ડાંગ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આજરોજ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં ડાંગના અધિક જિલ્લા કલેક્ટર બી.બી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને ‘જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિ’ ની બેઠક યોજાઇ હતી. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમા જિલ્લા અધિકારીઓને સૂચના આપતા અધિક જિલ્લા કલેકટર બી.બી.ચૌધરીએ, જિલ્લાના પદાધિકારીઓ સહિત MP/MLA જેવા જનપ્રતિનિધીઓની લેખિત કે મૌખિક રજૂઆતો, પ્રશ્નો, અરજીઓનો સમય મર્યાદામા સાનુકૂળ નિકાલ/જવાબ કરવાની પણ તાકીદ કરી હતી.
બેઠકમાં સરકારી લેણાંની બાકી વસૂલાતો, તુમાર સેન્શન, પેન્શન કેસ, ઓડિટ પેરા ઉપરાંત નશામુક્ત ભારત અભિયાનની બાબતો, શિક્ષણની સ્થિતિ, CM ડેશબોર્ડ, ન્યૂઝ એનાલિસિસની કામગીરી, ખુલ્લામા બોર/કૂવા, ગટર લાઇન જેવા સ્થળોની ચકાસણી જેવા મુદ્દે સવિસ્તાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં થતી વિવિધ સકારાત્મક પ્રવૃતિઓ તેમજ સરકારી યોજનાઓ/કાર્યક્રમોનો અસરકારક અમલ લોકો સુધી પહોંચે તે માટે તમામ અધિકારીઓના સોશિયલ મિડીયા પ્ટેટ્ફોર્મસ બનાવી તેનો મહત્તમ ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા કલેક્ટર બી.બી.ચૌધરી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલે અધિકારઓને માર્ગદર્શીત કર્યા હતા.