- તમાકુ સિગારેટના ગેરકાનૂની વેપલાથી સરકારને વર્ષે 21000 કરોડ રૂપિયાનું થાય છે નુકસાન
જીએસટી કાઉન્સિલ ની જેસલમેર મા યોજાયેલ બેઠકમાં સિગરેટ પાન મસાલા સહિતની વસ્તુઓમાં વધારે પડતી થતી ટેક્સ ચોરી ને પકડવા ટ્રેક ટ્રેસ”પદ્ધતિ અપનાવવા સરકારે નિર્ણય લીધો છે, તમાકુ સિગરેટ અને તમાકુની બનાવટમાં સૌથી વધુ ટેક્સ ચોરી થાય છે, તમાકુ અને ખાસ કરીને વિદેશી સિગરેટ સહિતની વસ્તુઓ ગેરકાયદેસર વેચાણ અને દાણચોરી ને લઈને વર્ષે અંદાજિત રૂપિયા 21000 કરોડ રૂપિયા નું ટેક્સનું નુકસાન થાય છે આ ટેક્સ ચોરી પકડવા માટે હવે ટ્રેક ટ્રેસ”પદ્ધતિ અપનાવવા કવાયત હાથ કરવામાં આવી છે,
ટ્રેક ટ્રેસ”પદ્ધતિ યુનિક આઈડી માર્કિંગ પર આધારિત હશે જે માલ અથવા પેકિંગ પર ચોંટાડવામાં આવશે, જેનાથી સપ્લાય ચેન માં તમાકુ સહિતના ઉત્પાદનો ટ્રેસ કરવા માટે મદદરૂપ થશ સ્ટીલ રિયલ એસ્ટેટ ઈનપુટ માં થતી જીએસટી ચોરી માં સૌથી વધુ જીએસટીની ચોરી તમાકુ અને સિગારેટમાં થાય છે ગયા વર્ષે 180 કરોડ રૂપિયાની સિગરેટ ઝડપાઈ હતી સરકારને વર્ષે તમાકુ સિગરેટ ની કરચોરી થી 21000કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે જ્યારે વિશ્વ આરોગ્ય કેન્દ્ર એ તમાકુ ઉત્પાદનો ના ગેરકાયદેસર વેપારને દૂર કરવા ની ખાસ તાકીદ કરી છે તે માટે આ ટ્રેક એન્ડ ટ્રેસ યોજના અસરકારક બનશે
છેલ્લા ઘણા સમયથી સરકાર જીએસટી ચોરી અટકાવવા માટે ખાસ યોજના અને તરકીબવિચારી રહી હતી.યુરોપિયનસંઘ, ઇંગ્લેન્ડ, તુર્કી જેવા દેશોમાં આવી ટ્રેક ટ્રેસ પદ્ધતિનો સફળ ઉપયોગ થાય છે આ દેશોમાં તમામ ઉત્પાદકો અને આયાતકારની સાથે સાથે તમાકુ નું પરિવહન કરતા એકમો ને ખાસ આઈડી અને સ્કેનિંગ થી તપાસ કરવાની વ્યવસ્થા છે, જેમાં આયાત અને નીકાસ માટેના ક્ધટેનર ને ઇલેક્ટ્રોનિકલી ટ્રેસ કરી શકાય છે
ભારતમાં પણ તમાકુ અને સિગરેટ પાન મસાલા ની જીએસટી ચોરી માટે હવેટ્રેક ટ્રેસ”પદ્ધતિ અમલમાં લાવી સરકાર તમાકુની બનાવટો ની ગેર કાયદેસર હેરાફેરી અને મોટી ટેક્સ ચોરી અટકાવશે.
જીએસટી ચોરી અટકાવવા યુનિક આઈડી પદ્ધતિ અપનાવાશે
જીએસટી ચોરી દુષણ અટકાવવા દેશમાં ટૂંક સમયમાં યુનિક આઈડી પદ્ધતિ અપનાવશે ટ્રેક ટ્રેસ”સિસ્ટમ માં યુનિક આઈડેટીફીકેશન માર્કિંગ” યુઆઈ એમ ’દ્વારા વધુ ટેક્સ ચોરી ની સંભાવના વાળી વસ્તુઓ ને ખાસ યુ આઈ એમ આપવામાં આવશે અને આ પદ્ધતિમાં ટેક્સચોરી કરતા પકડાયેલા હોને 1 લાખ અથવા તો ટેક્સ ના 10% સુધીની વધારાની પેનલ્ટી નો દંડ કરવામાં આવશે આ પદ્ધતિથી ગુટકા સિગરેટ અને તમાકુ ની બનાવટો ની ગેરકાયદેસર હેરાફેરી દાણચોરી જેવા દૂષણને અટકાવી શકાશે