- રશિયાના કઝાનમાં 9/11 જેવો હુ-મલો થયો
- 3 ઊંચી ઈમારતો પર ડ્રોન એટેક થતાં જોરદાર બ્લા-સ્ટ થયો
રશિયાના કઝાન શહેરમાં મોટો ડ્રોન હુ-મલો થયો છે, જેમાં ત્રણ બહુમાળી ઇમારતોને નિશાન બનાવવામાં આવી છે. તેમજ આ હુ-મલામાં મોટા પાયે નુકસાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે. આ હુ-મલામાં 37 માળની ઇમારતને પણ નિશાન બનાવવામાં આવી હતી, જે કઝાનની સૌથી ઊંચી ઇમારતોમાંની એક હતી. તેમજ આ હુ-મલાને લઈને ઘણા લોકો તેને અમેરિકાના 9/11 હુ-મલા સાથે જોડી રહ્યા છે. ઓસામા બિન લાદેનની આગેવાની હેઠળના 9/11ના હુ-મલામાં મોટા વેપારી કેન્દ્રોની ઇમારતોને નિશાન બનાવવામાં આવી હતી, તેવી જ રીતે કઝાનમાં પણ ઊંચી અને અગ્રણી ઇમારતોને નિશાન બનાવવામાં આવી છે. તેમજ આ પ્રકારનો હુ-મલો તદ્દન આઘાતજનક છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનું કારણ બની ગયો છે.
કઝાન એરપોર્ટ બંધ
કઝાન એરપોર્ટ પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટના આગમન અને પ્રસ્થાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ રશિયાના એવિએશન વોચડોગ રોસાવિયેતસિયાએ શનિવારે ટેલિગ્રામ મેસેજિંગ એપ દ્વારા જણાવ્યું હતું કે શહેર પર યુક્રેનિયન ડ્રોન હુ-મલા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
રશિયાએ અન્ય 2 એરપોર્ટ પર પણ કામચલાઉ પ્રતિબંધો લાદી દીધા છે. આ પ્રતિબંધો ઇઝેવસ્ક, કાઝાનના ઉત્તર-પૂર્વ અને સારાટોવમાં લાદવામાં આવ્યા હતા. જો કે, ત્યારબાદમાં સારાટોવ પરના નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા હતા.
ઉંચી ઇમારતો પર ડ્રોન હુ-મલા
રશિયન રાજ્ય સમાચાર એજન્સી TASS એ મોસ્કોથી લગભગ 800 કિમી પૂર્વમાં સ્થિત શહેર કઝાનમાં રહેણાંક સંકુલ પર ડ્રોન હુ-મલાની જાણ કરી હતી. તેમજ એજન્સીએ જણાવ્યું કે રહેણાંકની 3 ઊંચી ઈમારતો પર ડ્રોન એટેક થતાં જોરદાર બ્લા-સ્ટ થયો હતો. તેમજ એજન્સીઓએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને કહ્યું કે કોઈ જાનહાનિ થઈ નથી.
યુક્રેનનો પણ મોટો દાવો છે
બીજી તરફ, યુક્રેન સામે લડવા માટે રશિયા મોકલવામાં આવેલા ઉત્તર કોરિયાના સૈનિકોએ યુક્રેનિયન ડ્રોનને અટકાવવામાં વધુ સાવધાનીપૂર્વક વર્તન કરવાનું શરૂ કર્યું છે. ત્યારે યુક્રેનની સેનાએ મોટો દાવો કર્યો છે કે અમારી સામેના યુદ્ધમાં ઉત્તર કોરિયાની સેનાને મોટું નુકસાન થયું છે.