- મેરા ભોલા હૈ ભંડારી કરે નંદી કી સવારી
- કે.કે. પટેલ સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલને એમ્બ્યુલેન્સની ભેટ આપતા મુખ્યવકતા રાજેન્દ્રગીરી
નીલકંઠ મહાદેવ ખત્રી તળાવના સાનિધ્યમાં ભવ્ય આયોજન સાથે ચાલી રહેલી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞમાં વક્તા રાજેન્દ્ર ગિરી બાપુએ શાસ્ત્ર સમજાવતાં જીવ ને શિવમાં વિલિન થવાનો તરાપો માત્રને માત્ર ભક્તિ છે. ભક્તિથી મન સ્થિર થયા છે , સ્થિર મન નિર્વિચાર બને છે અને નિર્વિચાર અવસ્થા ધ્યાન છે ધ્યાન તેજ છે ધ્યાન શિવ છે ધ્યાન શક્તિ છે. ધ્યાન એટલે સ્વતત્વની પરખ, કલ્યાણકારી શિવ છે એવા અનેક સિધ્ધાંત સમજાવ્યા હતા. ભાવિકોની મોટી ઉપસ્થિતિમાં યજમાન દેવશીભાઈ અરજણ કેરાઈ અને બંધુ કુંવરજીભાઈ કેરાઈ નૈરોબી ડનહિલ પરિવારે મોટી સુવિધાઓ કરી છે બે મોટા પંડાલ સજાવાયા છે પ્રસાદ , પ્રદર્શન સૌ માટે છે. ચોવીસી, ભુજ, માંડવી , અંજાર સહિતના શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. શેરડી રસ, ફળફળાદીની પ્રસાદી ઉપ્લબ્ધ કરાવાઈ છે. યજમાન પરિવારના આમંત્રણે આફ્રિકા, યુ.કે. આખાતી દેશોના સભ્યો કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે નાઇરોબીથી અશ્વેત સ્થાનિક આગેવાનો પણ મહેમાન છે. મોટી સંખ્યામાં મહિલા ભક્તો શ્રવણ લાભ લઈ રહ્યા છે. યજમાન પરિવાર દ્વારા કચ્છી લેવા પટેલ સમાજ ભુજ સંચાલિત હોસ્પિટલો માટે એમ્બ્યુલન્સની ભેટ આપી હતી. સેવા સ્વીકારતાં મોભી ગોપાલભાઈ ગોરસીયા , કેસરાભાઈ પિંડોરિયા, પ્રમુખ વેલજી પિંડોરિયા, વસંત પટેલ શામજી પિંડોરિયા , ગોપાલ વેકરીયા, શ્રેષ્ઠી નાનજીભાઈ પિંડોરિયા, લાલજી મેઘજી હીરાણી, રાવરીના આગેવાન વેલજીભાઈ પિંડોરિયા સહિત કેરા , કુંદનપર, દહિંસરા , મેઘપર ગોડપર માનકુવા બળદિયા સૂરજપર,ધારાસભ્ય કેશુભાઇ પટેલ, માંડવી ભુજ સહિતના કચ્છના અનેક કેન્દ્રો માંથી ભાવિકો લાભ લઈ રહ્યા છે., 24/ 12 ના રાત્રે 8:30 કલાકે સાંઈરામ દવે નો હાસ્ય ડાયરો યોજાશે. કથા સમય બપોરે 3 થી 6:30 રખાયો છે. સમગ્ર આયોજનને શિવ ગૌભક્ત ધનજીભાઈ દરબારની શુભેચ્છા અપાઈ હતી. દયાગિરી બાપુએ લોક સાહિત્યિક શૈલીમાં શિવ તત્ત્વ સમજાવ્યું હતું.