- શામળાજી પોલીસે ટ્રકમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો
- ટ્રકમાંથી રૂ.13.22 લાખની કિંમતનો 4200 નંગ બોટલ વિદેશી દારૂ ઝડપ્યો
- શામળાજી બોર્ડર પરથી 24 કલાકમાં વિદેશી દારૂનું ત્રીજુ ટ્રક ઝડપાયુ
Aravalli : ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરની અસર અત્યારે રાજ્યભરમાં જોવા મળી રહીં છે. તેમજ રાજ્યભરની પોલીસ અત્યારે શરાબના સોદાગરો પર ત્રાટકી છે અને સઘન કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે ગુજરાતના અનેક સ્થળો પર પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે ગઈ કાલે ઓપરેશન અસુર દ્વારા ગુજરાત ફર્સ્ટે દારૂના ધંધાનો પર્દાફાશ કર્યા બાદ રાજ્યવ્યાપી કાર્યવાહીનો દોર શરૂ થયો છે.
અરવલ્લીમાં વિદેશી દારૂના કેસમાં ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર પોલીસને વધુ એક મોટી સફળતા મળી હતી. અણસોલ ચેકપોસ્ટ પાસે શામળાજી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ટ્રકમાં લઇ જવાતો વિદેશી દારૂ કબજે કર્યો હતો. આ દરમિયાન ટ્રકમાંથી રૂ.13.22 લાખની કિંમતનો 4200 નંગ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. ફર્નિચરની વસ્તુઓની આડમાં દારૂની હેરફેર કરવામાં આવતી હતી. તેમજ શામળાજી બોર્ડર પરથી 24 કલાકમાં વિદેશી દારૂનું સતત ત્રીજુ ટ્રક ઝડપાયુ હતું.
અરવલ્લીના વિદેશી દારૂના કેસમાં ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર પોલીસને વધુ એક મોટી સફળતા મળી હતી. તેમજ શામળાજી પોલીસે ટ્રકમાં લઇ જવાતો વિદેશી દારૂ કબજે કર્યો હતો. અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો હતો. ટ્રકમાંથી રૂ.13.22 લાખની કિંમતનો 4200 નંગ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. તેમજ ફર્નિચરની વસ્તુઓની આડમાં દારૂની હેરફેર કરવામાં આવતી હતી. આ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે તે હરિયાણાથી મુંબઈ ભિવંડી લઈ જઈ રહ્યો હતો. શામળાજી બોર્ડર પરથી 24 કલાકમાં વિદેશી દારૂની સતત ત્રીજી વખત ટ્રક ઝડપાયો હતો.
ટ્રકમાંથી 13.22 લાખનો 4200 નંગ બોટલ વિદેશી દારૂ ઝડપાયો
આ સાથે અરવલ્લીની વાત કરવામાં આવે તો, ગુજરાત રાજસ્થાન સરહદે પોલીસને વિદેશી દારૂ બાબતે વધુ એક સફળતા હાથ લાગી છે. શામળાજી પોલીસ દ્વારા ટ્રકમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો છે. અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકીંગ દરમિયાન દારૂ ઝડપાયો છે. ટ્રકમાંથી 13.22 લાખનો 4200 નંગ બોટલ વિદેશી દારૂ ઝડપાયો છે. ચોંકાવનારી વાત એ છે કે, આરોપીઓ ફર્નીચર સામાનની આડમાં દારૂ લઇ લઈને જતા હતા. હરિયાણાથી મુંબઇ ભિવંડી લઈ જવાતો હોવાનું આરોપીએ રટણ કરી રહ્યો છે. શામળાજી બોર્ડરથી 24 કલાકમાં સતત ત્રીજી ટ્રક વિદેશી દારૂ ઝડપાયો છે.
અહેવાલ : ઋતુલ પ્રજાપતિ