- રેડ પાડી 7 યુવતીઓ સહીત 16ની કરાઈ ધરપકડ
- 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા
સુરતના ઉત્રાણ વિસ્તારમાં બે હોટેલોમાં વિદેશી યુવતીઓને લાવી કુટણખાનું ચલાવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે રેડ પાડી 7 યુવતીઓ સહીત 16ની ધરપકડ કરી હતી. હોટલ માલિક, સંચાલક અને યુવતીઓ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એમ. ઝેડ પટેલે વિસ્તૃતમાં માહિતી આપી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતમાં વારંવાર હોટેલોમાં દેહવ્યાપારનો વેપલો ચાલતો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે સુરતના ઉત્રાણ વિસ્તારમાં બે હોટેલોમાં વિદેશી યુવતીઓને લાવી દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે 7 વિદેશી યુવતીઓને મુક્ત કરાવી 9 ગ્રાહકોને ઝડપી પાડયા છે આ સાથે પોલીસે હોટલ માલિક , સંચાલક અને લલનાઓ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે એસીપીએ જણાવ્યું હતું કે , સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ પનવેલ પોઈન્ટ પાસે પનવેલ હોટલ અને હાઈવ્યુ હોટેલમાં થાઈ ગર્લને લાવી દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાની બાતમી પોલીસને મળી હતી જેથી પોલીસે તાત્કાલિક રેડ કરી તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસને પનવેલ હોટલ અને હાઈવ્યુ હોટેલમાંથી શરીર સુખ માણવા આવેલા 9 ગ્રાહકો અને લલનાઓ મળી આવી હતી. પોલીસની તપાસમાં થાઈલેન્ડની 5 યુવતીઓ , 1 નેપાળની અને 1 ઉતરાખંડની યુવતીઓ મળી આવતા પોલીસે તેમને મુક્ત કરાવી છે. આ સાથે પોલીસે સ્પા સંચાલક જોની ઉર્ફે જે ડી કેવડિયા ,કાર્તિક દિલીપભાઈ ચોવડીયા, લલનાઓ સપ્લાય કરતો શિવમ ગજેરા અને ભાવના પાટીલ અને હોટલ માલિક વિજયસિંહ ઉર્ફે કાનાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.