- ખેડૂતોના દશ બિલિયન ડોલર, આપાતકાલીન રાજ્યના સો બિલિયન ડોલરનું ચુકવણું સ્થગિત કરાયું
અમેરિકા ને પણ કરજનું ભારણ ના નડતર ગ્રહણ લાગ્યું હોય તેમ ખેડૂતોના 10 બિલિયન ડોલર અને આપાતકાલીન રાજ્યના 100 બિલિયન ડોલરના ચુકવણા સ્થગિત કરી ને દેવું ચૂકવવા કરકસર યુક્ત પગલા ભરીને શટડાઉન ના નિર્ણયથી અમેરિકા નો વહીવટ અને કેટલીક સવલતોને બ્રેક લાગશે ..અને નાતાલના તહેવારની ઉજવણી અને કેટલીક જરૂરી સુવિધાઓને અસર કરશે,
રિપબ્લિકન શશિત અમેરિકા સંસદે છેલ્લી ઘડી સુધી શટ ડાઉન નીવારવાના પ્રયત્નો કર્યા હતા અલબત્તશુક્રવારે મોડી રાત્રે શટ ડાઉન નો નિર્ણય લેવાયો, રાજકોષીય દેવું ચૂકવવા કરકસરના ભાગરૂપે શટ ડાઉન અને ખાસ કરીને ખેડૂતોના 10 બિલિયન અને આપાતકાલીન રાજ્યો માટે ના 100 મિલિયન ડોલરનું ચૂકવવું માર્ચ મહિના સુધી કરવાનો નિર્ણય લીધો છે.
અમેરિકાની વધતી જતી રાજકોસિય ખાધ અને જાહેર દેવું ધ્યાનમાં લઈને સરકારે શટ ડાઉનનો નિર્ણય કર્યો છે, ટ્રમ્પ સરકાર માટે દેવા માં રાહત મેળવવા માટે વધારાના ખર્ચા પર કાપ મૂકવો જરૂરી છે શટ ડાઉન થી હજારો કામદારો, પ્રવાસન વેપાર જગત ને મોટી અસર થશે ખાસ કરીને નાતાલના આગામી તહેવારો માં લઈને મંદિની અસર જોવા મળશે, પ્રમુખ ટ્રમ્પ અને તેમના માલેતુજાર મિત્ર મસ્ક એ અમેરિકા ની આર્થિક સ્થિતિ સ્થિર કરવા પરામર્શ કર્યોહતો.ટ્રમ્પ સરકારે ઔદ્યોગિક વિકાસ અને ખાસ કરીને ચીન જેવા સ્પર્ધકો ને મહાત્ કરવા માટે આકરા નિર્ણયોનીતૈયારી લીધી છે ડેમોક્રેટિક સાંસદ રોઝ લયુરો એ સરકારની કરકસર ની નીતિની ટીકા કરી હતી જો કે મસ્ક એ ટ્રમ્પ સરકારની આર્થિક નીતિ અંગે સંતોષ કર્યો હતો. અમેરિકાના દેવા ની વૃદ્ધિ અટકાવવા માટે સરકાર દ્વારા શટડાઉન નો નિર્ણય લીધો છે, માર્ચ મહિના સુધી ખેડૂતો અને ખાસ કરીને આપાતકાલીન રાજ્યો માટેના ફન્ડ અટકાવી દેવાની લાંબા ગાળાની અસરો થશે પરંતુ અમેરિકા સરકાર માટે દેવાની વૃદ્ધિ અટકાવવા માટે શટ ડાઉન અનિવાર્ય બન્યું છે તેની અસર હેઠળ અમેરિકાનું શેર બજાર પણ અસરગ્રસ્ત થશે અને તેના પડઘા સમગ્ર વિશ્વના મૂડી બજાર પર પડે તેવી શક્યતા સેવાઈ રહી છે.
અમેરિકામાં અત્યાર સુધી 1981 થી કુલ 13 જેટલા શટ ડાઉન કરવામાં આવ્યા છે ડિસેમ્બર 1995 માં 21 દિવસના શટ ડાઉન બાદ 208/19 માં ટ્રમ્પ ના પ્રથમ શાસનમાં35દિવસનાશટ ડાઉન 2013માં 16દિવસ નું શટ ડાઉન કરવામાં આવ્યું હતું. સરકારી ભંડોળમાં કાપ મૂકી કરજ ઘટાડવા ના પ્રયાસથી20 લાખ જેટલા કામદાર અસરગ્રસ્ત થવાના હોવાથી પ્રવાસન ઉદ્યોગ, જાહેર સુવિધા ,સામાજિક કાર્યક્રમો ને અસર થશે જોકે જીવન જરૂરી ચીજ વસ્તુઓ એર ટ્રાફિક, પોસ્ટલ સેવા ને રાબેતા મુજબ રાખવામાં આવશે ખાનગી ક્ષેત્રને મહદક્ષ્શ મંદીનો સામનો કરવો પડે જેના કારણે ક્રિસ્મસ જેવા તહેવારોની રોનક માં અસર જોવા મળશે.