21 ડિસેમ્બર 2024: એક ઐતિહાસિક પગલામાં, સંયુક્ત રાષ્ટ્રે 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો છે, જે ધ્યાનની રૂપાંતરણકારી શક્તિને સમર્થન આપે છે. ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્ગુરુએ આજના સમયમાં તેની સુસંગતતાને દર્શાવતો મેસેજ શેર કર્યો છે.
X પર સદ્ગુરુએ કહ્યું, “ધ્યાન એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા તમે આ મનને એવી રીતે ચલાવતા શીખો છો કે તે એક ચમત્કાર તરીકે કાર્ય કરે. એ પ્રશંસનીય છે કે સંયુક્ત રાષ્ટ્રે માનસિક સ્વાસ્થ્ય, ભાવનાત્મક સ્થિરતા અને સંતુલન માટેના સાધન તરીકે ધ્યાનને એવા સમયે સમર્થન આપ્યું છે જ્યારે નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે માનસિક સ્વાસ્થ્યની મહામારી આવી રહી છે. એ મારી ઈચ્છા અને આશીર્વાદ છે કે પૃથ્વી પરનો દરેક માણસ મનના ચમત્કારનો અનુભવ કરે. ચાલો તે કરી બતાવીએ. -સદ્ગુરુ”
Meditation is that process through which you learn to operate this mind so that it functions as a miracle. It is commendable that the United Nations has recognized meditation as a tool to create mental health, emotional stability and balance at a time when experts are predicting… pic.twitter.com/bTfyAItXq4
— Sadhguru (@SadhguruJV) December 21, 2024
વિડિયો સંદેશમાં સદ્ગુરુએ કહ્યું, “21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવું મહત્ત્વનું છે કેમ કે આજે માનવતા જે સૌથી મોટી સમસ્યાઓનો સામનો કરી રહી છે તેમાંની એક માનસિક સ્થિરતા, સંતુલન અને સ્વાસ્થ્યની છે.”
સદ્ગુરુએ માનવ મનની ક્ષમતાને ખોલવામાં ધ્યાનની ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે મનને “સૌથી મોટો ચમત્કાર” ગણાવ્યો, જેને દુર્ભાગ્યે ઘણા લોકો યોગ્ય સાધનોના અભાવે તણાવના સ્રોત તરીકે અનુભવે છે. “ધ્યાન એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા તમે આ મનને એવી રીતે ચલાવતા શીખો છો કે તે એક ચમત્કાર તરીકે કાર્ય કરે.”
વૈશ્વિક અભિયાનના ભાગરૂપે, સદ્ગુરુએ આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થનાર મિરેકલ ઓફ માઈન્ડ એપની જાહેરાત પણ કરી. આ એપ એક સરળ ધ્યાન પ્રક્રિયા આપશે જે તમારા જીવનમાં શાંતિ, આનંદ અને ઉત્સાહ લાવવા માટે ગમે ત્યાં કરી શકાય છે.
“એ ખૂબ સરસ છે કે ભારત ફરીથી વિશ્વને રૂપાંતરણના સાધનો આપવામાં અગ્રેસર છે. આનંદીત, સ્વસ્થ અને ઉત્સાહી માનવોની પેઢી બનાવવામાં આ ખૂબ મહત્ત્વનું અને નોંધપાત્ર પગલું છે,” સંયુક્ત રાષ્ટ્ર, ભારત સરકાર અને આ ઠરાવને સમર્થન આપનારા તમામ દેશોને અભિનંદન આપતા સદ્ગુરુએ ઉમેર્યું.
ત્રણ દાયકાથી વધુ સમયથી, સદ્ગુરુએ વિશ્વભરના લાખો લોકોને લાભ આપતા ગહન યોગ અને ધ્યાનના સાધનો પ્રદાન કર્યા છે. 30 લાખથી વધુ લોકોએ ઈનર એન્જિનિયરિંગ કર્યું છે. અગ્રણી યુનિવર્સિટીઓના સંશોધનમાં ઈનર એન્જિનિયરિંગથી ઊંઘની ગુણવત્તામાં સુધારો, તણાવમાં ૫૦% ઘટાડો અને વધારે ઊર્જા, આનંદ અને ઉત્પાદકતા નોંધાઈ છે.
બધા માટે સુલભ, સદ્ગુરુ દ્વારા ૧૨-મિનિટનું મફત માર્ગદર્શિત ધ્યાન ઈશા ક્રિયા, સદ્ગુરુ એપમાં આપવામાં આવેલા ઘણા યોગાભ્યાસોમાંનું એક છે, જે અસંખ્ય લોકોને દરરોજ જીવન-રૂપાંતરિત કરે તેવા લાભો અનુભવવા સક્ષમ બનાવે છે. સદ્ગુરુ ધ્યાનના એડવાન્સ કાર્યક્રમો પણ પ્રદાન કરે છે જેમાં શૂન્ય ધ્યાન, જે જાગરૂક રીતે કંઇ ન કરવાની સરળ પ્રક્રિયા છે અને સમ્યમા, જે સહભાગીઓને ચેતનાની ઉચ્ચ અવસ્થાઓ સુધી પહોંચવા દે છે, તે સહીત બીજા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.