેવી મોટા બજેટની ફિલ્મોએ ઓછી સફળતા મેળવી છે. 2024માં, બોક્સ ઓફિસ ડેટા રિસર્ચ ફર્મ, સેક્નિલ્કના જણાવ્યા અનુસાર, 2023ની સરખામણીમાં હિન્દી ફિલ્મોનું કુલ ગ્રોસ કલેક્શન 25.1% ઘટીને રૂ. 4535.89 કરોડ થયું હતું.
સ્ટુડિયો, સામાન્ય રીતે વાર્ષિક 30 ફિલ્મોનું નિર્માણ કરે છે અને નવી હિન્દી ફિલ્મો માટે મુખ્ય ભંડોળ સ્ત્રોત છે, તાજેતરના વર્ષોમાં ફિલ્મોના નબળા પ્રદર્શનને કારણે વેઇટ એન્ડ વોચનો અભિગમ અપનાવ્યો છે. જે એક ગંભીર ચિંતાનું કારણ છે. આ ઉપરાંત વૈશ્વિક સ્ટુડિયો પણ વેઈટ એન્ડ વોચ મોડમાં છે, જે ભારતીય બજાર કરતાં વધુ આવક અને સબ્સ્ક્રાઇબર આપનારને વધુ મહત્વ આપે છે.
સેટેલાઇટ અથવા ટેલિવિઝન અધિકારો દ્વારા ફિલ્મ ભંડોળ એક મોટો પડકાર બની ગયો છે. એક નિર્માતાએ, સમજાવ્યું, “પ્રસારણકર્તાઓ ફિલ્મોમાં રોકાણ કરતા નથી કારણ કે દર્શકોની સંખ્યા ઘટી છે. જાહેરાતમાં મંદી, ઘટતા પગાર- સિનેમાઘરો ઘરો અને સ્ટ્રીમર્સની વધતી જતી લોકપ્રિયતાએ ચેનલોને ફિલ્મો માટે ચૂકવવામાં આવતી કિંમતોને અડધી કરવાની ફરજ પાડી છે.
ફિલ્મોને ધિરાણ આપવામાં બેંકોની રુચિ પણ નોંધપાત્ર રીતે ઘટી છે. ઉદ્યોગના દિગ્ગજ સંજય ભંડારીએ નોંધ્યું, “છેલ્લા સાત વર્ષોમાં, જાહેર ક્ષેત્રની બેંકોએ વાર્ષિક 10 થી ઓછી ફિલ્મોને ધિરાણ આપ્યું હતું, જ્યારે 2001 અને 2010 ની વચ્ચે દર વર્ષે 20-25 ફિલ્મોને ધિરાણ મળ્યું હતું.” તેમણે આ ઘટાડા માટે હિન્દી ફિલ્મોના નબળા પ્રદર્શન અને જૂની ફાઇનાન્સિંગ નીતિઓને કારણભૂત માની છે, જેમાં બેંકો ફિલ્મ લોન પર 10-12% વ્યાજ દર વસૂલ કરે છે. આ સહિત ખાનગી ધિરાણનો આશ્રય લેવો પણ મોંઘુ પડે તેવું છે. કારણ કે તે નિર્માતાઓ માટે ખર્ચાળ છે. ફાઇનાન્સર્સ ફિલ્મ લોન પર બેંકો જે વ્યાજ દર વસૂલ કરે છે તેના કરતાં બે ગણો ચાર્જ કરે છે.
આ પડકારો વચ્ચે, નવી ફિલ્મો માટેનું ભંડોળ હવે ફિલ્મના સ્ટ્રીમિંગ અને સંગીત પર આધાર રાખે છે. પડકારો હોવા છતાં, નિષ્ણાતો આગાહી કરે છે કે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ ફિલ્મ ભંડોળનો મુખ્ય સ્ત્રોત રહેશે.
ઋઈંઈઈઈં-ઊઢ 2024 રિપોર્ટમાં સ્ટ્રીમિંગ રાઇટ્સ વેચાણમાંથી આવકમાં 20 ટકા વૃદ્ધિનો અંદાજ છે, જે 2026 સુધીમાં રૂ.4,200 કરોડ સુધી પહોંચશે. આશાવાદી નિર્માતાઓ વર્તમાન ધિરાણની તંગીને કામચલાઉ માને છે, અને છ મહિનામાં લેન્ડસ્કેપમાં સુધારો થવાની અપેક્ષા છે.