ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે આપણે ધૂળવાળી કે પ્રદૂષિત જગ્યાએ જઈએ છીએ ત્યારે આપણને છીંક આવે છે. આ એક રક્ષણાત્મક પ્રતિક્રિયા છે. પરંતુ શું તમે છીંક સાથે જોડાયેલી એક વસ્તુ પર ધ્યાન આપ્યું છે?
શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે છીંકતી વખતે આપણી આંખો કેમ બંધ થઇ જાય છે? શ્વાસ લેવાથી કોઇ ધૂળનો કણ નાકમાં ફસાઇ જાય તો તેને બહાર નિકાળવા માટે છીંક આવે છે.
આપણે છીંકીએ છીએ, ત્યારે આપણી આંખો બંધ થઈ જાય છે. છીંકનો અહેસાસ થતાં જ આંખોને તેની જાણ થઈ જાય છે અને આંખો આપોઆપ બંધ થવા લાગે છે. શું તમે જાણો છો કે, છીંક આવતી વખતે આંખો બંધ થવાનું કારણ શું છે? આખરે આપણને છીંક આવે કેમ છે? આજે અમે તમને જણાવીશું કે છીંક આવવાનો શું ફાયદો છે અને છીંક આવતા જ આંખો બંધ કેમ થઈ જાય છે?
આ કારણે બંધ થઈ જાય છે આંખ
છીંક આવવી એ શરીરની સામાન્ય પ્રવૃત્તિ છે. જ્યારે આપણે છીંકીએ છીએ, ત્યારે શરીરના ઘણા ભાગો સક્રિય થઈ જાય છે. ટ્રાઇજેમિનલ નામની ચેતા છીંકમાં વિશેષ ભૂમિકા ભજવે છે. આપણી આંખો, મોં અને નાક આ ચેતા દ્વારા નિયંત્રિત થાય છે. આ કારણથી છીંક આવતી વખતે આ ત્રણ અંગો પર દબાણ આવે છે જેના કારણે આંખો બંધ થઈ જાય છે.
કેમ આવે છે છીંક
સામાન્ય સંજોગોમાં, આપણે દિવસમાં એક કે બે વાર છીંકીએ છીએ અને જ્યારે આપણને શરદી થાય છે, ત્યારે આપણને વારંવાર છીંક આવે છે. ખરેખર, આપણા નાકની અંદર એક પટલ જોવા મળે છે. તેને મ્યુકસ કહેવાય છે. આ ખૂબ જ નાજુક અને સંવેદનશીલ પટલ છે. શ્વાસ દ્વારા નાકમાં આવતા વિદેશી કણો અથવા સંવેદનશીલ ગંધને જાણતા આ પટલ દ્વારા મગજને સંદેશ આપવામાં આવે છે. જે પછી આપણા ફેફસાં આ પ્રક્રિયામાં ભાગ લે છે અને છીંકમાં તેમની ભૂમિકા ભજવે છે. છીંક આવવાથી નાકમાંથી બિનજરૂરી કણો નીકળી જાય છે.
છીંકને રોકવાનો પ્રયાસ ન કરવો
ઘણા લોકો સાર્વજનિક સ્થળ અથવા ઓફિસમાં હોય ત્યારે છીંક આવે ત્યારે તેને રોકવાનો પ્રયાસ કરે છે. આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. છીંકને કાબૂમાં રાખવાને બદલે મોં અને નાક પર રૂમાલ રાખીને છીંક ખાવી જોઈએ. આ તમારા ગળા અને નાકમાં હાજર બિનજરૂરી કણો પણ દૂર કરે છે. આ રીતે છીંકથી નાક અને ગળું સાફ થાય છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે અબતક મીડિયા સાથે જોડાયેલા રહો.