- મહારાષ્ટ્ર થાણેના જવેલર્સમાં થયેલા 5 કરોડના સોના ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો
- પાંચ રાજસ્થાની ઈસમો ઝડપાયા
- 29 લાખ 15 હજારની મત્તા કબ્જે
મહારાષ્ટ્રના થાણે ખાતેના મેં. વામન શંકર મરાઠે નામના જવેલર્સમાંથી 5 કરોડ 79 લાખની ચોરી થઈ હતી. જે મહારાષ્ટ્ર થાણેના જવેલર્સમાં થયેલા 5 કરોડના સોના ચાંદીના દાગીનાની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચોરી કરનાર 5 ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેમજ થાણે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરીના આરોપી સુરતમાં છુપાયા છે. આ દરમિયાન બાતમીના આધારે થાણે ક્રાઈમ બ્રાન્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચને સાથે રાખી 5 ચોરોને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા પાંચેય આરોપી રાજ્યસ્થાનના વતની હતા. 484 ગ્રામ સોનું ,ચાંદી ના 5.5 કિલો દાગીના અમે સિક્કા તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરમિયાન પોલીસે આરોપી પાસેથી 29 લાખ 15 હજાર ની મત્તા કબજે કરી હતી. પોલીસે નાગજી મેઘવાલ,લીલારામ મેઘવાલ,જેસારામ કલબી,ચુનીલાલ પ્રજાપતિ અને દોનારામ મેઘવાલ નામના પાંચ એરોપીને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા પાંચેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સુરત પોલીસે પાંચેયને થાણે પોલીસના હવાલે કરી દીધા હતા અને આ દરમિયાન વધુ તપાસ થાણે પોલીસ હાથ ધરશે.
અનુસાર માહિતી મુજબ, મહારાષ્ટ્રના થાણેમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો હતો. જ્વેલરી શોપમાં ઘુસીને સોના-ચાંદીના દાગીના પર હાથ ફેરો કરનારાને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હતાં. જો કે, ચોરી કરીને મહારાષ્ટ્રથી નાસી ગયેલા તસ્કરોને સુરતની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યાં હતાં. તેમજ આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે. ત્યારે હાલ તમામ આરોપીઓને થાણે પોલીસના હવાલે કરવામાં આવ્યાં છે.
બાતમીના આધારે કાર્યવાહી
મહારાષ્ટ્ર થાણેના જવેલર્સમાં થયેલા 5 કરોડથી વધુની કિંમતની ચોરી થઈ હતી. તેમજ સોના ચાંદીના દાગીનાની થયેલ ચોરીનો ભેદ સુરત પોલીસે ઉકેલ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચોરી કરનાર 5 ઈસમોને ઝડપી પાડ્યા હતા. થાણે ખાતેના મેં. વામન શંકર મરાઠે નામના જવેલર્સમાંથી 5 કરોડથી વઘુની ચોરી થઈ હતી. ત્યારે થાણે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, ચોરીના આરોપી સુરતમાં છુપાયા છે. જેથી બાતમીના આધારે થાણે ક્રાઈમ બ્રાન્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચને સાથે રાખી 5 ચોરોને ઝડપી પાડ્યા છે.
મુદ્દામાલ કબ્જે કરાયો
ઝડપાયેલા પાંચેય આરોપી રાજ્યસ્થાનના વતની છે. 484 ગ્રામ સોનું ,ચાંદી ના 5.5 કિલો દાગીના અમે સિક્કા તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપી પાસેથી 29 લાખ 15 હજારની મુદામાલ કબજે કર્યો હતો. તેમજ પોલીસે નાગજી મેઘવાલ,લીલારામ મેઘવાલ,જેસારામ કલબી,ચુનીલાલ પ્રજાપતિ અને દોનારામ મેઘવાલ નામના પાંચને ઝડપી પાડ્યા છે. આ દરમિયાન ઝડપાયેલા પાંચેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સુરત પોલીસે પાંચેયને થાણે પોલીસના હવાલે કરી દીધા છે. જેથી વધુ તપાસ થાણે પોલીસ હાથ ધરી રહી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય