- મ્યુઝિક થેરાપીને હવે તબીબી વિજ્ઞાન પણ માનવા લાગ્યું છે: ભારત પાસે રાગ આધારિત પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે: સંગીત દ્વારા ઘણી બધી બીમારીનો ઉપચાર થઈ શકે છે
આજકાલના ઇન્ફર્મેશન ટેકનોલોજી યુગમાં પણ સંગીતના ચાહકો ની પ્રથમ પસંદ જુના ગીતો રહ્યા છે, ત્યારે કલર યુગમાં પણ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ અને તેના વિડિયો સોંગ સાંભળવાનો કે મોબાઇલમાં સેવ કરવાનો અનેરો ક્રેઝ જોવા મળે છે. આજનો યુવા વર્ગ પણ આ શોખ ધરાવે છે, ત્યારે ઘણા બધા જુના ફિલ્મી ગીતો રિમિક્સ કરી અને પોતાના મોબાઈલમાં રીંગટોનમાં રાખે છે. જુના ગીતના શબ્દો સંગીત અને ગાયકોનો અવાજ ખૂબ જ શ્રેષ્ઠ હોવાથી આજે 70 વર્ષ પહેલાના જુના ગીતો યુવા વર્ગમાં એટલા જ ફેમસ છે. ઉદાહરણ તરીકે યે રાતે યે મોસમ નદી કા કિનારા અને આ જાઓ તડપતે એ અરમાન, અબ રાત ગુજરને વાલી હે, જેવા ઘણા ગીતો આજે યુવા વર્ગમાં ખૂબ જ પ્રિય છે. આજે મોટાભાગના લોકો રફી, મુકેશ, કિશોર, લતા, આશા, મન્નાડે, મહેન્દ્ર કપૂર, હેમંતકુમાર, તલત મહેમુદ જેવા ગાયકોના શ્રેષ્ઠ ગીતો સાંભળે છે.
સંગીતનાં સૂર-રાગનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે. સંગીતના સાતસુરનો સબંધ જન્મથી મૃત્યું સુધી માનવી સાથે જોડાયેલો છે. ઘોડીયામાં હિંચકતા નાના બાળકને તેની માતાના અવાજથી શાંતિ મળે છે.જુના કે નવા ગીતો-દાંડીયા રાસ કે મ્યુઝિકલ ઈવેન્ટમાં માણસ ગાવા લાગે હાથ પગ કે આંગણીઓની મદદથી તાલ આપવા માંડે છે.આજ તે ગીતોની તાકાત છે. આજે મ્યુઝિક થેરાપી વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે. ઘણા ખરા રોગોમાં મ્યુઝિક થેરાપીનો ઉપયોગ તબિબો કરી રહ્યા છે. સંગીત-વાદ્ય-ગાયન-નૃત્ય કે મનપસંદ મનોરંજન માણો ત્યારે તમે રીલેકસેશન અનુભવો છો. શાંત ચિત્તે સંભળાતા ગીતો મગજને શાંત રાખે છે.એક ઉર્જાનો સંચાર શરીરમાં ઉત્પન થાય છે. પોઝીટીવ વિચારો આવે છે. સંગીત દ્વારા ઘણી બધી બિમારીનો ઉપચાર થાય છે.તબિબી વિજ્ઞાન પણ માને છે કે રોજ 20 મીનીટ પોતાની પસંદગીનું સંગીત સાંભળવાથી ઘણા બધારોગોથી માનવી દુર રહી શકે છે.આપણી સંસ્કૃતિમાં રાગ- રાગીણીનું વિશેષ મહત્વ છે. વ્હેલી સવારે મંંદિરની આરતી કે ઝાલરનું સંગીત કે પ્રભાતિયા તન-મન-ને આનંદ આપે છે.સાંજે સંધ્યા ટાળે થતી આરતી કે રાત્રીનાં શાંત વાતાવરણમાં સંભળાતું સંગીત મન પ્રફુલ્લીત કરે છે.આજે પણ રાત્રીના રેડીયો ઉપર જૂના ગીતો સાંભળનારાનો મોટો વર્ગ છે.
જેવી રીતે ગમે તે રોગનો સંબંધ કોઈને કોઈ ગ્રહો સાથે હોય છે, તેવીજ રીતે સંગીતના સુર-તાલ-લય-રાગનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે. હવે કોઈને આગ્રહો સંબંધિત બીમારી હોય તો તે આધારીત ગીતો સાંભળે તો તેને અવશ્ય ફાયદો મળે છે. આપણાં શાસ્ત્રીય રાગોમાં ઘણી તાકાત રહેલી છે, રાગ આધારીત શ્રેષ્ઠ સુંદર કેટલા બધા ફિલ્મીગીતો છે, જે પણ આપણે ગુનગુનાવી એ છીએ.
માથુ દુ:ખવું, અસ્થમા, લોહીને લગતા રોગો, માનસિક રોગો, યાદશકિત-નબળાઈ, એસીડીટી, ઊંઘ ન આવી, હ્વદય રોગ, જેવી ઘણી બિમારીમાં રાગ આધારીત ગીતો સાંભળવાથી ફાયદો થાય છે, અને દર્દી ઝડપથી સાજો થાય છે.
અહિં થોડાક ગીતોનાં અંશો વાંચક મિત્રો માટે લેખમાં પ્રસ્તુત કરેલ છે.
- હ્વદય રોગ-રાગ દરબારી- ઓ દુનિયાકે રખવાલે-ફિલ્મ-બૈજુબાવરા
- અનિદ્રા-રાગ- ભેરવી- ઝુમતી ચલી હવા -ફિલ્મ-સંગીત સમ્રાટ તાનસેન
- એસીડીટી-રાગ-ખમાજ- છુકર મેરે મનકો-ફિલ્મ-યારાના
- નબળાઈ લાગવી-રાગ -શિવરંજની-જાનેકર્હા ગયે વો દીન-ફિલ્મ – મેરા નામ જોકર
- એનીમીક લોહીની કમી-રાગ પીલું- આજ સોચા તો આંસુ ભર આયે -ફિલ્મ હસતે જખમ
- માનસિક રોગો-રાગ-બિહાગ મધુવંતી- દિલ જો ન કહ સકા-ફિલ્મ- ભીગીરાત
- ઉચું-નીચું લોહીનું-રાગ-લલીત માલકૌશ- તું છુપી હે કર્હાં-ફિલ્મ-નવરંગ
- માથાનો દુ:ખાવો-રાગ- ભૈરવી-પૂંછોના કૈસે મેને રેન બિતાઈ ફિલ્મ-મેરી સુરત તેરી આંખે
સંગીતથી જીવન સુરિલું અને સુમધુર બને છે. ઋગવેદ અને સામવેદમાં પણ સંગીત ચિકિત્સાનો ઉલ્લેખ છે. જુદા જુદા રાગ દ્વારા અલગ-અલગ પ્રકારની બિમારી નિયંંત્રિત કરી શકાય છે. ભારત પાસે રાગ આધારિત પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે, દરેક સંસ્કૃતિમાં મ્યુઝિક થેરાપી છે.
ઓમકાર હોય, ગાયત્રી મંત્ર, કે અલ્લા હું અકબર તેને ગાવાની જે પધ્ધતિ છે, તે એક પ્રકારની સંગીત ચિકિત્સા જ છે. અમદાવાદમાં કેન્સરનાં દર્દીઓને પણ મ્યુઝિક થેરાપી અપાય છે.મોર્ડન મ્યુઝિક થેરાપીની શરૂઆત 1940માં બીજા વિશ્ર્વ યુધ્ધ પછી થઈ હતી, દશ વર્ષ બાદ 1950માં અમેરીકામાં નેશનલ એસોસિયન ફોર મ્યુઝિક થેરાપીની સ્થાપના થઈ હતી, પછી ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં આ થેરાપી જાણીતીથઈ હતી.
શાસ્ત્રીય સંગીતનો રોગો ઉપર પ્રભાવમાં ચર્મરોગમાં રાગ-મલ્હાર-દેશ-યમન, તીવ્ર તાવ માં, શરદીમાં રાગ-માલકૌસ, ગભરામણમાં રાગ અહિરભૈરવ, સાંધાના દુ:ખાવામાં રાગ, ભિમપલ્લાસી આધારીત ગીતો સાંભળવાથી દર્દીની ઝડપીથી રીકવરી થાય છે.
સંગીત માનવ જીવન સાથે જોડાયેલું અભિન્ન અંગ છે. આપણાં જીવન અને સંગીત વચ્ચે ઘણો સમન્વાય જોવા મળી રહ્યો છે.હ્વદયના ધબકારા કે શ્ર્વાસની લય એક સંગીતમય લય-નિયમિતતા કે આરોહ-અવરોહ જ છે, એટલેજ સંગીત આજના યુગમાં પૈસો પણ છે, અને દવા પણ છે.
દર વર્ષે વિશ્ર્વભરમાં 21મી જુને વિશ્ર્વસંગીત દિવસની ઉજવણી કરાય છે. વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે કે, રોગની સારવારમાં દવાની જેમ સંગીત પણ અગત્યનો ભાગ ભજવે છે, જે ખુબજ અસરકર્તા પણ છે.
- અને છેલ્લે તલત મહેમુદ સાહબનું રાત્રે જ સંભળાતું સદાબહાર ગીતકયારેક સાંભળીને જાત અનુભવ કરજો.
- રાતને કયા કયા ખ્વાબ દિખાયે, રંગભરે સો જાલ બિછાયે.
- આંખે ખુલી તો સપને તુટે,
- રહ ગયે ગમ કે સારે સાયે રાતને કયા કયા ખ્વાબ દિખાયે