- કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- પુણા પોલીસે મુદ્દામાલ સાથે 1 ની કરી ધરપકડ
- આરોપીને વોન્ટેડ જાહેર કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
Surat : કારમાંથી કીમત રૂપિયા 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ દરમિયાન પુણા પોલીસે મુદ્દામાલ સાથે 1 આરોપીની ધરપકડ કરી હતી. તેમજ આરોપીને વોન્ટેડ જાહેર કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અનુસાર માહિતી મુજબ, સુરતમાં પુણા પોલીસે ફોરવ્હીલ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ પોલીસે 1 ઇસમની ધરપકડ કરી હતી અને દારૂ અને ફોરવ્હીલ મળી કુલ રૂપિયા 6.21 લાખનો મુદામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતમાં પુણા પોલીસની ટીમે સીતાનગર ચાર રસ્તા પાસેથી ફોરવ્હીલ ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી 1,11,480 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પુણા પોલીસે ફોરવ્હીલ કાર, દારૂ અને એક મોબાઈલ ફોન મળી કુલ 6,21,480 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપી આશિષ પ્રેમચંદ રાઠોડની ધરપકડ કરી હતી. જયારે દારૂનો જથ્થો આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય