- હળવદ અને ટંકારામાં કુલ છ બોગસ ડોકટર ઝડપાયા
- ક્લિનિકમાં રેડ કરી ડિગ્રી વગર લોકોની સારવાર કરતા શખ્સોની પોલીસે કરી ધરપકડ,
- દવાઓ સહિતનો જથ્થો કબ્જે કર્યો હતો.
Morbi: ક્લિનિકમાં રેડ કરી ડિગ્રી વગર લોકોની સારવાર કરતા શખ્સોની પોલીસે કરી ધરપકડ, દવાઓ સહિતનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ સાથેનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ટંકારાના બંગાવડી ગામે ક્લિનિક ચલાવતા જયકિશન ભીમાણીની રૂપિયા 1.36 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. હળવદના ઢવાણા ગામે ક્લિનિક ચલાવતા અનુજ ખુદીરામ ઘરામીની 4167 રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
હળવદના ચંદ્રગઢ ગામેથી સંદીપ મનુ પટેલની 9547ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેમજ હળવદના રણમલપુર ખાતેથી પરિમલ ધીરેન બાલાની રૂપિયા 15682ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. રાયસંગપર ગામેથી પંચાનન ખુદિરામ ધરામી ની રૂપિયા 9660ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન સુંદરીભવાની ગામેથી વાસુદેવ કોઠીયાની રૂપિયા 12504ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
અનુસાર માહિતી મુજબ, ગુજરાતમાં કેટલાક સમયથી નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ અવારનવાર નકલી ડોક્ટરો ઝડપાઈ રહ્યાં છે. જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે અને વિવિધ વિસ્તારોમાંથી નકલી ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે નકલી ડોક્ટરોને પકડાવોનો રાજ્યમાં સિલસિલો યથાવત્ રહ્યો છે.
લાયસન્સ વગર ક્લિનિક ચલાવતાં નકલી ડોક્ટર ઝડપી લેતા સ્થાનિકોમાં ચકચાર
ઉલ્લેખનીય છે કે મોરબી હળવદ અને ટંકારામાંથી 6 બોગસ ડોક્ટરો ઝડપાયાં હતા. જેમાં લીલાપુર , રાયસંગપુર, ઢવાણા, સુંદરી ભવાની, રણમલપુરથી ડિગ્રી વગરના તબીબો ઝડપાયા છે. જેમાં નકલી તબીબોમાં સંદીપ પટેલ લીલાપુર ગામે ક્લિનિક, વાસુદેવ પટેલ – સુંદરી ભવાની ગામે ક્લિનિક, પરીમલ ધિરેનભાઈ બાલા – રણમલપુર ગામે ક્લિનિક તેમજ પંચાનન ખુદીરામ ધરામી – રાયસંગપુર ગામે ક્લિનિક અને અનુજ ખુદીરામ ધરામી – ઢવાણા ગામે ક્લિનિક અને હળવદના ઢવાણા ગામે ક્લિનિક ચલાવતા અનુજ ખુદીરામ ઘરામી ક્લિનિક ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરી રહ્યાં હતા. જેમાં 51567ની ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ હળવદ પોલીસે 6 લાયસન્સ વગર ક્લિનિક ચલાવતાં નકલી ડોક્ટર ઝડપી લેતા સ્થાનિકોમાં ચકચાર જામી ગયો હતો.
હળવદના ઢવાણા ગામે ક્લિનિક ચલાવતા અનુજ ખુદીરામ ઘરામીની 4167 રૂપિયાના મુદ્દામાલ,ચંદ્રગઢ ગામેથી સંદીપ પટેલની 9547ના મુદ્દામાલ, રણમલપુર ખાતેથી પરિમલ ધીરેન બાલાની રૂપિયા 15682ના મુદ્દામાલ, રાયસંગપર ગામેથી પંચાનન ખુદિરામ ધરામીની રૂપિયા 9660ના મુદ્દામાલ અને સુંદરીભવાની ગામેથી વાસુદેવ કોઠીયાની રૂપિયા 12504ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
અહેવાલ : ઋષિ મહેતા