- મહોત્સવમાં 400 વિદ્યામાં પાકીંગ: પાંચ દિવસીય મહોત્સવમાં સૌરાષ્ટ્રભરમાંથી રપ0 થી વધુ એસ.ટી. બસો દોડશે
- 600 વિદ્યામાં સભામંડપ, ભોજનાલયો, પ્રદર્શન ડોમ આનંદ મેળો, યજ્ઞ શાળા અને પાર્કીંગ સહિતની વ્યવસ્થા
કડવા પાટીદારોના આસ્થાન કેન્દ્ સમા ઉમિયાધામ સિદસર ખાતે આગામી તા.રપ થી ર9 ડીસેમ્બ ર0ર4 દરમ્યાન જગત જનની મા ઉમિયાના પ્રાગટયના 1રપ વર્ષ નિમિતે પ દિવસીય પ્રાગટય ઉત્સવ 1ા શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીમાં દરરોજ લાખો ભાવીકો ઉમટી પડશે.
ખંતીલા અને ખમીરવંતા સ્વભાવના કારણે વિશ્ર્વસ્તરે પથરાયેલા કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના જયા બેસણા છે તેવા જામજોધપુર તાલુકાના સિદસર ખાતે શ્રી ૧I શતાબ્દી મહોત્સવની તૈયારીઓનો ધમધમાટ છેલા એક માસથી ચાલી રહયો છે. વિવિધ 100 જેટલી સમિતિઓમાં 6000 થી વધુ સ્વયંસેવકોની ફોજ વિવિધ કામગીરીઓમાં જોડાયા છે. સિદસર આસપાસના અનેક ગામોમાંથી પાટીદારો ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના સ્વયંસેવકો શ્રમયજ્ઞમાં જોડાયા છે. ઉપલેટાથી 31 ક઼િ.મી. દુર આવેલા સિદસર ખાતે વેણુ નદીના કાંઠે ઉમિયા માતાજીના સાનીધ્યમાં યોજાનારા શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મહોત્સવના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, મહામંત્રી જયેશભાઈ પટેલ, સહમહામંત્રી કૌશીકભાઈ રાબડીયા, આયોજન સમિતિના ક્ધવીનર ચિમનભાઈ શાપરીયા, નાણા સમિતિના ક્ધવીનરો જગદીશભાઈ કોટડીયા, ગોવિંદભાઈ વરમોરા, મનસુખભાઈ પાણની આગેવાની હેઠળ જમીન સંપાદનથી માંડી, વિવિધ ડોમ, ભોજનાલયો, સભામંડપ, ઔદ્યોગીક પ્રદર્શન, સહીતની વ્યવસ્થાઓ 16 ચોરસ કી.મી.ના એરીયામાં ઉભી થઈ રહી છે.
સિદસરની સીમમાં આવેલી 600 વિધા જમીનમાં મહોત્સવ માટે જમીન સંપાદન સમિતિ તથા પાણી પુરવઠા અને નિકાલ સમિતિની કામગીરી દિવસ-રાત ની મહેનત સાથે પૂર્ણતાના આરે છે. જમીન સંપાદન સમિતિના દિનેશભાઈ દેલવાડીયા, ભરતભાઈ માકડીયા, હરસુખભાઈ મક્વાણા, રમેશભાઈ માણાવદરીયાના માર્ગદર્શન હેઠળ જમીન સંપાદન કરી જમીન સમતોલ કરી મહોત્સવના નકશા મુજબ વિવિધ મેળાઓ, ભોજનાલયો, સભામંડપ, ઉતારા વ્યવસ્થા, તથા રોડની માપણીની કામગીરી પૂર્ણ થઈ છે. મહોત્સવના વિવિધ ભોજનાલયો, શૌચાલયો તથા અન્ય માટે જરૂરી પાણીની વ્યવસ્થા માટેની પાઈપલાઈન તથા પાણી નિકાલ માટેની પાઈપ લાઈનો અંડર ગ્રાઉન્ડ નાખવામાં આવી છે. 14 ટોઈલેટ બ્લોક નું બાંધકામ કરવામાં આવ્યુ છે. 600 વિધાના મહોત્સવ સ્થળે પાણી વ્યવસ્થા તથા નિકાલ માટે 6500 મીટર લાંબી પાઈપલાઈનો નાખવામાં આવી છે.
સિદસર આસપાસના ગામોમાંથી જરૂરીયાત મુજબ સ્વયંસેવકો મહોત્સવ સ્થળે વિવિધ કામગીરીમાં જોડાયેલા છે. મંડપ સમિતિના અધ્યક્ષ્ા ચેતનભાઈ કડીવાર, ઉપાધ્યક્ષ્ા ગોપાલભાઈ માણાવદરીયા, મંત્રી જયેશભાઈ ભાલોડીયા, સહમંત્રી જય લાલક્યિા તથા સભ્યોની ટીમ દ્વારા એક માસથી તૈયારીઓ ચાલી રહી હતી. ઔદ્યોગીક મેળો, કૃષિ મેળો, બાલનગરી આનંદમેળો, ફિલ્મ પ્રદર્શન ડોમ સહીત વિવિધ પ્રદર્શન તથા સ્વયંસેવકોના ઉતારા માટે મંડપ સમીયાણાનું કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. મહોત્સવના આર્કષ્ક પ્રવેશ દ્વારથી માંડીને આંતિરક રસ્તાઓ પર પ્લાસ્ટીક ની નેટ દ્વારા ફલોરીંગ મહોત્સવને ચાર ચાંદ લગાવી દેશે.
રપ થી ર8 ડિસે. સિદસર શ્રી સવા શતાબ્દી મહોત્સવમાં બહોળી સંખ્યામાં ભાવીકોના ટ્રાફીકને પહોંચી વળવા ગુજરાત રાજયના માર્ગ વાહન વ્યવહાર નિગમે રાજયભરની એસ.ટી.ડેપોથી વધારની રપ0 જેટલી બસો દોડાવવા નિર્ણય લીધો છે. જેમાં રાજકોટ, :મનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ એસ.ટી. ડેપો માંથી એકસ્ટ્રા બસો સિદસર ભણી દોડશે. દરેક તાલુકા મથકેથી સિદસર મહોત્સવમાં પહોંચી શકાય તે માટે એસ.ટી.વિભાગે મહોત્સવમાં આવનાર ભાવીકો માટે કાબીલેદાદ વ્યવસ્થા ગોઠવી છે.
પાંચ દિવસના મહોત્સવમાં આવતા લાખો ભાવીકો માટે 400 વિધા થી વધુ જમીનમાં બે અલગ – અલગ વિશાળ પાર્કીગ ઉભા કરવામાં આવ્યા છે. પાનેલી નજીક તથા ગીંગણી થી સિદસર આવતા ફોર વ્હીલર, ટુ વ્હીલર, ખાનગી તથા એસ.ટી. બસો માટે અલગ અલગ બે ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે.
આકસ્મિક પિરસ્થિતિઓને પહોંચી વળવા ડીઝાસ્ટર મેનેજમેન્ટ સલામતી સમિતિ
મહોત્સવમાં પાંચ દિવસ દરમ્યાન બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેનાર હોય ભાવિકોની સુવિધા માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટ તથા સલામતી સમિતિ ના 700 થી વધુ સ્વયંસેવકો 3 શીફટમાં કામગીરી કરશે. સિદસર ખાતે વેણુ નદીના કાંઠે કોઈ અધટીત ધટના ન ધટે તે માટે 40 તરવૈયાઓની ટીમ, ખડે પગે રહેશે. ડીઝાસ્ટર મેનેજમેન્ટને લગતા ફાયર ફાઈટર્સ, છ ફાયર ટેન્કર, બે રેસ્ક્યુ બોટ, બે સ્પીડ બોટ, દસ એમ્બ્યુલન્સ, તબીબોની ટીમ, તૈનાત રહેશે. ભાવીકોની ભીડની પ્રવાહના સુચારૂ સંચલન માટે ડ્રોન મારફત વિડીયો સર્વિલેન્સ
સહીતની કામગીરી હષિર્ત કાવરના માર્ગદર્શન હેઠળ આપતી વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ્ા તરીકે પી.એલ. ગોઠી, ઉપાધ્યક્ષ્ા ગીરીશભાઈ ખાંટ, મંત્રી કમલેશભાઈ ધમસાણીયા, અજયભાઈ જાગાણી, સલામતી સમીતીના ચુનીભાઈ પનારા, નીતીનભાઈ ફળદુ, પરેશભાઈ પનારા, જહેમત ઉઠાવી રહયા છે.
- સિદસર મહોત્સવમાં 5000 થી વધુ બોટલ રક્ત એકત્ર થશે
- એકત્રિત થનાર રક્ત સીવીલ હોસ્પિીટલ – ગરીબ- જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે અપાશે
સિદસરમાં યોજાનાર પાંચ દિવસીય શ્રી 1ા શતાબ્દી મહોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ પુરતો જ સમિતિ નથી ભક્તિની સાથે સામાજીક કાર્યનું પણ જીવંત ઉદાહરણ બની રહે અને સાથોસાથ માનવ સેવાનું પણ ઉમદા કાર્ય થાય તેવા ઉમદાહેતુ થી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. માનવ જીવનનું સૌથી મહામુલ્ય ગણાતું તત્વ ‘રક્ત’ છે. સિદસર શ્રી 1ા શતાબ્દી મહોત્સવનાં પાંચેપાંચ દિવસ રક્તદાન કેમ્પ દ્વારા પ000 થી વધુ
બોટલ રક્ત એકત્ર કરવાનુ આયોજન થયું છે.
રાજકોટ ઉમિયા પદયાત્રીક પિરવાર ચેરી ટેબલ ટ્રસ્ટ ના શિરે મહોત્સવમાં રક્તદાન સમિતિની જવાબદારી સોંપવામાં આવી છે. આજના આ ઝડપી યુગમાં રક્તની ભારે ઉણય વર્તાઈ રહી છે. ત્યારે આ મહામુયવાન રક્ત અન્ય વ્યક્તિને નવજીવન બક્ષ્ો છે. રક્તદાન સમિતિના અધ્યક્ષ્ા વિનુભાઈ મણવર, ઉપાધ્યક્ષ્ા નિરજભાઈ મણવર, મંત્રી ધર્મેશભાઈ ઉકાણી, સહમંત્રી પ્રફુલભાઈ દેત્રોજાના નેતૃત્વમાં રર જેટલા કાર્યકરો કામગીરી સંભાળશે. રક્તદાન સમિતિ દ્રારા સમગ્ર સૌરાષ્ટ્રની ર9 બ્લડ બેંક મહોત્સવ સ્થળે સેવા લેવામાં આવી છે. રક્તદાતાઓને સ્મૃતિરૂપે આકર્ષક લેપટોપ બેગ, કીચનવેર પ્રોડકટસ આપવામાં આવશે પાંચ દિવસ યોજાનાર મહોત્સવમાં આશરે પ000 બોટલ રક્ત એકઠું કરવાનો લક્ષ્ાયાંક છે. મહોત્સવમાં એકત્ર થનાર રક્ત રાજકોટ, જામનગરની સિવીલ હોસ્પિટલો, ગરીબ દર્દીઓને વિનામૂયે આપે તેવી જોગવાઈ કરવામાં આવશે.