- વીજળી સલામતી અંગે જાગૃતતા ફેલાવવા પીજીવીસીએલ “ખડેપગે”
કોઈપણ દેશના આર્થિક વિકાસ ઉર્જા માટે મુખ્ય ઘટક છે. માનવ જાતિના રોજિંદા કામ માટે ઉર્જા એ અગત્યની જરૂરીયાત છે. ઉર્જા જુદા જુદા સ્વરૂપોમાં મળે છે જેમ કે, ઉષ્મિય, પ્રકાશ, યાંત્રિક, વિદ્યુત, રસાયણિક અને ન્યુક્લિયર ઉર્જા. આ ઉર્જા પ્રદાન કરવાવાળા પદાર્થો કોલસો, ગેસ, સૂર્ય અને ઓઇલ વગેરે છે. આ ઉદ્યોગોથી માંડીને નગરપાલીકાઓમાં, મોટી મોટી ફેક્ટરીઓને લીધે વીજ વપરાશમાં સતત વધારો થતાં વીજ બિલનું ભારણ ચિંતાનો વિષય બની જાય ,રાજકોટ પીજીવીસીએલ કચેરી દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે, વીજળી ની બચત કઈ રીતે કરવી,કઈ રીતની લાઈટનો ઉપયોગ કરવો, એલઇડી લાઇટ, બી એલ ડી સી ફેન નો ઉપયોગ કરવો, તેના વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે આ ઉપરાંત રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આશરે 300 જેટલા લોકો જોડાયા,પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ પણ રેલીમાં જોડાયા. સૂર્ય ઉર્જા રૂફ ટોપ થી થતા ફાયદા વિશે અને વીજ રિસાઇકલ વિશે લોકો ને જાગૃત કરવામા આવ્યા.
વીજળી સલામતી સપ્તાહ અંતર્ગત રેલીનું આયોજન કરાયું: જેપ્રીશ ગાંધી
અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જેપ્રીશ ગાંધીએ જણાવ્યું હતું કે 14 ડિસેમ્બર થી 21 ડિસેમ્બર ભારત દેશના પાવર સપ્લાય કરતા વિક્રતાઓ અને વીજ વિતરણ કંપનીઓ દ્વારા પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહ અંતર્ગત રાજકોટમાં લોકોમાં જાગૃતિ ફેલાય અને પુન:પ્રાપ્ય વીજળીની જે ઉપલબ્ધતા થાય છે જેમકે રોફટોપ સોલાર લ, સોલાર એનર્જી અને ઘરે લગાવવા માટે નાની પવનચક્કી પણ હવે ઉપલબ્ધ થાય તે માટે લોક જાગૃતિ માટે રેલી નું આયોજન કરવામાં આવ્યું છે.વીજળીની સલામતીની જે જરૂરિયાત છે તે માટેનો સંદેશ પણ આપવામાં આવ્યો.