- ત્રણ તસ્કરો સીસીટીવીમાં થયા કેદ
- બંધ મકાનમાં રોકડા તેમજ દાગીનાની થઇ ચોરી
ભચાઉના રામવાડી વિસ્તારમાં રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારમાં ચોરીના બનાવ બન્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે એક સાથે ત્રણ ઘરના તાળા તોડી નિશાચરોએ રામવાડી વિસ્તારમાં રહેતા રસિકલાલ ઠક્કરના ઘરે રૂ. 5,000 જેવી રોકડ અને માલમત્તાની ચોરી કરી હતી, તે જ વિસ્તારમાં રહેતા અમીચંદ પુજારાના ઘરે પણ રૂ.20,000 રોકડા અને ચાંદીના દાગીના સહિતની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. તેમજ વાસુ વાળાના ઘરે ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. જે ત્રણ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
ત્રણે મકાન માલીકો બહારગામ હોવાથી નીશાચરો આ તકનો લાભ લઇ ગયા ભચાઉ શહેરમાં પોલીસની ઢીલી નીતિને લઈને નિશાચારો પણ સક્રિય થઈ રહ્યા છે જેમાં શહેરના પરા સમા રામવાડી વિસ્તારમાં એક સાથે ત્રણ બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટનાથી શહેરના લોકોમાં ભયનું માહોલ છવાયું છે ત્યારે પોલીસ સક્રિય થઈ કાર્યવાહી કરે તે જરૂરી છે. ભચાઉના રામવાડી વિસ્તારમાં તા. 19/12 ના રાત્રી દરમિયાન એક સાથે ત્રણ ઘરના તાળા તોડી નિશાચરો રામવાડી વિસ્તારમાં રહેતા રસિકલાલ અરજણ ઠક્કર જેમના ઘરે રૂ. 5,000 જેવી રોકડ અને માલમત્તાની ચોરી થઈ હતી.
તે જ વિસ્તારમાં રહેતા પુજારા અમીચંદના ઘરે પણ રૂ.20,000 રોકડા અને ચાંદીના દાગીના સહિતની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું.તો નજીકમાં આવેલા ઓમ કોમ્પ્યુટર વાળા વાસુભાઈના ઘરે પણ ચોરીનો બનાવ બન્યો હતો. આ ત્રણેય ચોરીમાં ઘરમાલિકો ઘરને તાળા મારી બહાર ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ભચાઉમાં સક્રિય થયેલા નિશાચારોએ બંધ ઘરને નિશાન બનાવીને ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.રામવાડી વિસ્તારના લોકોના જણાવ્યા પ્રમાણે અહીં રહેતા વીશનજીભાઈ હૈયા ઘરે દસ દિવસ પહેલા ચોરીનો બનાવ બન્યો હતો જેમાં 15000 જેવી રોકડ ચોરાઈ હતી.ત્રણ તસ્કર સીસી ટીવીમાં કેદ થયા
તા.19/12 ના રાત્રી દરમિયાન ત્રણ બંધ ઘરોને નિશાન બનાવી ચોરી કરનાર ત્રણ તસ્કરો સીસી ટીવી કેમેરામાં કેદ થયા છે. આ બાબતે પોલીસ મથકે ફરિયાદો નોંધાવવાની તજવીજ હાથ ધરાઇ હતી અને પોલીસ સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી છે
અહેવાલ: ગની કુંભાર