તા ૨૨.૧૨.૨૦૨૪ , રવિવાર ,સંવંત ૨૦૮૧, માગશર વદ સાતમ, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર , આયુષ્માન યોગ , બાલવ કરણ , આજે બપોરે ૧૨.૫૫ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) ત્યારબાદ કન્યા (પ ,ઠ ,ણ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : સીધી સરળ વાતથી કાર્ય નહિ બને એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. લાગણીના સંબંધોમાં સારું રહે.
મિથુન (ક,છ,ઘ) : તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
કર્ક (ડ,હ) : ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
સિંહ (મ,ટ) : બેન્ક વીમા વિગેરે કાર્ય કરીશ શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવા વિચારોથી લાભ થાય ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય. અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
વૃશ્ચિક (ન ,ય) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ):વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
મકર (ખ,જ) : ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) : બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ) : પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,સુંદર દિવસ.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી